પાણી બચાવો – પ્રાણી બચાવો પર નિબંધ Save Water Save Life Essay in Gujarati OR Pani Bachavo Prani Bachavo Gujarati Nibandh
પાણી બચાવો – પ્રાણી બચાવો પર નિબંધ
જીવનની પ્રાથમિક આવશ્યકતા હવા અને પાણી છે. આ બંને વસ્તુ કુદરતે અખૂટ પ્રમાણમાં તેમજ કોઈપણ પ્રકારના વિનિમય વગર, સૌ કોઈને મળી રહે તેવી રીતે આપેલી છે. પાણીનો વપરાશ કર્યા પછી પણ પૃથ્વી પરનો પાણીનો જથ્થો ઓછો થતો નથી, કારણ કે કુદરતે નવા પાણીની વ્યવસ્થા માટે વરસાદ વરસાવવાનું ઋતુચક્ર પણ સજર્યુ રહ્યું છે!
પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, તેથી દિવસ-રાત થાય અને પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિક્રમા કરે છે, તેથી ઋતુઓ બદલાય - આ સરળ અને સત્ય ઘટનાક્રમ ની જાણકારી આપણને અભ્યાસના પ્રાથમિક તબક્કામાં જાણવા મળી છે. ચોમાસામાં પ્રમાણસર વરસાદ પડે, તો વર્ષ દરમિયાન જરૂરી પાણીનો જથ્થો પૃથ્વી પર મળી રહે છે.
સમગ્ર દુનિયામાં માનવ વસ્તીમાં સતત ને સખત વધારો થતો રહ્યો છે. મનુષ્યની વસ્તી વધતાં, તેમની જરૂરિયાતમાં વધારો થાય છે. દર વર્ષે જે પ્રમાણમાં વસ્તીમાં વધારો થાય, તેટલી જ માત્રામાં પાણી તેમજ ખોરાકની જરૂરિયાતોમાં પણ વધારો થાય છે. આ ગણતરીને ધ્યાનમાં રાખી, એ જરૂરી બની જાય છે કે આપણે પાણીનો વપરાશ સીમિત કરવો પડશે. વપરાશમાં કાપ મૂકવો - એવો એનો અર્થ નથી કરવાનો, પરંતુ આપણે જરૂરિયાતના પૂરતા પ્રમાણમાં જ પાણીનો વપરાશ કરવો પડશે. પાણીનો બગાડ કરવાની ટેવ ને ભૂલવી પડશે. સાથે સાથે આ માટે દરેક લોકોમાં જાગૃતિ લાવવી પડશે.
મનુષ્યની પાણીની જરૂરિયાત વિશે આપણે આ વાત કરી. હવે પાણીની જરૂરિયાત, વિશ્વના દરેક જીવને પણ છે, તે તરફ ધ્યાન આપીએ. માનવજાત સિવાય, ચોક્કસ પર અન્ય જેટલા જીવ છે, તે બધાને વત્તા-ઓછા પ્રમાણમાં પાણીની જરૂર છે. આ બધા જીવ, માનવ જાત જેટલી સુસંસ્કૃતને હોશિયાર નથી. તેઓ માત્ર કુદરતી જળાશયો પરથી જ પાણી મેળવે છે. વરસાદ પડતા સેવામાં પાણીનો ભરાવો થાય છે. જંગલી પશુ-પક્ષી પંખી વગેરેને આ દિવસોમાં પૂરતી માત્રામાં પાણી મળી રહે છે.
ગરમીની ઋતુમાં જ્યારે જળાશયનું પાણી ઓછું થવા માંડે કે તરત જ અમુક ચોક્કસ પ્રકારના પંખીઓ હજારોની સંખ્યામાં સ્થળાંતરણ કરી જાય છે - તેમને પાણી ક્યાં મળી રહેશે - તેનો અંદાજ હોવો જોઈએ, તેથી કરીને જ આવું સ્થળાંતરણ આ પક્ષીઓ એવા સ્થળે કરે છે, જ્યાં પાણીનો જથ્થો ભરપૂર માત્રામાં હોય અને વરસાદ પડે, ત્યાં સુધી એ સ્થળે પાણી છૂટથી મળી રહે છે.
આ કુદરતી વ્યવસ્થામાં, માનવોની વધતી જતી પાણીની જરૂરિયાત કોઈ અડચણ/અવરોધ ઊભા ન કરે, તે માટે, માનવીએ પાણીનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. બગાડતો સહેજ પણ કરવો ન જોઈએ.
આ ઉપરાંત, વરસાદનું પાણી નદીમાં ભેગું થઈ જાય ને કાળક્રમે સમુદ્રમાં વહી જાય, તો ખેતીવાડી, ઉદ્યોગ વગેરે માટે જોઈતું પાણી પૂરતા પ્રમાણમાં ન મળે. આ હકીકત ધ્યાનમાં રાખી, દુનિયાના ઘણા દેશોમાં મોટી મોટી નદી ઉપર બંધ બાંધીને પાણીનો વિપુલ જથ્થો એક જગ્યાએ એકત્રિત કરાય છે, તે પછી કેનાલો બાંધીને આ સંગ્રહ કરાયેલા પાણીને ગામે-ગામે પહોંચાડાય છે - જે પીવાના કામમાં, ખેતીના કામમાં, ઉદ્યોગના કામમાં, વીજળી ઉત્પન્ન માટે - આમ અલગ અલગ રીતે ઉપયોગમાં લેવાય છે.
આ પ્રકારના વ્યવસ્થિત અને પદ્ધતિસરના પાણીના ઉપયોગથી નાની નદી, તળાવ, સરોવર, ઝરણાં નું પાણી પ્રાણીઓ, પશુ-પંખી દરેકને માટે જળવાઈ રહે છે અને પ્રાણીઓનું જીવન સરળ ઘરેડમાં ચાલતું રહે છે. પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કુદરતે તો કરી જ છે, સાથે સાથે એવી ઘણી સંસ્થા છે, જે મૂંગા પ્રાણીઓની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી વિવિધ ઉપાય કરે છે.
આનું ઉત્તમ ઉદાહરણ ગામડામાં પશુ માટે બનાવેલા હવાડા છે. ગાય, બળદ, ભેંસ જેવા પશુઓ સહેલાઈથી પાણી પી શકે, તેટલી ઊંચાઈવાળા, લાંબા પહોળા પાકા હવાડા બાંધીને તેમાં નિયમિત તાજુ પાણી ભરવામાં આવે છે. પાલતુ પશુઓને તો તેમના માલિક દ્વારા ખોરાક-પાણીની વ્યવસ્થા થયેલી હોય, પરંતુ જે રસ્તાના ઢોર છે, અથવા પાલતુ પ્રાણીઓ પણ જ્યારે રસ્તે જતાં-આવતા તરસ્યા થાય ત્યારે આવા ગામના હવાળે જઈને તરત છિપાવે છે.
પશુઓની જેમ જ, પક્ષીઓ માટે પણ મોટી સંખ્યામાં ગામડાની સીમમાં કે ભાગોળે ચબૂતરા બનાવેલા હોય છે. આવા ચબૂતરામાં દાણા પાણી મૂકી શકાય એવી વ્યવસ્થા કરેલી હોય છે. આ બધા ચબૂતરાઓ પર પંખીઓ આવીને પાણી પીએ છે ને ચણ ચણે છે.
આ બધી ગામડા ગામની સારી વ્યવસ્થાને જાળવવી, તેમાં પાણીને ચણની અછત ન રહે તે જોવાની આપણી જવાબદારી છે. સાથે જ શહેરના મૂંગા પ્રાણીઓ માટે જાહેરમાં પાણી વગેરેની વ્યવસ્થા કરી, તેની સાચવણીને જાળવણી કરવાની જવાબદારી વહેંચી લેવી જોઈએ, જેથી શહેરના મૂંગા પ્રાણીઓને પોતાની જરૂરિયાત મુજબ પાણી તેમજ ખોરાક મળી રહે. તેથી જ આપણે ભારપૂર્વક આપણી આવનાર પેઢી માટે એક સૂત્ર મઢાવી દઈએ :
"પાણી બચાવો - પ્રાણી બચાવો."

0 ટિપ્પણીઓ