અકસ્માત | અકસ્માત પર નિબંધ | અકસ્માત ગુજરાતી નિબંધ | Accident | Accident Essay
અકસ્માત
રોજિંદા જીવનમાં નાના મોટા અકસ્માતો થયા કરે છે. ઘરને આગ લાગવી, મકાન તૂટી પડવું, વંટોડીયા થી છાપરું ઉડી જવું, માટી ખોદી રહેલા લોકો પર ભેખડ ધસી પડવી, મકાનનું ધાબુ તૂટી પડવું, વાહન અકસ્માત થવો, પતંગની દોરીથી રાહદારીના ગળાની નસ કપાઈ જવી, ઉત્તરાયણમાં ધાબા પરથી નીચે પટકાઈ જવું, વીજળીનો આંચકો લાગવો, બસનું ઊંડી ખાઈમાં પડી જવું, ટ્રેક્ટર ઊંધું વળી જવું, કારીગરનો હાથ યંત્રમાં આવી જવું, સ્ટવની ટાંકી ફાટવાની લીધે દાજી જવું, ગેસનો બાટલો ફાટતાં આગ લાગવી, કેળાની છાલ પરથી પગલા પસ્તા કે દોડતા ઢોરને અડફેટમાં આવી જતા હાડકા ભાંગી જવા, રેલગાડી ના ડબ્બા ખડી પડતાં, વિમાન તૂટી પડતા કે કોઈ સ્થળે અચાનક બોમ્બ ફાટતાં ભારે જાનહાની થવી વગેરે અનેક પ્રકારના અકસ્માતો રોજ બરોજ નોંધાતા રહે છે.
આમ, ઘણીવાર લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. આપણે ક્યારેક પોતાની તો કેટલીક વાર બીજી કોઈ વ્યક્તિની બેદરકારીને લીધે અકસ્માતનો ભોગ બનીએ છીએ. વાવાઝોડું ફૂંકાય, વીજળી ત્રાટકે, દિવાલ ધસી પડે, નદીમાં વિનાશક પૂર આવે કે ધરતીકંપ થાય ત્યારે ઘણા લોકો મૃત્યુ પામે છે. કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ થાય છે તો કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે, આવા કુદરતી અકસ્માતો ને નિવારવાનું મનુષ્યના હાથમાં નથી, પરંતુ આપણી બેદરકારીને લીધે થતા અકસ્માતો ને આપણે થોડી કાળજી દાખવી ને જરૂર નિવારી શકીએ.
જેમ કે આપણે કેળું ખાઈને તેની છાલ રસ્તા પર ન નાખીયે તેમજ સળગતી બીડીને કે દીવાસળીને ઓલવીને જ ફેંકીયે, માર્ગ પર વાહન હંકારથી વ્યક્તિઓ થોડી કાળજી રાખે તો મોટાભાગના માર્ગ અકસ્માતો ને ટાળી શકાય. વાહનો બેફામ ગતિએ ચલાવવામાં ન આવે, વાહન ચાલક નસો કરીને વહન ન ચલાવે અને તે ટ્રાફિક ના નિયમોનું ચુસ્તપણે પાલન કરે તો વાહન અકસ્માતો ની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થઈ શકે.
ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું-જેવી કુદરતી આફતો વિમાન તૂટી પડે ટ્રેન પાટા પરથી ખડી પડે કે નદીમાં ખાપકી પડે-જેવા અકસ્માતો વખતે હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાય છે.... અકસ્માતાનો ભોગ બનેલી વ્યક્તિના સ્વજનોની રોકકળ આપણું હૈયું વલોવી નાખે છે. અકસ્માત થી ઘવાયેલા લોકોને બચાવવા માટે પોલીસ, ડોક્ટરો, નર્સો અને જાગ્રત નાગરિકો તરત જ કામે લાગી જાય છે. અકસ્માત થાય છે ત્યારે ઘણા માનવીઓની માનવતા જાગી ઊઠે છે. તેઓ તાત્કાલિક સારવાર અપાવવા તેમજ બચાવ કાર્ય કરવા માટે દોડી જાય છે.
માનવી થી સર્જાતા અકસ્માતો ને નિવારવા માટે આપણે આપણાથી બનતા પ્રયત્નો જરૂર કરવા જોઈએ. આપણે કુદરતી આપત્તિ પાસે લાચાર છીએ તેમ છતાં કુદરતી રીતે થતા અકસ્માતો કે આપત્તિઓ ઓછા કરવા માટે પાણી પહેલાં પાળ બાંધી શકાય : જેમ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ને ચુસ્ત રાખવામાં આવે, લોકોને સમય સમયે તાલીમ આપવામાં આવે, ટેલીફોન જેવી સગવડો ગામેગામ ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો અગમચેતીના પગલાથી કુદરતી આપત્તિને ઘણા અંશે ઓછી કરી શકાય.
મનુષ્યનું જીવન અતિ કિંમતી છે. આપણે આપણા જીવનનું અને બીજા લોકોના જીવનનું મૂલ્ય સમજીએ. કોઈનો પણ જીવનદીપ અકાળે બુઝાઈ ન જાય તે માટે આપણે સૌ પૂરેપૂરા સજાગ અને સભાન રહીએ. આપણે અકસ્માતો ને ટાળવાનો હંમેશા પ્રયત્ન કરીએ.

0 ટિપ્પણીઓ