TAT - HS Result 2023: TAT હાયર સેકન્ડરી રીઝલ્ટ: ધોરણ 11 અને 12 માં શિક્ષક બનવા ઇચ્છતા ઉમેદવારો માટે ટાટ હાયર સેકન્ડરી ની પરીક્ષા પાસ કરવી ફરજીયાત હોય છે. ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ ટાટ હાયર સેકન્ડરી મેઈન્સ પરીક્ષાનું પરિણામ 28 નવેમ્બર 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. TAT - HS ની પરીક્ષામાં કુલ 44 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપેલી હતી. ટાટ મેઈન્સ નું રીઝલ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ http://www.sebexam.org પર જાહેર કરવામાં આવ્યું છે.
| આર્ટીકલનું નામ | TAT - HS 2023 રીઝલ્ટ |
|---|---|
| કેટેગરી | રીઝલ્ટ |
| રીઝલ્ટ જાહેર થયાની તારીખ | 28 નવેમ્બર 2023 |
| પોસ્ટનું નામ | શિક્ષક અભિરુચિ કસોટી(હાયર સેકન્ડરી) |
| ઓફિસિયલ વેબસાઈટ | https://www.sebexam.org/ |
TAT - HS Result
હાયર સેકન્ડરી માટે બનવા માંગતા ઉમેદવારોએ ટાટ એચ.એસ ની પરીક્ષા પાસ કરવી ફરજીયાત હોય છે. ગુજરાત સરકાર દ્વારા આ પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આ પરિણામ પરથી હાયર સેકન્ડરી ની સ્કૂલોમાં શિક્ષકની ભરતી કરવામાં આવશે.
શિક્ષકોની ઘટને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય ન બગડે તે માટે સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી પ્રવાસી શિક્ષક દ્વારા અભ્યાસ કાર્યક્રમમાં આવતું હતું. આ પ્રવાસી શિક્ષકની નિમણૂક પરીક્ષા ને આધારે કરવામાં આવતી નહોતી હવે સરકારી સ્કૂલમાં જ્યાં સુધી કાયમી શિક્ષકની ભરતી ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકને બદલે જ્ઞાન સહાયક ની નિમણૂક કરવામાં આવશે. જ્ઞાન સહાયક તરીકે તેવા જ ઉમેદવારો નિમણૂક પામશે કે જેઓ ટાટ હાયર સેકન્ડરી ની પ્રિલિમિનરી તેમજ મેઇન્સ બંને પરીક્ષાઓ સારા ગુણ સાથે પાસ થયેલા હોય. જ્ઞાનસહાયકની ભરતી અંગેની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
TAT હાયર સેકન્ડરી મેઈન્સ રીઝલ્ટ
ટાટા હાયર સેકન્ડરી ની પ્રિલિમિનરી પરીક્ષા કુલ 103867 ઉમેદવારોએ આપી હતી. પ્રિલિમનરી પરીક્ષામાં 70 કે 70 થી વધુ ગુણ ધરાવતા ઉમેદવારો માટે પસંદ કરવામાં આવ્યા હતા. મેઇન્સ આપનારા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 43933 હતી.
TAT હાયર સેકન્ડરી નું રીઝલ્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે. જે રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પરથી ચેક કરી શકાશે.
TAT -HS રીઝલ્ટ કેવી રીતે ચેક કરવું?
- સૌપ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ http://sebexam.org ઓપન કરો.
- ત્યારબાદ વિવિધ રીઝલ્ટો પૈકી ટાટ હાયર સેકન્ડરી રીઝલ્ટ પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારા પરીક્ષાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખો અને ત્યારબાદ સબમીટ પર ક્લિક કરો.
TAT Result Link: http://www.sebexam.org


0 ટિપ્પણીઓ