CTET 2024 Registration: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસસી) ને 18 મી CTET પરિક્ષાના રજીસ્ટ્રેશન શરૂ કરી દીધા છે. કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરિક્ષા (CTET) 21 જાન્યુઆરી 2024 ના રોજ લેવામાં આવશે. આ પરિક્ષામાં યોગ્યતા ધરાવતા ઉમેદવારો પોતાની અરજી 3 નવેમ્બર થી 23 નવેમ્બર સુધી ઓફિસિયલ વેબસાઇટ ctet.nic.in પર કરી શકશે. 
CTET exam date 2024

CTET 2024 Exam Date આ દિવસે લેવાશે CTET પરિક્ષા

સીબીએસસી દ્રારા આયોજીત CTET પરિક્ષા 21 જાન્યુઆરી 2024 ના રોજ લેવામાં આવશે. આ પરિક્ષા બે સિફ્ટમા લેવામાં આવશે. જેમાં સવારે પહેલી સિફ્ટ 9:30 થી બપોરના 12:00 વાગ્યા સુધી હોય છે. જે પેપર - 1 માટે હોય છે. અને 
પેપર - 2 માટે બીજી સિફ્ટ બપોરે 2:00 થી 4:00 વાગ્યા સુધી હોય છે. પરિક્ષાની ભાષા, પરિક્ષાનો સિલેબસ, લાયકાત, સમયમર્યાદા, પરિક્ષા ફી, પરિક્ષાના સ્થળો વગેરેની વધુ માહિતી ઓફિસિયલ વેબસાઇટ ctet.nic.in પર મુકવામાં આવશે. 

CTET 2024 Eligibility કોણ આપી શકે CTET પરિક્ષા

CTET પરિક્ષામાં બે પેપર હોય છે જેમાં, 
  • પેપર - 1 (1 થી 5) પ્રાઈમરી લેવલ: માન્યતા પ્રાપ્ત બોર્ડ માથી 50% ગુણ સાથે 12મુ પાસ તેમજ 2 વર્ષ ડિપ્લોમાં ઈન એલિમેન્ટ્રી એજ્યુકેશન અથવા 4 વર્ષનો B.Ed કે સ્પેશિયલ એજ્યુકેશનમાં ડિપ્લોમાં ઈન એજ્યુકેશન કરેલું હોવું જોઈએ. 
  • પેપર - 2 (6 થી 8) અપર પ્રાઈમરી લેવલ : ગ્રેજ્યુએશનની સાથે ડિપ્લોમાં ઈન એલિમેન્ટ્રી એજ્યુકેશન અથવા ગ્રેજ્યુએશનમા 50% ગુણની સાથે B.Ed અથવા 12 પાસની સાથે 4 વર્ષનો B.Ed કોર્ષ અથવા ગ્રેજ્યુએશન બાદ સ્પેશિયલ એજ્યુકેશનમાં B.Ed કરેલું હોવું જોઈએ. 
આ અંગેની વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઇટ https://ncte.gov.in પર જઈને જોવા વિનંતી. 

CTET 2024 સિલેબસ

CTET પરિક્ષા કુલ 136 શહેરોમાં અને 20 ભાષામાં આયોજીત કરવામાં આવશે. જેમાં મુખ્ય પેપરની બે ભાષા હશે. અંગ્રેજી અને હિન્દી. 20 ભાષાઓ માથી ઉમેદવારોએ કોઈ પણ બે ભાષા પસંદ કરવાની હોય છે. આ 20 ભાષામાં અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, સંસ્કૃત, હિન્દી, કન્નડ, મિઝો, તમિલ, અસમિયા, ખાસી, નેપાળી, તેલુગુ, બંગાળી, મલયાલમ, તિબ્બત, ઉડિયા, ગારો, મણિપુરી, પંજાબી અને ઉર્દુનો સમાવેશ કરવામાં આવે છે. 

CTET પરિક્ષા 2024 પરિક્ષા પદ્ધતિ

CTET પરિક્ષામાં બે પેપર હોય છે. જેમાં પેપર - 1 મા 30 ગુણ બાળ વિકાસ અને પેડાગલોજી, 30 ગુણ પર્યાવરણ, 30 ગુણ ગણિત તેમજ ભાષા 1 જેના 30 અને ભાષા 2 જેના 30 ગુણ હોય છે. ઉમેદવારો પોતાની ભાષાની પસંદગી કરી શકશે. અને પેપર - 2 મા 30 ગુણ બાળ વિકાસ અને પેડાગલોજી, 60 ગુણ ગણિત - વિજ્ઞાન/સામાજીક વિજ્ઞાન, તેમજ 30 ગુણ ભાષા - 1 તેમજ 30 ગુણ ભાષા - 2ના એમ કુલ 150 ગુણના બંને પેપર હશે. આ પરિક્ષામાં નેગેટિવ પદ્ધતિ હોતી નથી. દરેક પ્રશ્નનો 1 ગુણ હોય છે. 

ઓફિસિયલ વેબસાઇટ : https://ncte.gov.in

ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો: https://ctet.nic.in/