શ્યામજી કૃષ્ણ વર્મા - શ્યામજી કૃષ્ણ વર્મા વિશે નિબંધ

શ્યામજી કૃષ્ણ વર્મા | શ્યામજી કૃષ્ણ વર્મા નિબંધ | શ્યામજી કૃષ્ણ વર્મા વિશે માહિતી|Syamji Krushna Verma Information In Gujarati

શ્યામજી કૃષ્ણ વર્મા

શ્યામજી કૃષ્ણ વર્મા નો જન્મ 4 ઓક્ટોબર 1857 માં કચ્છ જિલ્લાના માંડવી ખાતે થયો હતો. 

ભારતનો સ્વાતંત્ર્યનો ઈતિહાસ અનેક સ્વાતંત્ર્યવીરોના જીવન ચરિત્રોથી ભરેલો છે. અનેક વીર દેશપ્રેમી સ્વતંત્રતા ખાતર ફાંસીના માટે હસતા હસતા ચડી ગયા છે. જેમણે ભારતની અસ્મિતાનું ગૌરવ નખશિખ જાળવ્યું છે એવાં એક વીર સ્વામીજી કૃષ્ણ વર્મા છે. ઈંગ્લેન્ડની ધરતી પર ભારતની આઝાદી માટે વિચાર આંદોલન ચલાવનાર તેઓ સૌથી પહેલા ગુજરાતી પત્રકાર હતા. 

તેઓનો જન્મ 1857માં કચ્છના માંડવી મુકામે થયો હતો તેના પિતાનું નામ ભૂલા ભણસાળી હતું. 

પાંચ વર્ષે સ્વમજી કૃષ્ણ વર્માએ ગામઠી શાળામાં અભ્યાસ શરૂ કર્યો. મથુરદાસ લવજી નામના કચ્છી સેઠે શ્યામજીના મુખે સંસ્કૃત પાઠ સાંભળીને તેમને મુંબઈની પ્રખ્યાત વિલ્સન હાઈસ્કૂલમાં ભણવા મૂક્યા. દરેક વર્ષમાં વર્ગમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થનાર શ્યામજી વિલ્સન સ્કૂલમાં અંગ્રેજીના અભ્યાસ સાથે સંસ્કૃત નો પણ અભ્યાસ કરતા હતા. ત્યારબાદ એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે જોડાયા. 

ઈ.સ.1874 માં મુંબઈ ખાતે દયાનંદ સરસ્વતીની મુલાકાત થતા તેમની શિક્ષા-દીક્ષાથી શ્યામજીમાં ક્રાંતિના બીજ રોપાયા. દયાનંદ સરસ્વતીએ આપણી સંસ્કૃતિનો પરિચય કરાવવાની સલાહ આપી. આ સમય દરમિયાન આર્ય સમાજના પ્રચાર માટે શ્યામજી કૃષ્ણ વર્માએ લાહોર, બનારસ, મુંબઈ, અમદાવાદ, સુરત, નાસિક વગેરે જગ્યાએ સભાઓ ભરીને પ્રવચનો આપ્યાં. 

શ્યામજી કૃષ્ણ વર્મા ઈ.સ.1879 માં ઇંગ્લેન્ડ ગયા હતા. શ્યામજી કૃષ્ણ વર્માએ અત્યંત કષ્ટ વેઠીને જ્ઞાનની ઉપાસના શરૂ કરી. લેખન-વાંચનમાં સમય પસાર કરવા લાગ્યા. ઓક્સફર્ડની બેલિયન કોલેજમાં તે સંસ્કૃત શીખવવા લાગ્યા. ચાર વર્ષ બાદ તેઓ બેરિસ્ટરની પદવી લઈ સ્વદેશ પરત આવ્યા. 

  • રતલામ ના રાજવીએ તેમને દિવાન બનાવ્યા જ્યાં તેઓએ દસ વર્ષ પર્યંત કામ કર્યું. 
  • ઉદેપુર ના રાજમા સલાહકાર તરીકે નિમાયા. 
  • જુનાગઢના દિવાન બન્યા. 

આ દરમિયાન અંગ્રેજોની હુકુમત અને ભારતની ગુલામી વિશે ખૂબ મનોમંથન કર્યું. ભારતને ગુલામીમાંથી મુક્ત કરવા કંઈક કરવું જોઈએ માટે તેઓ કટિબંધ થયા. તેઓ લોકમાન્ય તિલકની સલાહથી લંડન વસ્યા. જ્યાં તેઓએ ઈંગ્લેન્ડમાં વસતા હિન્દી અને પોતાના વિચારોની આપ-લે કરવા બોલાવ્યા. અહીં આતદીની ચિનગારી જ્વલન કરી અને 1905 માં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' નામની સંસ્થાની સ્થાપના કરીને પ્રમુખ બન્યા. આઝાદીના વિચારો ફેલાવવા તેમણે 'ઈન્ડિયન સોશ્યોલોજિસ્ટ' નામનું અખબાર શરૂ કર્યું. યુરોપમાં આ પ્રથમ અખબાર હતું. આ દરમિયાન ઈંગ્લેન્ડમાં ભણતાં વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ જાહેર કરી. રાણા પ્રતાપ, શિવાજી અને અર્જુન શિષ્યવૃત્તિ એવાં નામ આપ્યાં. 

શ્યામજીના લંડન સ્થિત મકાનમાં સ્વાતંત્ર્ય માટે પ્રવૃત્તિઓ ચાલતી અને મકાનનું નામ 'ભારત ભવન' રાખ્યું. આ સમય દરમિયાન તેઓને દેશભક્તિને રંગે રંગાયેલા ગુજરાતી સરદારસિંહ રાણાનો સાથ મળ્યો. બન્નેએ સાથે મળી ઈન્ડિયા હાઉસમાં એક દિવસની ઉજવણી કરી, જેમાં વીર સાવરકર, અય્યર, સરદારસિંહ રાણા અને શ્યામજી તેમજ ભારતીય નાગરિકો, વિદ્યાર્થીઓ ભેગા મળી "આપણે આઝાદીના જંગની પ્રતિજ્ઞા લઈએ" એવો પડકાર સૌએ ઝીલી લીધો. 

ઈ.સ. 1909 બાદ ઈંગ્લેન્ડમાં શ્યામજી પર દબાણ વધતાં તેઓ પેરિસ ચાલ્યા ગયા. પેરિસમાં સરદારસિંહ રાણા અને ભીખાભાઈજી કામના સહયોગથી 'વંદે માતરમ્' તથા 'ઇન્ડિયન સોસીયોલોજીસ્ટર' નામના મુખ પત્રો શરૂ કર્યા. 

શ્યામજી કૃષ્ણ વર્માએ 'સ્વાધીન હિન્દુસ્તાન' માટે જે વૈચારિક સંઘર્ષ વિદેશની ધરતી પરથી આરંભ્યો. તેઓની અંતિમ ક્રિયા પણ વિદેશમાં જ થઈ હતી. આમ તેમણે તેમના અસ્થિનું માતૃભૂમિમાં વિસર્જિત થાય તો એમને મુક્તિ મળશે એ સ્વપ્ન સાથે સ્વર્ગે પ્રયાણ કર્યું. ભારતે 1947 થી સ્વતંત્રતા મેળવી, પરંતુ તેમના અંતિમ સ્વપ્નને પૂરું કરવાની કોઈએ દરકાર કરી નહીં. 

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2003 માં સ્વયં સ્વિત્ઝર્લેન્ડથી તેમના અને તેમની પત્નીના અસ્થિ દેશમાં લાવી તેમના અંતિમ સ્વપ્નને સાકાર કર્યું. 

મોદીને શ્યામજી વર્મા જીવનની સ્મૃતિ દેશ-વિદેશના લોકો સુધી પહોંચાડી શકાય તેમજ મહાન ક્રાંતિકારી વિશે લોકોને પ્રેરિત કરવા ક્રાંતિ તીર્થનો વિચાર આવ્યો અને ચાર ઓક્ટોબર 2009 ના રોજ મુખ્યમંત્રીએ સ્મૃતિ તીર્થનો પાયાનો પથ્થર મૂક્યો અને 13 ડિસેમ્બર 2010 ના રોજ ભૂમિપૂજન કરી અને શ્યામજી કૃષ્ણ વર્માનું જીવન અને સમય પુનઃજીવિત કર્યું. આમ, ક્રાંતિ તીર્થ એ સ્વતંત્રતા સંગ્રામના અનેક મહાપુરુષોને શ્રદ્ધાંજલિ આપતું સ્મૃતિ સ્થળ બની ગયું. ઇન્ડિયા હાઉસ કે જે ભારત સ્વતંત્રતા સંગ્રામ નું પ્રતીક સમૂહ છે તેને ક્રાંતિ તીર્થ સ્વરૂપે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું. 

31 માર્ચ 1931ના દિવસે  જલાયતન (ભારત પાછા ન ફરનાર) જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ભારત માતાની આઝાદી કાજે લડનાર ગુજરાતી ક્રાંતિ નાયક શ્યામજી કૃષ્ણ વર્મા એ સદા માટે વિદાય લીધી. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ