આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે. દેશના આશરે 70% લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ભારતના ખેતરોમાં જુદા -જુદા પાકો ઉગાડવામાં આવે છે. જેમાંના કોઈક પાક ખોરાક માટે તો વળી કોઈક પાક ઉધોગ-ધંધામા કામ આવે છે. ભારતે આઝાદ થયા બાદ ઉધોગ-ધંધામા પણ હરણફાળ ભરી છે. આજે અન્ય વિકસતા દેશોને ભારત ઔદ્યોગિક ટેકનોલોજીમાં માર્ગદર્શન પૂરું પાડી શકે છે.
ભારતની કૃષિ
1) સામાન્ય ખેતી
માત્ર વરસાદ ઉપર આધાર રાખીને થતી ખેતી સામાન્ય અથવા આકાશીય ખેતી કહેવામાં આવે છે.
જુવાર-બાજરી
જુવાર-બાજરી ના પાક ને ઓછા કસવાળી જમીન માફક આવે છે.
જુવાર : મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ તથા તમિલનાડુ મા પાકે છે.
બાજરી : મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, ઉતર પ્રદેશ મા થાય છે. બાજરીનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાન માં થાય છે. બાજરી ના ઉત્પાદનમાં ભારત વિશ્વમા પ્રથમ ક્રમે છે.
મકાઈ
મકાઈનો ઉપયોગ આહાર અને પશુઓના ખોરાક તરીકે પણ થાય છે. મકાઈ નું ઉત્પાદન ઉતરપ્રદેશ, કર્ણાટક, બિહાર, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાં થાય છે.
મગફળી
તે એક તેલીબિયાં છે. મગફળીના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન મોખરે છે. આ સિવાય તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં તેનું ઉત્પાદન થાય છે. મગફળીને પાકવા માટે વધારે વરસાદની જરૂર રહેતી નથી. માત્ર મગફળીમાંથી જ દેશનું 50% ખાધતેલ પ્રાપ્ત થાય છે.
2) સુકી ખેતી
ચોમાસામાં જયાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ જે ખેતી થાય છે, તેને 'સુકી ખેતી' કહેવામાં આવે છે. આવી જમીનમાં ઘંઉનો પાક સારો થાય છે.
3) સિંચાઈની ખેતી
જે જમીનમાં કૂવા, તળાવ, નહેરો વગેરેના આધારે સિંચાઈ કરીને ખેતી થતી હોય તેને સિંચાઈની ખેતી કહેવામાં આવે છે. ભારતમાં 30% જમીનમાં આ પ્રકારની ખેતી થાય છે.
શેરડી
દુનિયામાં સૌથી વધુ શેરડી નું ઉત્પાદન આપણા દેશમાં થાય છે. શેરડીને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. તેનું વાવેતર પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને તમિલનાડુમાં થાય છે.
કપાસ
કપાસનાં પાક ને તૈયાર થતાં 6 થી 8 મહિના લાગે છે. તે પંજાબ, ગુજરાત, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણામાં સૌથી વધુ થાય છે. ઘઉંના ઉત્પાદનમાં પંજાબ મોખરાનું સ્થાન ધરાવે છે. તેને 'ઘઉંનો ભંડાર' કહે છે. ગુજરાત માં ભાલ પ્રદેશમાં થતાં 'ભાલીયા ઘઉં' પ્રખ્યાત છે.
શણ
શણના પાકને તૈયાર થતાં 8 થી 10 મહિના લાગે છે. તેના છોડને પાણીમાં કોહડાવવામા આવે છે. ત્યારબાદ તેમાંથી રેશા છુટા પડે છે. તેનુ ઉત્પાદન અસમ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સામાં થાય છે.
ડાંગર
તે દેશના મોટાભાગના લોકોનો ખોરાક છે. અસમ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ, તમિલનાડુમાં તેનું ઉત્પાદન સારું થાય છે.
૪) બાગાયતી ખેતી
બગીચા ની પદ્ધતિએ સારસંભાળ લઈને થતી ખેતી ને બાગાયતી ખેતી કહેવામાં આવે છે.જેમાં ચા, કોફી, ફળો, નાળિયેર વગેરે નો સમાવેશ થાય છે.
ચા
પર્વતના ઢોળાવો પર જંગલો સાફ કર્યા હોય તેવી જગ્યાએ ચાના બગીચાઓ હોય છે.ચાના મુળમાં થતો પાણીનો ભરાવો ચાના મુળને નુકસાન કરે છે. તેથી તે ઢાળવવાળી જમીન ઉપર થાય છે. અસમમાં ચા નું ઉત્પાદન વધારે થાય છે. ઉપરાંત પશ્ચિમ બંગાળ, કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં તેનું ઉત્પાદન થાય છે. 'ચાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે.'
ઉધોગો
એવું કાર્ય જેમાં કાચામાલનો ઉપયોગ કરીને જુદી જુદી વસ્તુઓ બનાવવામાં આવે તેને 'ઉધોગ' કહે છે. મૂડી રોકણ, શ્રમિકોની સંખ્યા અને ઉત્પાદન ના પ્રમાણના આધારે ઉધોગના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે.
૧) કુટિર ઉદ્યોગ (ગૃહ ઉદ્યોગ)
જે ઉદ્યોગમાં લોકો પોતાના ઘરમાં હાથેથી વસ્તુઓ બનાવે જેમાં મુડીરોકાણ ઓછું હોય જેમકે પાપડ, અગરબત્તી, અથાણાં વગેરે આવા ઉધોગ ને કુટિર ઉધોગ કહે છે.
૨) લઘુ ઉદ્યોગ
જેમાં એક કારખાનું હોય, થોડા યંત્રો, વધારે મજુરો હોય, જેનું મુડીરોકાણ કુટિર ઉધોગ કરતાં વધુ હોય તેને લઘુ ઉદ્યોગ કહેવામાં આવે છે. જેમાં રમકડાં, ટીવી, પ્લાસ્ટિક ની વસ્તુઓ વગેરે બનાવવામાં આવે છે.
૩) ભારે ઉધોગ
જેમાં મોટા-મોટા કારખાના હોય, મોટા યંત્ર, હજારોની સખ્યામાં મજુરો કામ કરતા હોય અને સૌથી વધુ મુડીરોકાણ હોય તેને ભારે ઉધોગ કહે છે. જેમાં સિમેન્ટ, મોટર બનાવવામાં આવે છે.
સુતરાઉ કાપડનો ઉધોગ
ભારત અમદાવાદ, સુરત, મુંબઈ, કોઈમ્બતુર શહેરમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસ્યો છે. ઈ. સ. 1818મા ફોર્ટ ગ્લોસ્ટ (કોલકાતા) મા પહેલી સુતરાઉ કાપડની મીલ શરૂ થઈ હતી.
ઊની કાપડ ઉદ્યોગ
ઊની કાપડ ઉદ્યોગ પંજાબ (લુધિયાણા), મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણામાં વિકાસ પામ્યો છે.
ખાંડ ઉદ્યોગ
શેરડીના રસમાથી ખાંડ બનાવવામાં આવે છે. ખાંડના કારખાના ઉતરપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં આવેલા છે.
સિમેન્ટ ઉદ્યોગ
કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, મધ્યપ્રદેશમાં આવેલા છે.
કાગળ ઉદ્યોગ
ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉતરપ્રદેશ, પશ્ચિમ બંગાળમા કાગળ બનાવવાની મીલો આવેલી છે.
- મધ્યપ્રદેશના નેપાનગરમા વર્તમાનપત્રોમાં વપરાતો કાગળ બને છે.
- હોશંગાબાદ અને દેવાસમા ચલણી નોટો બનાવવાનો કાગળ બને છે.
શણ પોલાદ
શણના રેસા માથી શણિયુ કાપડ, શણના કોથળા, કંતાન વગેરે બને છે.
પેટ્રોકેમિકલ્સ ઉધોગ
પૃથ્વીના પેટાળમાંથી ખનીજ તેલ મળે છે. તેમા ભળેલા પદાર્થો શુદ્ધ કરીનેે તેમાંથી કેરોસીન, ડિઝલ, પેટ્રોલ, ડામર વગેરે જુદા પાડવામાં આવે છે. વડોદરા, જામનગર, મુંબઈ, વિશાખાપટ્ટનમ, ચેન્નઈ વગેરે શહેરોમાં ખનીજતેલ શુદ્ધ કરવાની રીફાઇનરી આવેલી છે.
રંગ રસાયણનો ઉધોગ પેટ્રોકેમિકલ્સ ઉધોગ ને આભારી છે. વિવિધ રસાયણો, સોડાઅશ, પૈટ્રોરસાયણ વગેરે પદાર્થો નું ઉત્પાદન રંગરસાયણ અને દવાના ઉધોગ અંતર્ગત થાય છે. રાસાયણિક ખાતર ના કારખાનાકલોલ, વડોદરા, મુંબઈ, ગોરખપુર ખાતે આવેલા છે. જામનગર ખાતે ભારતની સૌથી મોટી ખનીજતેલ શુદ્ધિકરણની રિફાઇનરી આવેલ છે.
પરિવહન
પરિવહન એક તંત્ર છે. જેમાં મુસાફરો અને માલસામાનને એક સ્થાનથી બીજા સ્થાને લાવવા-લઈ જવામાં આવે છે.
પરિવહનના પ્રકાર
પરિવહનના મુખ્ય ત્રણ પ્રકાર છે.
- જમીન માર્ગ
- જળ માર્ગ
- હવાઈ માર્ગે
જમીન માર્ગ
જમીન આધારિત પરિવહનમાં બે પ્રકારનો સમાવેશ થાય છે.
- સડક માર્ગે
- રેલ માર્ગ
- ગુજરાતમાં ત્રણ પ્રકારના રેલમાર્ગ છે.
- (1) બ્રોડગેજ (2) મીટરગેજ (3) નેરોગેજ
- નેરોગેજનો ઉપયોગ પહાડી વિસ્તારમાં વધુ થાય છે.
ગુજરાતમાં રેલ્વેની શરૂઆત 1855 મા ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે થઈ હતી.
હવાઇ માર્ગે
વિમાન જે માર્ગે ઉડે છે તેને હવાઈ માર્ગ કહે છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે.
જળ માર્ગ
ગુજરાતમાં દરિયાકિનારે ઘણા બંદરો આવેલા છે. જેમાં કંડલા બંદર મુખ્ય છે.
રેલ માર્ગ
ભારતીય રેલ સૌથી મહત્વનું પરિવહનનું સાધન છે. ઝડપથી મુસાફરી થાય તે માટે હવે કોલસાને બદલે ડીઝલ અને વીજળીથી ચાલતા એન્જિનનો ઉપયોગ થાય છે. ભારતમાં દિલ્હી અને કોલકાતામાં મેટ્રો ટ્રેન આવેલી છે.
રોપ - વે
પર્વતીય પ્રદેશોમાં જયાં રેલ માર્ગ શકય નથી ત્યાં રોપ-વે શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પાવાગઢ, અંબાજી અને સાપુતારા ખાતે રોપ-વેની સુવિધા છે.
0 ટિપ્પણીઓ