પંડિત ઓમકારનાથ ઠાકોર - Pandit Omakarnath Thakur

પંડિત ઓમકારનાથ ઠાકોર | પંડિત ઓમકારનાથ ઠાકોર વિશે માહિતી |Pandit Omakarnath Thakur

પંડિત ઓમકારનાથ ઠાકુર

પંડિત ઓમકારનાથ ઠાકુર

પંડિત ઓમકારનાથ ઠાકોર નો જન્મ 24 જૂન 1897 ના રોજ જહાજ આણંદ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ ગૌરીશંકર ઠાકોર અને તેમના માતાનું નામ ઝવેરાબા હતું. પિતા વડોદરા રાજ્યની નોકરીમાં હતા. 

ગુજરાતની ભૂમિના અનેક રત્નો પૈકીનું એક સંગીત ક્ષેત્રનું અદભુત રત્ન એટલે પંડિત ઓમકારનાથ ઠાકુર. તેમના કંઠમાં બુલંદી અને મધુરતાનો અજબ સમન્વય હતો. 

માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ ભારતના મહાન સંગીત રત્નોમાં એમની ગણના થાય છે. 

પંડિત ઓમકારનાથની સંગીત પ્રત્યેની શ્રદ્ધાના નાનપણથી જ દેખાઈ આવતી હતી. શાળામાં તેઓ કાવ્યગાન કરતા ત્યારે સૌ મંત્રમુગ્ધ બની જતા. તેમનો અવાજ ખૂબ મધુર હતો. સંગીત પ્રત્યેની રુચિને કારણે ક્યાંય સંગીત કાર્યક્રમ હોય તો તેઓ ત્યાં પહોંચી જતાં. ઓમકારનાથજી ને સંગીતનું યોગ્ય શિક્ષણ લેવાની ખૂબ જ તમન્ના હતી. ઓમકારનાથ પંડિત વિષ્ણુ દિગંબર પાસે સંગીતનું શિક્ષણ લેવા મુંબઈ ગયાં. પંડિત વિષ્ણુ દિગંબર મહાન સંગીતકાર હોવાથી તેમની પ્રસિદ્ધિ ખૂબ હતી. એમની પાસે ઓમકારનાથનું ઘડતર થયું. 

સમય સમયની રીતે પસાર થતો ગયો. યુવાન પંડિત ઓમકારનાથ ઈ.સ. 1961 માં લાહોર આવ્યા, જ્યાં તેઓ ગાંધર્વ વિદ્યાલયના આચાર્ય પદે રહ્યા. ધીરે ધીરે તેમનું મન સાધના તરફ વળ્યું. નર્મદા કાંઠે તેમણે સાધના પણ કરી. ભરૂચમાં તેમણે સંગીતની સંસ્થા શરૂ કરી. નેપાળના મહારાજા નો સંગીત પ્રેમ જોઈ તેઓ નેપાળ ગયા. ત્યાં તેમણે દરબારમાં અનેક સંગીત કાર્યક્રમો કર્યા. ઓમકારનાથ હવે ખ્યાતના સંગીતકાર બની ગયા હતા. દેશ વિદેશમાં જ્યાં જ્યાં સંગીત સંમેલનો થાય ત્યાં તેઓને નિમંત્રણ મળતા. તેઓએ આ કાર્યક્રમમાં સંગીત ઉપરાંત ભારતીય સંસ્કૃતિ વિષયક પ્રવચનો પણ કર્યાં હતા. તેમણે કાલીદાસકૃત મેઘદૂત અને શાકુ્ન્તલ ના ભાષાંતર કરેલા છે. સંગીતાજલી નામનું સંગીત શાસ્ત્ર ઉપર છ ભાગમાં એક સંશોધનાત્મક પુસ્તક લખ્યું છે. આ ઉપરાંત પ્રણવભારતી તેમનું વિદ્વતાપૂર્ણ ગ્રંથ છે. 

સન્માન

  • ઈ.સ. 1955 માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. 
  • નેપાળના મહારાજા તરફથી સંગીત મહોદય સન્માન મળ્યું હતું. 
  • કાશીના વિશ્વ મહાવિદ્યાલય તરફથી સંગીત સમ્રાટની પદવીઓ દ્વારા માન સન્માન કરાયું. 
  • 1943 માં ગુજરાત સાહિત્ય સભા તરફથી રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. 
  • 1963 માં હિન્દુ વિશ્વવિદ્યાલય વારાણસી તરફથી તેમને ડો. ઓફ લેટર્સની પદવી પ્રાપ્ત થઈ. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ