વિદ્યાર્થી માટે ખુશીના સમાચાર ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ડિસેમ્બરમાં વિવિધ પોસ્ટ પર પરિક્ષાનું આયોજન કરેલું હતુ. પરંતુ ડિસેમ્બર મહિનામાં લેવાનારી કુલ 7 પરિક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ પરિક્ષા ટેકનિકલ ખામીને કારણે મોકુફ રાખવામાં આવી છે.
GPSC દ્વારા 7 પરીક્ષાઓ મોકૂફ રાખી
આ પરિક્ષાની નવી તારિખ કઈ છે?
આ મોકુફ રાખવામાં આવેલી પરિક્ષાની નવી તારીખ આગામી દિવસોમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) પર જાહેર કરવામાં આવશે.
મોકુફ રાખાયેલ પરિક્ષા
- અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ - 3
- પ્રિન્સિપાલ/ સુપ્રિટેન્ડન્ટ( હોમિયોપેથી) વર્ગ - 1
- અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ - 3
- નિમ્ન વૈજ્ઞાનિક અધિકારી (ખોરાક) વર્ગ - 1
- ઔષધ નિરક્ષક અધિકારી વર્ગ - 2
- લઘુ ભૂસ્તરશાસ્ત્રીય વર્ગ - 3
- સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ - 3

0 ટિપ્પણીઓ