ત્સુનામી વિશે માહિતી - Tsunami

ત્સુનામી વિશે માહિતી | ત્સુનામી વિશે ટુંકમાં માહિતી | ત્સુનામી વિશે ગુજરાતીમાં માહિતી

ત્સુનામી

ત્સુનામી - Tsunami

'ત્સુ' એટલે બંદર અને 'નામી' એટલે મોજાં. સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં 7ની તીવ્રતાથી વધારે તીવ્રતાવાળો ભૂકંપ અવવાથી અથવા સમુદ્રી જ્વાળામુખી ફાટવાથી કે સમુદ્રીય ભૂસ્ખલન થવાથી સમુદ્ર કે મહાસાગરની સપાટી પર ખૂબ વિશાળ કદનાં, શક્તિશાળી અને અસાધરાણ લંબાઈનાં વિનાશક મોજાં ઉત્પન્ન થાય છે. તેને 'ત્સુનામી' કહેવાય છે.

જ્યારે ભૂકંપ આવે છે ત્યારે નદી કે સમુદ્રના મોજાં એકદમ ઊંચે સુધી ઉછળવા લાગે છે. નદી કે સમુદ્રનું પાણી આસપાસના વિસ્તારોમાં ખૂબ ઝડપથી ફરી વળે છે. અને તેથી કિનારાના જાન માલને ખૂબ જ મોટું નુકસાન થાય છે. ત્સુનામીથી સમુદ્રમાં રહેલી બોટોને પણ ગંભીર નુકસાન થાય છે. નદી કે સમુદ્રમાં જ્યારે ત્સુનામી ઉદભવે છે ત્યારે તેના કિનારે રહેલી માનવવસ્તી, ઢોરઢાંખર, મકાનો અને અન્ય માલ મિલકતને ભારે નુકસાન થાય છે. આવી પરિસ્થિતિમાં જ્યારે ત્સુનામી પેદા થાય છે. 

ત્યારે તેમાંથી બચવા માટેના ઉપાયો નીચે મુજબ યોજવા જોઈએ. 

ત્સુનામીના ખતરાથી બચવાના ઉપાયો

  • ત્સુનામી અંગે પ્રજાએ ટીવી કે રેડિયો દ્વારા જાણકારી અને સૂચનો મેળવતા રહેવું જોઈએ. 
  • ભૂકંપ થાય ત્યારે દરિયાની નજીક જઈ તેને જોવાનો મોહ ન રાખવો જોઈએ. 
  • દરિયા કિનારે વોર્નિંગ આપી શકાય છે. 
  • અમેરિકામાં (સેસ્મિક સી વેવ્સ વોર્નિંગ સિસ્ટમ) નામના સાધન દ્વારા સુનામીની આગાહી કરવામાં આવે છે. 
  • ત્સુનામીના મોજાં નદીના મુખમાં પ્રવેશીને નદી કિનારે વિનાશ સર્જી શકે છે. આથી ત્સુનામીની શક્યતા દેખાય કે તરત જ આવા સ્થળોથી દૂર ચાલ્યા જવું જોઈએ. 
  • ભૂકંપ આવે કે સત્તાવાર એજન્સી દ્વારા તેની માહિતી આપવામાં આવે ત્યારે તરત દરિયાથી દૂર ચાલ્યા જવું જોઈએ. 

આમ, સાવચેત રહેવાથી ત્સુનામીથી જાનમાલની થતી મોટી નુકસાનીથી બચી શકાય છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ