GSSSB પરીક્ષા ગૌણ સેવાની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, હવે લેવાશે ઓનલાઇન પરીક્ષા

GSSSB Exam: ગૌણ સેવાની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર: ગૌણ સેવા પસંદગી મંડળ: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પરીક્ષા આયોજન કરવામાં આવતું હોય છે. આ પરીક્ષાઓને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી પરીક્ષા અત્યાર સુધી ઓફલાઈન હતી પરંતુ હવે આ પરીક્ષા ઓનલાઈન કોમ્પ્યુટર દ્વારા લેવામાં આવશે. 

GSSSB Exam

GSSSB પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર

  • ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવ્યો મહત્વનું નિર્ણય
  • કમ્પ્યુટર પર લેવાશે ઓનલાઈન પરીક્ષા
  • એક સાથે 15000 ઉમેદવારોની લેવાશે પરીક્ષા
  • TCS કંપનીને સોંપવામાં આવી જવાબદારી

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે પછીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે પછીની પરીક્ષા કોમ્પ્યુટર દ્વારા ઓનલાઇન લેવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કાગળનાં જઈને અટકાવવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર ઓનલાઈન પરીક્ષામાં એક સાથે 15000 ઉમેદવારો પરીક્ષા આપી શકશે. ઉમેદવારી ની સંખ્યા જો વધુ હશે તો ત્રણથી ચાર શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે જેમાં દરેક શિફ્ટમાં 15,000 જેટલા ઉમેદવારો એક સાથે પરીક્ષા આપી શકશે. આ પરીક્ષા ની જવાબદારી ટીસીએસ કંપનીને સોંપવામાં આવી છે. 

ઘણી વખત ઉમેદવાર ની સંખ્યા લાખોમાં હોય છે તેથી બધા જ ઉમેદવારોની ઓનલાઇન પરીક્ષા એક દિવસમાં લેવી શક્ય નથી. એટલા માટે આ પરીક્ષા વિવિધ શિફ્ટમાં આયોજિત કરવામાં આવશે અને દરેક સિફ્ટમાં પેપર અલગ હશે તેવી જાણકારી મળી રહી છે. 

ગૌણ સેવા પસંદગી મંડળ આ નિર્ણયથી પરીક્ષા વધારે સરળ બની શકે છે. જોકે નવી પદ્ધતિથી આયોજન મંડળ નિર્ણય લેવામાં આવ્યો છે તેને લગતી વધુ માહિતી ટૂંક સમય બહાર પાડવામાં આવશે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ