જિલ્લા આરોગ્ય સોસાયટી - જુનાગઢ ભરતી
| આર્ટિકલનું નામ | જિલ્લા આરોગ્ય સોસાયટી - જુનાગઢ ભરતી |
|---|---|
| કુલ જગ્યા | 08 |
| અરજી મોડ | ઓનલાઇન |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 16 નવેમ્બર 2023 |
| ઓફિસિયલ વેબસાઇટ | https://arogyasathi.gujarat.gov.in |
અગત્યની તારીખ
- આ ભરતીમાં ફોર્મ ભરાવાના શરૂ થયા એની તારીખ 6 નવેમ્બર 2023 છે.
- આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 નવેમ્બર 2023 છે.
પોસ્ટનું નામ
- સ્ટાફ બ્રધર/સ્ટાફ બ્રધર
- ફિઝિયોથેરાપી - NPHCE
- મલ્ટી રીહેબલીટેશન વર્કર
- ફાર્મસીસ્ટ/ફાર્મસીસ્ટ ડેટા કમ આસિસ્ટન્ટ
શૈક્ષણિક લાયકાત
સ્ટાફ બ્રધર/સ્ટાફ બ્રધર
- ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ની માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી બીએસસી અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ની માન્યતા પ્રાપ્ત માંથી ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મીડવાઈટનરી નો કોર્ષ
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલ/બોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવેલું ફરજિયાત છે.
- વયમર્યાદા વધુમાં વધુ 40 વર્ષ
- કુલ જગ્યા 01
ફિઝિયોથેરાપી - NPHCE
- ધોરણ 12 પાસ
- ફિઝિયોથેરાપીમાં સ્નાતક ની ડીગ્રી
- વયમર્યાદા વધુમાં વધુ 40 વર્ષ
- કુલ જગ્યા 01
મલ્ટી રીહેબલીટેશન વર્કર
- 10+2 અથવા સમકક્ષ લાયકાત
- રીહેબલીટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્ટ 1992 માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એક વર્ષનો સર્ટિફિકેટ કોર્ષ/ડિપ્લોમા ઈન રીહેબલીટેશન વર્કર
- માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બેચલર ડિગ્રી ઓફ ફિઝિયોથેરાપી અથવા તેની સમકક્ષ ડિગ્રી
- વયમર્યાદા વધુમાં વધુ 40 વર્ષ
- કુલ જગ્યા 01
ફાર્મસીસ્ટ/ફાર્મસીસ્ટ ડેટા કમ આસિસ્ટન્ટ
- ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી B.Pharm
- બેઝિક કમ્પ્યુટરનો અભ્યાસ કરેલો હોવો જોઈએ અથવા ધોરણ 10 કે 12 કમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ.
- ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.
- વયમર્યાદા વધુમાં વધુ 40 વર્ષ
- કુલ જગ્યા 05
પગારધોરણ
- આ ભરતીમાં સ્ટાફ બ્રધર/સ્ટાફ બ્રધરની પોસ્ટ માટે રૂપિયા 13,000/- માસિક પગાર મળવા પાત્ર રહેશે.
- ફિઝિયોથેરાપી - NPHCE ની પોસ્ટ માટે રૂપિયા 15,000/- માસિક પગાર મળવા પાત્ર રહેશે.
- મલ્ટી રીહેબલીટેશન વર્કરની પોસ્ટ માટે રૂપિયા 11,000/- માસિક પગાર મળવા પાત્ર રહેશે.
- ફાર્મસીસ્ટ/ફાર્મસીસ્ટ ડેટા કમ આસિસ્ટન્ટની પોસ્ટ માટે રૂપિયા 13,000/- માસિક પગાર મળવા પાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી મા ઉમેદવારોની પસંદગી મેરીટ ના આધારે કરવામાં આવશે. આ ભરતીમાં પસંદગીની પ્રક્રિયા 11 માસના કરાર આધારિત કરવામાં આવશે 11 માસ પછી કરાર પૂર્ણ થતાં ઉમેદવાર આપોઆપ છૂટાં થયેલ ગણાશે.
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ
- ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરિયર, સાદી ટપાલ કે રૂબરૂ મળેલ અરજી ઓ માન્ય રહેશે નહિ.
- આરોગ્ય સાથી ઓન લાઇન પોર્ટ્સમાં PRAVESH>CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH> CURRENT OPENING માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.
- સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે.
- અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
- ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહિ.

0 ટિપ્પણીઓ