જનરલ હોસ્પિટલ આહવામાં પરીક્ષા વગર સીધી ભરતી

General Hospital Ahva Recruitment 2023 : જનરલ હોસ્પિટલ આહવા, ડાંગ ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કુલ 3 જગ્યા પર તદ્દન હંગામી ધોરણે ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં ઈચ્છુક અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. 

જનરલ હોસ્પિટલ - આહવા માં ભરતી

જનરલ હોસ્પિટલ – આહવા માં પરીક્ષા વગર સીધી ભરતી

આર્ટિકલનું નામ જનરલ હોસ્પિટલ – આહવામાં પરીક્ષા વગર સીધી ભરતી
પોસ્ટનું નામ તબીબી અધિકારી (એસ.એન.સી.યુ) અને કોમ્યુનિટી નર્સ / નર્સિંગ પ્રેકસીશનર ઇન મિડવાઈફરી (એન.પી.એમ.)
કુલ જગ્યા 03
છેલ્લી તારીખ 05 નવેમ્બર 2023
ઓફિસિયલ વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in

અગત્યની તારીખ

આ પોસ્ટ પર અરજી કરવા માંગતા ઉમેદવારો પોતાની અરજી 05 નવેમ્બર 2023 સુધીમાં કરી શકશે. 

પોસ્ટનું નામ

  • તબીબી અધિકારી (એસ.એન.સી.યુ)
  • કોમ્યુનિટી નર્સ / નર્સિંગ પ્રેકસીશનર ઇન મિડવાઈફરી (એન.પી.એમ.)

કુલ જગ્યા

આ ભરતીમાં કુલ 3 જગ્યા છે. જેમાં તબીબી અધિકારી (એસ.એન.સી.યુ)ની 1 અને
કોમ્યુનિટી નર્સ / નર્સિંગ પ્રેકસીશનર ઇન મિડવાઈફરી (એન. પી.એમ.) ની 2 જગ્યા પર ભરતી કરવામાં આવશે. 

શૈક્ષણિક લાયકાત

તબીબી અધિકારી (એસ.એન.સી.યુ) 

  • એમ.બી.બી.એસ. કાઉન્સિલ ઑફ ઇન્ડિયા/નેશનલ મેડિકલ કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી મેળવેલ હોવી જોઈએ. ગુજરાત મેડિકલ કાઉન્સિલ ખાતે રજીસ્ટ્રેશન થયેલ હોવું ફરજીયાત છે. Basic Computer skills specially related to M.S. Office.
  • એન.આઈ.સી.યુ. ખાતે કામગીરી ના અનુભવ ધરાવતા ઉમેદવાર ને પ્રાધાન્ય આપવા માં આવશે. અન્ય હોસ્પિટલ ખાતે તબીબી અધિકારી તરીકે કરેલ કામગીરી ના અનુભવ ને પ્રાધાન્ય આપવામાં આવશે.

કોમ્યુનિટી નર્સ / નર્સિંગ પ્રેકસીશનર ઇન મિડવાઈફરી (એન.પી.એમ.)

  • મિડવાઈફરી બેઝિક પ્રેક્ટીશન ઈન (એન.પી.એમ.) પાસ ડિપ્લોમા ક્વોલિફિકેશન રેકોગ્નાઈઝ્ડ બાય નર્સિંગ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા. 
  • અન્ય હોસ્પિટલ ખાતે મિડવાઈફરી પ્રેક્ટીશનર તરીકે કરેલ કામગીરી ના અનુભવ ધરાવતા ઉમેદવાર ને પ્રાધાન્ય આપવા માં આવશે.

પગારધોરણ

  • તબીબી અધિકારી (એસ.એન.સી.યુ)ની પોસ્ટ પર માસિક પગાર રૂપિયા 60,000/- મળવા પાત્ર રહેશે. 
  • કોમ્યુનિટી નર્સ / નર્સિંગ પ્રેકસીશનર ઇન મિડવાઈફરી (એન.પી.એમ.)ની પોસ્ટ પર માસિક પગાર રૂપિયા 30,000/- મળવા પાત્ર રહેશે.

વયમર્યાદા

  • તબીબી અધિકારી (એસ.એન.સી.યુ)ની પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • કોમ્યુનિટી નર્સ / નર્સિંગ પ્રેકસીશનર ઇન મિડવાઈફરી (એન.પી.એમ.)ની પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી તેમજ 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા 

આ ભરતીમાં પસંદગીની પ્રક્રિયા 11 માસના કરાર આધારિત કરવામાં આવશે 11માસ પછી કરાર પૂર્ણ થતાં ઉમેદવાર આપોઆપ છૂટાં થયેલ ગણાશે. 

ભરતી અંગે ની સામાન્ય સૂચનાઓ

  • ઓનલાઇન અરજી બાદ સંસ્થાની કમિટી દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ ભરતી કરવામાં આવશે. 
  • મહેનતાણાં અને રજાઓ સબબ એન.એચ.એમ. ગુજરાત ના નિયમો લાગુ પડશે.
  • નિમણુક થયેલા ઉમેદવારનું કાર્ય સ્થળ જનરલ હોસ્પિટલ આહવા રહેશે તેમજ ઉમેદવાર બધા જ નિયમો અને બોલીઓ બંધનકર્તા રહેશે. 
  • પસંદગી પામનાર ઉમેદવારની ભરતી તદ્દન હંગામી રહેશે. કોઈ કાયમી નોકરી ના હક્કો મળવાપાત્ર રહેશે નહિ. અને ભવિષ્ય માં તે અંગે કોઈ હક્ક દાવો રહેશે નહિ. 

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ

  • ઉમેદવારની ફક્ત https://arogyasathi.gujarat.gov.in પર આવેલી અરજી સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરિયર, સાદી ટપાલ કે રૂબરૂ દ્વારા મળેલ અરજીઓ સ્વીકારવામાં રહેશે નહિ.
  • આરોગ્ય સાથી ઓન લાઇન પોર્ટ્સમાં રજીસ્ટ્રેશન અને લોગીન કરીને ફોર્મ ભરવાનું રહેશે. 
  • ઉમેદવારોએ તેમના ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી ફરજીયાત અપલોડ કરવાની રહેશે. 
  • અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય ગણવામાં આવશે. 
  • ઉમેદવાર એક કરતા વધારે અરજી કરી શકશે નહીં. 
ઓફિસિયલ વેબસાઈટ :
https://arogyasathi.gujarat.gov.in

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ