PDU મેડિકલ કોલેજ રાજકોટ ભરતી - PDU Recruitment

રાજકોટ P.D.U. Medical Recruitment: રાજકોટ P.D.U. Medical ભરતી: રાજકોટ જિલ્લામાં P.D.U. મેડિકલ કોલેજમાં વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે અગત્યની તક છે. આ ભરતીમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી આ ભરતીમાં કરી શકશે. અરજી કરવા માટે યોગ્ય લાયકાત, વયમર્યાદા, પગારધોરણ, કુલ જગ્યા વગેરેની માહિતી આ લેખમાં મેળવીશું. 

મેડિકલ કોલેજ રાજકોટ

PDU મેડિકલ કોલેજ રાજકોટમાં ભરતી

આર્ટિકલનું નામ PDU મેડિકલ કોલેજ ભરતી
ભરતી સંસ્થા મેડિકલ કોલેજ રાજકોટ
કુલ જગ્યા 05
ભરતી મોડ ઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in

જગ્યાનું નામ

  • SNCU Staff Nurse
  • SNCU Medical Officer
  • DEIC Dental Technician
  • DEIC Psychologist
  • DEIC Audio Cum Speech Therapist

કુલ જગ્યા

આ ભરતીમાં કુલ 5 જગ્યા છે. જેમાં ઉપર દર્શાવેલ બધી પોસ્ટ પર એક-એક જગ્યાઓ ભરવામાં આવશે. 

શૈક્ષણિક લાયકાત

SNCU Staff Nurse

આ પોસ્ટમાં અરજી કરવા માટે ઉમેદવારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલની માન્યતા સાથે R.M./R.N.(GNM) નર્સિંગ કોર્ષ કરેલો હોવો જોઈએ. 

SNCU Medical Officer

ગુજરાત મેડિકલ કાઉન્સેલના રજીસ્ટ્રેશન સાથે MBBS કે તેથી ઉચ્ચ ડિગ્રી ધરાવતા ઉમેદવાર આ પોસ્ટ પર અરજી કરી શકશે. 

DEIC Dental Technician

માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી 1-2 વર્ષનો ડેન્ટલ ટેકનિશિયન કોર્ષ કરેલો હોવો જરૂરી છે. 

DEIC Psychologist

માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી માસ્ટર ડિગ્રી ઈન ચાઈલ્ડ સાયકોલોજી કોર્ષ કરેલો હોવો ફરજિયાત છે. 

DEIC Audio Cum Speech Therapist

માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી બેચરલ ડીગ્રી સ્પિચ અને લેગ્વેંજ પેથોલોજીનો કોર્ષ જરૂરી છે. 

ઉંમરમર્યાદા

આ ભરતીમાં દરેક પોસ્ટ માટે ઉંમરમર્યાદા 40 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે. 

પગારધોરણ

આ ભરતીમાં વિવિધ પોસ્ટ પર પગારધોરણ નીચે મુજબ મળવા પાત્ર રહેશે. 
  • SNCU Staff Nurse મા માસિક પગાર રૂપિયા 13,000 મળવા પાત્ર રહેશે. 
  • SNCU Medical Officerમા માસિક પગાર રૂપિયા 60,000 મળવા પાત્ર રહેશે. 
  • DEIC Dental Technicianમા માસિક પગાર રૂપિયા 12,000 મળવા પાત્ર રહેશે. 
  • DEIC Psychologistમા માસિક પગાર રૂપિયા 11,000 મળવા પાત્ર રહેશે. 
  • DEIC Audio Cum Speech Therapistમા માસિક પગાર રૂપિયા 15,000 મળવા પાત્ર રહેશે. 

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચના

  • ઉમેદવારે ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in મા મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. સ્પીડ પોસ્ટ, કુરિયર, સાદી ટપાલ દ્વારા આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં. 
  • સુવાચ્ય ઓરીજીનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. 
  • અધુરી વિગતો વાળી અરજી અમાન્ય ગણાશે. 
  • વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદા ની ગણતરી કરવામાં આવશે. 
  • નિમણુક ને લગતા આખરી નિર્ણય વિભાગ્ય નાયબ નિયામકશ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓ રાજકોટ રહેશે. 
આ ભરતી અંગેની વધુ માહિતી ઓફિસિયલ વેબસાઈટ પરથી મેળવી લેવી. 

ઓફિસિયલ વેબસાઈટ: https://arogyasathi.gujarat.gov.in

Join Our Telegram for more update: https://t.me/evigyanclasses

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ