અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર - Amritlal Vithaldas Thakkar

અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર | અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર વિશે નિબંધ | અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર વિશે માહિતી |  Amritlal Vithaldas Thakkar

અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર

અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર

અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર નો જન્મ 29 નવેમ્બર 1869 માં ભાવનગર જિલ્લામાં થયો હતો. 

સેવાના અખંડ ભેગધારી ઠક્કરબાપા કે જેમને 20 મી સદીના દધીચીનું બિરુદ આપવામાં આવ્યું હતું. 

વનવાસીઓના પ્યારા અને દલિતોના માતા સમાન ઠક્કર વાપર નો જન્મ ભાવનગર ખાતે થયો હતો. ભારત વર્ષની દલિત જનતા, ભીલ, સાંથલ અને વારલી વગેરે પછાત સમાજ જોઈએ તેમને ઠક્કરબાપા ના હુલામણા નામથી નવાજ્યા હતા. સન 1886 માં મેટ્રિક ની પરીક્ષા પ્રથમ ક્રમે પાસ કર્યા પછી ઇજનેરી કોલેજમાં દાખલ થયા. ઈજનેર બન્યા પછી નોકરી કરી. 

મુંબઈ મ્યુનિસિપાલિટીમાં નોકરી દરમિયાન દલિતોની કરુણ હાલત જોઈને વ્યથિત થયા. તેમણે દલિત પીડિતોના દુઃખો જોઈ નોકરી છોડી દઈ કામ કાયમ માટે દલિતોની સેવાના કાર્યમાં જોડાઈ ગયા. દલિતોના બાળકોની કેળવણી, રમતગમત, ઘોડિયા ઘર વગેરે કલ્યાણકારી પ્રવૃત્તિઓ શરૂ કરી. 

વર્ષ 1922 માં કારમાં દુષ્કાળ સમયે પંચમહાલના ભીલો સાથે ભળી જઈ રાહત કાર્યો કર્યા. આમ, 'દાહોદ દુષ્કાળ કાર્યાલય', 'ભીલ સેવા મંડળનું' કાર્યાલય બન્યું.

વનવાસીઓમાં દારૂબંધી, અક્ષર જ્ઞાન, પાઠશાળા, સંસ્કાર કેન્દ્રો, મહિલા સ્વાવલંબન જેવી અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ માટે સેકડો યુવાનોને તેમણે કામમાં જોડ્યા. અનેક યુવાનોએ સંકલ્પ લીધો અને સદકાર્યોમાં જોડાયા. 

ઠક્કર બાપા નું જીવન કાર્ય અને જીવન ક્ષેત્ર વ્યાપક અને વિસ્તૃત હતા, પરંતુ એમના સેવા કાર્યમાં ત્રણ ક્ષેત્રો કેન્દ્રસ્થાને હતા.

  1.  આદિવાસી સેવા 
  2. દલિતોની સેવા અને 
  3. સ્ત્રી કલ્યાણ

વન થી તો અને મહિલાઓના કલ્યાણ અને સેવા અર્થે તેમણે ત્રણ સંસ્થાઓ ભીલ સેવા સમાજ અંત્યજ સેવા મંડળ કસ્તુરબા ટ્રસ્ટની રચના કરી સેવાકીય કાર્યો હાથ ધર્યા હતા. 

શ્રીમદ ભગવત ગીતામાં વર્ણવેલા નિષ્કામ કર્મયોગીની જેમ સેવામૃત ઠક્કરબાપા એ કરુણા પ્રેમ સમ્યક દ્રષ્ટિથી પોતાના પીડિત દેશબાંધવોની આજીવન સેવા કરી. ઉત્તમ ચારિત્ર્યશીલ જીવનનો આદર્શ દુનિયા સમક્ષ મૂકી તેઓ માત્ર ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ દુનિયાભરના કર્મયોગીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની ગયા. દેશબંધોની સેવા અર્થે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર ઠક્કર બાપા એ 19 જાન્યુઆરી 1951 ના રોજ પોતાનો પાર્થિવ દેહ છોડી દીધો. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ