તેનું નામ સંસ્કૃતિ છે!
કનૈયાલાલ મુનશી (ક.મા.મુનશી)
કનૈયાલાલ માણેકલાલ મુનશી નું ઉપનામ ઘનશ્યામ વ્યાસ હતું. ગુજરાતી અસ્મિતા, ગૌરવ અને તેની સંસ્કારિતાનો પ્રત્યેક ગુજરાતીને પરિચય કરાવનાર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી એક ગરવા ગુજરાતી, ઉચ્ચ કોટિના સાહિત્યકાર અને કુશ રાજકારણી હતા. તેમને અનેક સંસ્થાઓ ઊભી કરી તેના દ્વારા રાષ્ટ્ર અને સમાજસેવાના કાર્યો કરનાર ઉત્તમ રાષ્ટ્ર ષુરૂષ હતા.શ્રી ક.મા.મુનશી બહુમુખી પ્રતિભા ધરાવતા હતા.
કનૈયાલાલ મુનશી : જન્મ અને માતા-પિતા
ક.મા.મુનશીનો જન્મ સંસ્કારી ભાર્ગવ બ્રાહ્મણ પરિવારમાં 30 ડિસેમ્બર, 1887ના રોજ ભરૂચ માં થયો હતો. પિતાનું નામ માણેકલાલ અને માતાનું નામ તાપી હતું. શ્રી મુનશી ગુજરાતની અસ્મિતાના મહાન સ્વપ્નદૃષ્ટા, રાષ્ટ્રિય એકતાના ઉદ્દગાતા અને નારી સ્વતંત્રના હિમાયતી હતા.
કનૈયાલાલ મુનશી : અભ્યાસ
સને 1901મા તને મેટ્રિક ની પરિક્ષા પાસ કરી હતી. અને બી. એ. વડોદરા કોલેજમાંથી પાસ થયા હતા. ત્યારબાદ મુંબઈમાં એલ.એલ.બી થયા અને ત્યાંજ વકીલાત શરૂ કરી. સાથે લેખન પણ શરૂ કર્યું.
કનૈયાલાલ મુનશી : નવલકથાઓ અને નાટકો
1914મા એમણે લખેલી "વેરની વસુલાત" પ્રથમ નવલકથા એ ગુજરાતી સાહિત્ય રસિકો ને વશ કરી દીધા હતા. મુનશી ઈતિહાસના પણ સર્જક હતા.
એમણે "પાટણની પ્રભુતા" નામે ઐતિહાસિક નવલકથા લખી અને તેઓ ગુજરાતી સાહિત્ય ગગનમાં તેજસ્વી તારા ની જેમ ઝળહળી ઊઠયા. 1925મા સાહિત્ય પરિષદનું બંધારણ તેમણે ઘડયું. ભારતના રાજ્ય બંધારણના ઘડતરમાં મુનશીનો મહત્વનો ફાળો છે. 1950મા કેન્દ્ર સરકારના અન્ન ખાતાના પ્રધાનપદે રહ્યા હતાં.
વર્ષ 1952મા ઉત્તરપ્રદેશના ગવર્નર તરીકે નિમણૂક થઈ હતી. ભારતીય અસ્મિતાના મૂલ્યોના સંર્વધન માટે તેમણે ભારતીય વિધ્યાભવનની મુંબઈ ખાતે સ્થાપના કરી હતી, જેની શાખાઓ દેશ-વિદેશ સુધી વિસ્તરેલી છે.
વેરની વસુલાત, ગુજરાતનો નાથ, "સ્વપ્નદૃષ્ટા", "પાટણની પ્રભુતા", કૃષ્ણવતાર-ભાગ 1 થી 8 "રાજાધિરાજ", પૃથ્વીવલ્લભ જેવી તેમની નવલકથાઓની સુવાસ સાહિત્યજગતમાં ચોમેર ફેલાઈ હતી. તેમણે કલાપ્રધાન નાટકો અને આત્માચરિત્ર તેમજ વિવેચન ગ્રંથો લખ્યાં છે.
શ્રી મુનશી ગુજરાતમાં તેમજ ગુજરાત બહાર સૌથી વધુ વંચાયેલા ગુજરાતી નવલકથાકાર છે. શેષ જીવનમાં તો તેમણે ધર્મના મર્મને પણ "કૃષ્ણવતાર" જેવી નવલકથા દ્વારા સરસ રીતે અભિવ્યક્ત કરી બતાવ્યો છે.
નવલકથાઓ
- મારી કમલા
- વેરની વસુલાત (1913) (ઘનશ્યામ ઉપનામ હેઠળ)
- પાટણની પ્રભુતા
- ગુજરાતનો નાથ
- રાજાધિરાજ
- પૃથિવીવલ્લભ
- સ્વપ્નદ્રષ્ટા
- લોપામુદ્રા
- જય સોમનાથ
- તપસ્વિની
- કૃષ્ણાવતાર ભાગ 1 થી 8 (અપૂર્ણ)
- કોનો વાંક
- લોમહર્ષિણી
- પ્રતિરોધ
- અવિભક્ત આત્મા
- ભગવાન કૌટિલ્ય
નાટકો
- બ્રહ્મચર્યાશ્રમ
- ડૉ. મધુરિકા
- પૌરાણિક નાટકો
- ધ્રુવસ્વામિની
- છીએ તે જ ઠીક
- કાકાની શશી
અન્ય
- કેટલાક લેખો
- અડધે રસ્તે
- સીધાં ચઢાણ
- મધ્વરણ્ય અને સ્વપ્રસિદ્ધિની શોધમાં
- ભગ્ન પાદુકા
- પુરંદર પરાજય
- બે ખરાબ જણ
- આજ્ઞાંકિત
- સ્નેહસંભ્રમ
- ગુજરાતની કીર્તિગાથા
- શિશુ અને સખી
અવસાન
ગુજરાતના આવા પ્રતિભા સંપન્ન સાક્ષર અને જ્યોતિર્ધર શ્રી મુનશીએ 8 ફેબ્રુઆરી 1971ના રોજ દુનિયામાંથી વિદાય લીધી.
જો તમને કનૈયાલાલ મુનશી વિશેની આ માહિતી પસંદ આવી હોય તો આ માહિતીને તમારા મિત્રો સુધી શેર કરજો, આભાર.

0 ટિપ્પણીઓ