ગણતંત્ર દિવસ પર ગુજરાતી નિબંધ | 26 જાન્યુઆરી પર ગુજરાતી નિબંધ : ભારત દેશના વિવિધ તહેવારોનો દેશ છે જેમાં ધાર્મિક તહેવાર ઉપરાંત રાષ્ટ્રીય તહેવારોનું અનોખું મહત્વ છે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણાં રાષ્ટ્રીય તહેવારો છે. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન અને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે ઓળખાય છે.
26 January Gujarati Nibandh
દેશની આઝાદી પછી દેશને વ્યવસ્થિત રીતે કેવી રીતે ચલાવવો તે એક પડકાર હતો. તેનાં માટે દેશનું બંધારણ બનાવવામાં આવ્યું. જે 26મી જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અમલમાં આવ્યું. ત્યારથી આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો હતો. દેશની આઝાદી પછી દેશને ચલાવવા માટે દેશનું બંધારણ ઘડવુંએ મોટો પ્રશ્ન હતો. દેશના બંધારણને ઘડવા માટે એક સમિતિની રચના કરવામાં આવી. બંધારણ ઘડવાનું કામ ડો. બાબાસાહેબ આંબેડકરે કર્યું હતું.
બંધારણની સૌપ્રથમ સભા 9 ડિસેમ્બર 1946 દિલ્હી મુકામે મળી હતી. ભારતનાં બંધારણનાં નિર્માણ માટેની પ્રક્રિયા 2 વર્ષ 11 મહિના 18 દિવસનો સમય લાગ્યો હતો.
ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1949ના રોજ ઘડવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. આ દિવસથી ભારતમાં 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિનની તરીકે ઉજવવામાં આવે છે.
26 મી જાન્યુઆરીના દિવસે દરેક શાળાઓમાં તેમજ સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. રાષ્ટ્ર-ધ્વજને સલામી આપવામાં આવે છે. ઉપરાંત શાળાઓમાં પરેડ, દેશભક્તિ ગીતો, ડાન્સ તેમજ સ્પીચની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
સરકારી કચેરીઓ તેમજ વાહનોમાં ત્રિરંગા લહેરાવવામાં આવે છે તેમજ શણગાર કરવામાં આવે છે. જેથી મકાનો અને વાહનો રોશનીથી ઝળહળી ઊઠે છે. આ દિવસે ભારતનાં મહાન રત્નોને યાદ કરી તેને શ્રધ્ધાંજલ અર્પણ કરવામાં આવે છે.

0 ટિપ્પણીઓ