દીકરી, ઘરની દીવડી પર નિબંધ Daughter Essay in Gujarati

દીકરી, ઘરની દીવડી પર નિબંધ Daughter Essay in Gujarati or Dikri Ghar Ni Divdi Guajrati Nibandh

દિકરી ઘરની દિવડી

દીકરી, ઘરની દીવડી પર નિબંધ Daughter Essay in Gujarati

"જો આપણે દરેક યુગમાં, રામ જોઈતા હોય, તો પ્રત્યેક યુગમાં કૌશલ્યા ને બનાવવી પડશે. આ મુજબના વિચારને એક સાહિત્યકારે રજૂ કર્યો, તેની યથાર્થતા યુગો સુધી એમની એમ જ રહેશે. આનો સીધો અર્થ એ છે કે ગુણવંત માતા જ ગુણવંત બાળકને જાણી શકે છે! બાળકના સંસ્કારના સીધે સીધા જવાબદાર, સૌપ્રથમ તેના મા-બાપ છે. તે પછી, આસપાસના લોકો, સમાજ, શાળા વગેરે પરિબળો તેના ચણતર અને ઘડતરમાં અગત્યનો ફાળો આપે છે. 

દીકરો શું સંસ્કાર હોય તો તે કુળ-દીપક બની શકે છે અને તેથી વધારે આગળ વધીને બે દીપક બની શકે છે. એવી જ રીતે દીકરી તેના સંસ્કારના અને કુળના પ્રતાપે ઘરની દીવડી બની શકે છે. દીકરીનો અવતાર એટલે એક ભવમાં બબ્બે ભૂમિકા! લગ્ન પહેલાં, પિતાના ઘરને ઉજાળે અને લગ્ન પછી તેના પતિના ઘરને ઉજાળે. 

બદલાતા સંજોગોમાં અને વધતી જરૂરિયાતોના યુગમાં - સમાજમાં દહેજ ની બધી બદતર બનતી જાય છે. સામાજિક સભાનતા, સામાજિક સંસ્થાઓની કાર્યશૈલી - જેવાં પરિબળો હોવા છતાં, દહેજ પ્રથા નાબૂદતો થવાનું નામ જ નથી લેતી, પરંતુ તેમાં ઉતરોતર વધારો થતો રહ્યો છે. છોકરી અને તેમના કુટુંબની લાગણીનો ખ્યાલ રાખ્યા વગર, છોકરા પક્ષ તરફથી માંગણીઓનું લિસ્ટ લંબાતું જાય છે, અને લગ્ન તેમજ લગ્નેતરનો બોજો સતત ને સખત વધતો જાય છે. 

ભલું થજો, શિક્ષણના ફેલાવાનું. છોકરીઓને આજના સમયમાં, જેને જેટલું ભણવું હોય, તેને તેટલું ભણાવવાની - જુના દિવસોમાં પાબંધી હતી તેવી - કોઈ પાવતી રહી નથી. ઉચ્ચ અભ્યાસ તેમજ વધતી જતી જાગૃતતા ના પરિણામે, દહેજની માંગણીને દહેજના દૂષણનો વિરોધ કરી શકનારી કન્યાઓની સંખ્યા વધતી જાય છે. HEALTHY સમાજ માટેની આ એક સારી નિશાની છે. ઘરની દીવડી બનીને દહેજના દુષણને ડામવાની હામ રાખનારી આવી કન્યાઓને અભિનંદન આપીએ તેટલા ઓછા. 

સમાજમાં અમુક ઘર કરી ગયેલી અંતશ શ્રદ્ધાના પરિણામે કહેવાતા સભ્ય સમાજમાં આજે પણ ઘરમાં છોકરાની અપેક્ષા છોકરી કરતાં વિશેષ રહેલી છે. નવદંપતીને ત્યાં, પહેલું બાળક પુત્ર જ હોવો જોઈએ એવી ઈચ્છા કોણ નથી રાખતું? સરકારના, સમાજના, ધર્મગુરુઓના દરેકના પ્રયાસો છતાં, પુત્ર જન્મની લાલસા ઓછી નથી થઈ. પુત્રીના જન્મની ઉજવણી, પુત્ર જન્મની ઉજવણી જેટલી ઝમકદારને દમદાર, ભાગ્યે જ કોઈ કરે છે. 

આ દુષણ સામાજિક મોભામાં અટવાયેલો રહેતાં, સમાજમાં ગણતરી થાય એવી અપેક્ષાવાળા - ઘણાં કુટુંબમાં ઘૂંટાતું રહ્યું છે. પુત્ર અગ્નિદાહ આપે આવો દુરાગ્રહ રાખનારા માટે પણ, માત્ર પુત્રીનાં બાપ બનવું, એ દૂર્ભાગ્ય મનાય છે, અને મનાતું રહ્યું છે! અહીં પણ, અભ્યાસ અને આત્મબળ વાળી માતાઓ આગળ આવીને, આ પ્રકારની એક તરફી લાગણીને માંગણી નો વિરોધ કરતા થયા છે. દીકરા - દીકરીમાં કોઈ ભેદ નથી - એમ માનતા થઈ જનારા ની સંખ્યા પણ વધતી જાય છે. ભ્રૂણહત્યા વિરોધી કાયદો બનાવીને સરકારે સમાન સમાજની રચના તરફ અગત્યનું કદમ ઉઠાવ્યું છે. લિંગ ઓળખ વિરોધી કાયદો પણ બનાવ્યો છે, જે અંતર્ગત ગર્ભમાં રહેલ બાળક એક છોકરો કે છોકરી - એનું પરીક્ષણ કરવાની બંધી છે. દીકરીને જન્મથી જ અટકાવવા, ભ્રુણહત્યા થતી હતી, તે પણ બંધ થઈ ગઈ છે. 

દીકરીને જન્મ આપીને, દીકરાને જે હક અપાયેલા છે, તે દરેક હક દીકરીને પણ કાયદાકીય રીતે આપવામાં આવ્યા છે. આનો લાભ, ગામડા અને શહેરમાં રહેતી બધી દીકરીને મળે છે. ઘણાં રાજ્યોની સરકારે, કન્યા શિક્ષણ મફત બન્યું છે. નોકરી, વ્યવસ્થામાં પણ દીકરીઓ માટે ચોક્કસ અનામતની જોગવાઈ થાય છે. દીકરી ઉચ્ચ અભ્યાસ કરીને પોતાના મનપસંદ ફિલ્ડમાં કામ કરી શકે છે. 

આજની દીકરી દરેક ક્ષેત્રમાં પાયાની ભૂમિકાથી લઈને ઉચ્ચતમ પદવી પર કામ કરીને એ પણ શોભાવતી થઈ છે. બેન્ક ક્ષેત્ર, વીમાક્ષેત્ર, પરિવહન, પરિવહન ક્ષેત્ર, હોટેલ ક્ષેત્ર કે અન્ય કોઈ પણ ક્ષેત્ર આપણે જોઈએ - આ દરેક ઠેકાણે બહેનો સારું કામ કરે છે, સૌથી ઉચ્ચ-પદ પર બેસીને તેવા પદની સ્વભાવ વધારી છે! ઇન્દિરા ગાંધી જેવા સશક્ત અને નીડર નેતા આપણા દેશમાં થયા, જેમણે દેશની ઓળખ દુનિયાને આપી! 

એવી જ રીતે, ઓલમ્પિકની રમતો હોય, અવકાશ-યાત્રામાં જનારાની યાદી હોય, વિજ્ઞાન-ક્ષેત્રમાં કોઈ અવનવી શોધનું કાર્યક્ષેત્ર હોય - કોઈપણ ક્ષેત્રમાં આવેલ રહેનારાની યાદી તપાસીએ તો, તેવી યાદીમાં પણ કોઈને કોઈ દીકરીનો સમાવેશ અચૂક હોવાનો જ! આ સત્ય, આપણાં આજના ઉજળા સમાજનું પ્રતિબિંબ છે. આ ઉજાસ - 'દીકરી એ દીવડી' ને એટલી જ આભારી છે. 

અંતમાં, આપણે એક કદી ન ભૂલવું જોઈએ કે "જે સમાજમાં સ્ત્રીના સન્માનની કિંમત નથી હોતી, તેનો નાશ નક્કી જ છે." એવો સમાજ અંધકારમય થશે - 'દીકરી વિનાના દીવડાની જેમ.' 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ