પુસ્તકોની મૈત્રી પર નિબંધ Friendship of Books Essay in Gujarati OR Pustakoni Maitri Gujarati Nibandh: આપણે બધાં આપણા અભ્યાસ દરમિયાન અભ્યાસ ક્રમનાં પુસ્તકોનું વાંચન તો કરતાં જ હોય છી જેનાથી આપણું જ્ઞાન વધે છે પરંતુ તેમાથી આપણને મર્યાદિત જ્ઞાન મળે છે. આથી આપણે વધુ જ્ઞાન અને સંસ્કારના સિંચન માટે અન્ય પુસ્તકો અને ધાર્મિક પુસ્તકો વાંચવા જોઈએ.
પુસ્તકોની મૈત્રી પર નિબંધ Friendship of Books Essay in Gujarati
આપણું વાંચન એ જ આપણા જીવનનું પ્રતિબિંબ છે. न ज्ञानेनसदृशम् पवित्र विद्यते - જ્ઞાન જેવું પવિત્ર આ જગત ઉપર કંઈ જ નથી અને આ જ્ઞાનરૂપી ગંગોત્રીમાં આપણને પુસ્તકો લઈ જાય છે.
આજે સમાજ જીવન એવું વિષમ બન્યું છે કે વ્યક્તિના જીવનમાં ક્યારેય પરિવર્તન આવે એ કહી શકાતું નથી. આપણામાં કહેવત છે ને કે ગધેડા સાથે ઘોડાને બાંધવામાં આવે તો ભુકતા નહીં, તો લાતો મારતા જરૂર શીખે. 'એક બગડેલી કેરી આખા કરંડિયાની કેરીને બગાડે છે.' સોબત જેવી અસર અને આથી જ સારા મિત્રો મળે એ સદભાગ્ય કહેવાય પણ પુસ્તકો તો આપણા સારા મિત્ર બને જ છે.
સમાજમાં આપણને આ દાખલા પણ મળે છે કે સારી વ્યક્તિ બુરા માણસોના સંગ કરે તો તે કદાચ તેનામાં રહેલું સારા પણ કોઈ બેસે પરંતુ હંમેશા આવું બનતું નથી. ચંદનના વૃક્ષ સાથે ઝેરી નાગ રહેવા છતાં ચંદનના વૃક્ષને તેની અસર થતી નથી, તેવી જ રીતે કેટલાક સારા મનુષ્ય દુર્જનોના સંપર્કમાં આવવા છતાં તટસ્થ રહી શકે છે.
આ તો થઈ સાચા મિત્રોની વાત. આજે કમ્પ્યુટર - વિજ્ઞાનયુગમાં માનવીનો સાચો મિત્ર કયો? માનવીનો સાચો મિત્ર તે સારા ઉત્તમ પુસ્તકો છે. અંગ્રેજીમાં જાણીતી ઉક્તિ 'A good book is man's friend, Philosopher and guide.' સારુ પુસ્તક માનવીનો મિત્ર જ નહીં પણ તત્વચિંતક અને માર્ગદર્શક બની શકે છે. આ માટે આપણે થોડા એવા દ્રષ્ટાંતો જોઈએ કે જેમાં પુસ્તકોને લીધે વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવ્યું હોય. રસ્કીનના 'Un to the Last' નામના પુસ્તકમાંથી ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા મળી. રશિયન મહાન લેખક લીયો ટોલ્સ્ટોયનું પુસ્તક 'What is to be done?' નો ગુજરાતી અનુવાદ 'ત્યારે કરીશું શું? ના વાંચનથી પ્રેરાઈને દર્શકમાં પ્રકૃતિ પ્રેમ વિકસ્યો, એટલું જ નહીં રાજકારણમાં ન જતાં તેમણે ખાડા ટેકરા વાળી પડતર જમીનમાં આંબા, ચીકુ, નાળિયેરીનાં વૃક્ષો ઉગાડ્યા અને પરિશ્રમની મહતા સિદ્ધ કરી.
આપણે મહાપુરુષોના જીવનમાં ધાર્મિક પુસ્તકોનો કેવો ફાળો છે તે જાણીએ છીએ. આપણામાં પણ કેટલાક સાહિત્યકારોના પુસ્તકો વાંચવાથી જીવનમાં પરિવર્તન આવી શકે છે. ગાંધીજીની આત્મકથા 'સત્યના પ્રયોગો' જેનાથી આપણને જીવનમાં વિનમ્રતા-નિખાલસતાનો પરિચય થાય છે. આવા તો અનેક દ્રષ્ટાંતો સાહિત્યમાંથી મળી શકે. કાકાસાહેબ કાલેલકરના પ્રવાસ વર્ણનના પુસ્તકો વાંચતા આવણે જાણે એકરૂપતા-તન્મયતા અનુભવીએ છીએ.
આમ, માનવીનાં જીવનનો સાચો સાથી એ ઉત્તમ પુસ્તક જ છે. પુસ્તકો કદી દગો કરતા નથી. વળી આપણને સમય મળે ત્યારે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. સારા મિત્રોની જેમ સારા પુસ્તકો માનવીને સુખ દુઃખમાં સાથ આપે છે. મહાન પુરુષોના જીવન દર્શન વાંચવાથી આપણને વિપતીના સમયે માર્ગદર્શન મળી રહે છે. કેટલાક પુસ્તકો આપણામાં રહેલી વહેમ અંધશ્રદ્ધા દૂર કરે છે.
ધૂમકેતુનું વાક્ય 'જો વ્યક્તિ પોતાની દ્રષ્ટિ જ છોડી બીજાની દ્રષ્ટિએ જોઈએ તો જગતના અડધા દુઃખ શાંત થઈ જાય.' આ સોનેરી વાક્ય જો મનુષ્ય પોતાના જીવનમાં ઉતારે તો તેના જીવનમાં કદી દુઃખ રહે જ નહીં.
ભગવદગીતાના બોધને જીવનમાં પચાવનાર મૃત્યુથી કદી ડરશે નહીં. જૈન ધર્મના પુસ્તકો વાંચનાર અહિંસાનો ઉપાસક બનશે. બાઇબલ, કુરાન, રામાયણ, મહાભારત જેવા ધાર્મિક પુસ્તકો માનવીના જીવનમાં જ્ઞાન અને સંસ્કારનું સિંચન કરે છે. જગત અને જીવનને જોવાની દ્રષ્ટિ ઉત્તમ પુસ્તકોથી સમૃદ્ધ બને છે.
એક અંગ્રેજ કવિ રોબર્ટ રુહે એ લખ્યું છે કે 'My never failing friends are they with whom I converse day by day.' ઉત્તમ પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્રો છે. Books are my best friends. મૃત્યુ જેવા દુઃખદ પ્રસંગને પણ કવિ શ્રી નરસિંહ રાવ દિવેટિયાએ મંગલ બનાવ્યું છે. 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' આજે પણ શ્રદ્ધાંજલિ આપતા લાવવામાં આવે છે.
પુસ્તકોને સ્થળકાળનું બંધન હોતું નથી, માનવી પોતાના સમયે શાંતિથી વાંચન કરી શકે છે.

0 ટિપ્પણીઓ