નવરાત્રીની લોકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે નવરાત્રીને હવે ખૂબ ગણતરીના જ દિવસો બાકી છે. જેમ જેમ નવરાત્રી નજીક આવતી જાય છે તેમ તેમ ખેલૈયો ખેલૈયાઓમાં ગરબા રમવાનો ઉત્સાહ વધતો જાય છે.
નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબા રમવા ખૂબ ઉત્સાહમાં હોય છે. તેમજ કેટલાક સિંગરો ગરબા ગાયને ખેલૈયાઓને વધારે ઉત્સાહમાં લાવે છે. ખાસ કરીને ગુજરાતી ગરબાના સિંગર દેશમાં વિવિધ જગ્યાએ તેમજ વિવિધ દેશમાં ગરબા ગાયને લોકોને ઉત્સાહમાં છે અને ગરબા રમવા આતુર બનાવે છે. ગુજરાતના કેટલાક ફેમસ ગરબા સિંગર આ નવરાત્રીમાં કઈ જગ્યાએ પોતે ગરબા ગાયને પોતાનું પફોમન્સ આપશે તે જાણીએ.
નવરાત્રીનું ગુજરાત રાજ્યમાં ખૂબ જ વધારે મહત્વ છે. આ ઉપરાંત ભારત દેશના વિવિધ રાજ્યોમાં પણ નવરાત્રી ખૂબધામ ધૂમથી ઉજવવામાં આવે છે. વિવિધ દેશોમાં રહેતા ગુજરાતીઓ વિદેશમાં પણ નવરાત્રી ખૂબ ધામધૂમથી ઉજવે છે.
કેટલાક લોકો ગરબા રમવા કરતા ગરબા ગાય રહેલા સિંગર ને જોવામાં તેમજ તેમના ગરબા સાંભળવામાં માટે વધારે ઉત્સાહમાં હોય છે. આમ આ ખેલૈયાઓનો ઉત્સાહ બમણો થાય છે. ગરબા ફેમસ સિંગરો પોતે ગરબા ગઈ ખેલૈયાઓનો ઉત્સાહ છે. વધારે વધારશે અને પોતે પણ ગરબા ની તાલે ઝુમશે આ સિંગર નું આ નવરાત્રીમાં પર્ફોમન્સ જાણીએ.
ફાલ્ગુની પાઠક એ ખૂબ જ જાણીતા ગરબા સિંગર છે. જે પોતાના અલગ અંદાજમાં ગરબા ગાયને લોકોને લોકોના દિલ જીતે છે. આ નવરાત્રીમાં ફાલ્ગુની પાઠક પોતાનું પર્ફોમન્સ સ્વ. પ્રમોદ મહાજન, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ચીકુવાડી, બોરીવલી, મુંબઈ માં આપશે અને ખેલૈયાઓનો ઉત્સાહ વધારશે.
કિર્તીદાન ગઢવીએ ગુજરાતના ખૂબ જાણીતા ગરબા સિંગર છે. આ નવરાત્રીમાં કિર્તીદાન ગઢવી એસપી રીંગ રોડ, અમદાવાદમાં ગરબા ગાઈને ખેલૈયાઓનો આ નવરાત્રીમાં ઉત્સાહ વધારશે.
ચાર ચાર બંગડી વાળા ગીત થી ફેમસ થયેલ સિંગર એવા કિંજલ દવે પોતાના ગીતો અને ગરબા કંઈક અલગ અંદાજમાં ગાયને ગુજરાતીઓ તેમજ દેશના અને વિદેશના લોકોના દિલ જીતે છે. વિદેશમાં પણ તેઓ ગરબા ગાયને ધૂમ મચાવે છે. આ નવરાત્રીમાં કિંજલ દવે પોતાનો પર્ફોમન્સ કચ્છી ગ્રાઉન્ડ, બોરીવલી, મુંબઈમાં આપશે.
ગીતા રબારી એ ગુજરાતના ખૂબ જાણીતા સિંગર છે. તે આ નવરાત્રીમાં હોલી ફેમિલી હાઇસ્કુલ મેદાન, મહાકાળી ગુફા માર્ગ, અંધેરી પૂર્વ, મુંબઈમાં આપશે અને ગરબાની ધૂમ મચાવશે.
અલવીરા મીર એ ખૂબ નાની ઉંમરમાં ગરબા ગાયને પ્રચલિત થયેલ સિંગર છે. જે પોતાના અંદાજમાં ગરબા ગાયને લોકોને લોકોમાં ગરબા રમવાનો ઉત્સાહ વધારે છે. આ નવરાત્રિમાં અલવિરા મીર પોતાનો પર્ફોમન્સ જેસીઆર ડ્રાઇવ ઇન સિનેમા, ઢેબા ચોકડી, જામનગર - દ્વારકા, બાયપાસ રોડ, જામનગર ખાતે આપશે.
પાર્થિવ ગોહિલ આ નવરાત્રીમાં પોતાનું પર્ફોમન્સ નસ્કો સેન્ટર, ગોરેગાંવ, મુંબઈમાં આપશે.
રાજેશ આહિર આ નવરાત્રીમાં પોતાનું પર્ફોમન્સ શ્રી ખોડલધામ, અમૃતવાટિકા સર્વોદય સ્કૂલ ની સામે, 80 ફૂટ રોડ, રામધણ પાછળ, મહુડી, રાજકોટમાં આપશે.
વિજય સુવાળા આ નવરાત્રીમાં પોતાનું પર્ફોમન્સ અમેરિકામાં આપશે અને ત્યાં રહેલા ગુજરાતીઓનો નવરાત્રીમાં ઉત્સાહ વધારશે.








0 ટિપ્પણીઓ