NUHM મોરબી ભરતી 2023: Morabi NUHM Bharti 2023: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં સ્ટાફ નર્સ ફાર્મસીસ્ટ અને ફિમેલ હેલ્થ વર્કરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા આ ભરતીમાં ઉમેદવારો પોતાની અરજી નિયત સમય મર્યાદામાં કરી શકશે.
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં ભરતી
| આર્ટિકલનું નામ | મોરબી ભરતી 2023 |
|---|---|
| પોસ્ટનું નામ | વિવિધ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 10 ડિસેમ્બર 2023 |
| કુલ જગ્યા | 11 |
| ઓફિસિયલ વેબસાઇટ | https://arogyasathi.gujarat.gov.in |
અગત્યની તારીખ
- આ ભરતીમાં અરજી કરવાની શરૂઆતની તારીખ 4 ડિસેમ્બર 2023 છે.
- આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2023 છે.
પોસ્ટનું નામ
- સ્ટાફ નર્સ
- ફાર્મસીસ્ટ
- ફિમેલ હેલ્થ વર્કર
શૈક્ષણિક લાયકાત અને પગારધોરણ
| પોસ્ટનું નામ | શૈક્ષણિક લાયકાત | પગારધોરણ |
|---|---|---|
| ફાર્માસિસ્ટ | B.Pharm/M.Pharm ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ. | 13,000/- |
| સ્ટાફ નર્સ | બી.એસ.સી નર્સિંગ/જી.એન.એમ. કરેલું હોવું જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજીયાત છે.ઉમેદવારે કમ્યુટર અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. | 13,000/- |
| ફિમેલ હેલ્થ વર્કર | ANM/FHW ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ રજીસ્ટ્રેશન કરાવેલું ફરજીયાત હોવું જોઈએ. ઉમેદવારે કમ્યુટર અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. | 12,500/- |
કુલ જગ્યા અને વયમર્યાદા
| પોસ્ટનું નામ | કુલ જગ્યા | વયમર્યાદા |
|---|---|---|
| ફાર્માસિસ્ટ | 02 | 58 વર્ષ |
| સ્ટાફ નર્સ | 03 | 45 વર્ષ |
| ફિમેલ હેલ્થ વર્કર | 06 | 45 વર્ષ |
પસંદગી પ્રક્રિયા
- આ ભરતીમાં આપેલ પોસ્ટ પર 11 મહિનાના કરારને આધારે તદ્દન હંગામી ધોરણે જગ્યા ભરવામાં આવશે.
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ
- ઉમેદવારની ફક્ત https://arogyasathi.gujarat.gov.in પર આવેલી અરજી સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરિયર, સાદી ટપાલ કે રૂબરૂ દ્વારા મળેલ અરજીઓ સ્વીકારવામાં રહેશે નહિ.
- આરોગ્ય સાથી ઓન લાઇન પોર્ટ્સમાં રજીસ્ટ્રેશન અને લોગીન કરીને ફોર્મ ભરવાનું રહેશે.
- ઉમેદવારોએ તેમના ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
- અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય ગણવામાં આવશે.
- ઉમેદવાર એક કરતા વધારે અરજી કરી શકશે નહીં.
ઓફિસિયલ વેબસાઈટ :
https://arogyasathi.gujarat.gov.in

0 ટિપ્પણીઓ