રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને આ સ્ટેડિયમનું નવું નામ શું રાખવામાં આવ્યું છે તેના વિશે આર્ટીકલ માં માહિતી મેળવીશું.
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમને હવે નિંરજન શાહ સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. ખંઢેરી સ્ટેડિયમને હવે નિરંજન શાહ નામથી ઓળખાશે. 1987માં પેહલી આંતરરાષ્ટ્રીય વન ડે મેચ લાવવામાં શાહની મુખ્ય ભૂમિકા હતી. ગઈકાલે યોજાયેલ સોરાષ્ટ્ર ક્રિકેટ એસસિયેશન AGMની મિટિંગમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નિરંજન શાહ બે વખત BCCI ના સેક્રેટરી રહી ચૂક્યા છે અને તેમના જ પ્રયત્નોથી આ નવું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. જે લોર્ડ્સના મેદાન જેવું લાગે છે. આ બેઠકમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સંચાલીત આ ક્રિકેટ સ્ટેડીયમનું નવું નામકરણ ‘નિરંજન શાહ’ કરવા નો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે પછીથી રાજકોટનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમ ‘નિરંજન શાહ’ સ્ટેડીયમ તરીકે ઓળખાશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતમાં નિરંજનભાઇ શાહનું પહેલેથી જ મહત્વનું યોગદાન છે. બે દાયકા પહેલા તમામ આંતરરાષ્ટ્રીય મેચ રેસકોર્ષ ના મેદાનમાં રમાતી હતી. 1987માં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રાજકોટ લાવવાનો મુખ્ય શ્રેય નિરંજન શાહને જાય છે.
રેસકોર્ષથી માંડી ખંઢેરી પાસેના ક્રિકેટ સ્ટેડીયમ સુધીની સફરમાં તેઓ મુખ્ય માર્ગદર્શક બન્યા છે. રેસકોર્ષથી માંડીને અત્યારે ખંઢેરી પાસેના ક્રિકેટ સ્ટેડીયમમાં અનેક ક્રિકેટ ના સુપર સ્ટાર સીતારા તૈયાર થયા છે અને હજુ તૈયાર થઇને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ટીમમાં પહોંચી રહ્યા છે. તેઓ માટેની સુવિધામાં નિરંજનભાઇ શાહ સતત પ્રયત્નોમાં વધારો કરતા રહ્યા છે.
છેલ્લા વર્ષોમાં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમે વિજય ની છલાંગ લગાવી છે. બોર્ડ ના મહત્વના નિર્ણય બાદ દેશમાંથી અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ શરૂ થયો છે. નિરંજન શાહે પાંચ દાયકા સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી તરીકે પોતાની અદભુત સેવા આપી છે. તો રાજકોટના ગૌરવની જેમ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડીયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી તરીકે બે વખત સેવા આપી કામ કર્યું છે. તેમની આ ક્રિકેટ જગત ખાતેની સુવર્ણ સફરની યાદી રૂપે પૂરા એસોસિએશન દ્વારા આજે મહત્વનો ગૌરવભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે અને નામકરણનો આ ઠરાવ જાહેર કરાતા પૂરા સૌરાષ્ટ્રના જુદા જુદા ક્રિકેટ એસોસિએશન માં ખુશી નો માહોલ છવાઈ ગયો છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન બોર્ડ દ્વારા નિરંજન શાહને મોટી ભેટ આપી છે.
નિરંજન શાહ કોણ છે?
નિરંજન શાહ બે વખત BCCI ના અધ્યક્ષ રહી ચૂકેલા છે. સૌરાષ્ટ્રને રણજી ટ્રોફી જીતાડવા મહત્વનો હાથ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતમાં ખ્યાતનામ વ્યક્તિ છે. નિરંજન શાહ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી રહી ચૂક્યા છે.
ટેલિગ્રામ માં જોડાવા માટેની લીંક: https://t.me/evigyanclasses


0 ટિપ્પણીઓ