મારો યાદગાર પ્રવાસ નિબંધ ગુજરાતી

મારો યાદગાર પ્રવાસ નિબંધ ગુજરાતી | મારો યાદગાર પ્રવાસ નિબંધ ગુજરાતી pdf | મારો યાદગાર પ્રવાસ | મારો યાદગાર પ્રવાસ પર નિબંધ My Memorable Trip Essay in Gujarati

મારો યાદગાર પ્રવાસ

મારો યાદગાર પ્રવાસ નિબંધ ગુજરાતી

માનવીના એક તારા જીવનમાં પરિવર્તન લાવવા પ્રવાસ કરવો જરૂરી છે. પ્રવાસથી મળતા જ્ઞાન માહિતી જાણકારીથી વ્યક્તિત્વમાં જીવંતતા આવે છે. પ્રવાસથી ફક્ત શરીર ને મન જ નહીં પણ હૃદય પણ પ્રસન્નતા અનુભવે છે. 

શ્રી કાકા સાહેબ કાલેલ કરે કહ્યું છે, 

'જેમ કુંભાર માટીને ખાટ આપે છે તેમ પ્રવાસ પ્રવાસીને ઘડે છે.'

પ્રવાસ એટલે અનેરા આનંદનો અનુભવ ને તેમાં પણ સરખી ઉંમર અને સરખી વિચારસરણીવાળા એકસાથે, અગાઉથી કાર્યક્રમ નક્કી કરીને પ્રવાસ ખેડે છે ત્યારે અનેરો આનંદ આવે છે. મારો યાદગાર પ્રવાસ મિત્રો સાથે માણેલો ઉદયપુર, જયપુર, આગ્રા અને દિલ્હીનો છે. 

અમે બધા મિત્રો વહેલી સવારે ઉદેપુર પહોંચી ગયા. ત્યાં હોટલમાં થોડો આરામ કરી ત્યાંનું મ્યુઝિયમ જોવા ગયાં. સાંજે ઉદેપુર નું તળાવને બગીચા તેમજ મંદિરોમાં દર્શન કરવા ગયાં. એક - એક થી સુંદર સ્થળો જોયા પણ એક અનોખી સંસ્થા પણ જોઈ જે કઠપુતળીના ખેલનું શિક્ષણ આપીને કઠપૂતળીના ખેલ કરનાર યુવાનો તૈયાર કરે છે. આપણા દેશની એ એક ઉત્તમ કળાને જીવંત રાખી રહી છે. 

ત્યાંથી અમે જયપુર ગયાં. મુખ્ય બજારના બધા મકાનો એક સરખી ડિઝાઇનના છે. દરેક મકાનો ગુલાબી કલરના છે. લગભગ દરેક રસ્તા એક સરખા છે અને મોટાભાગના રસ્તા સીધા રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળે છે. આ પ્રકારની વિશેષતા માત્ર એક જ શહેરમાં જોવા મળે છે. 

જયપુરના દરેક સ્થળો અને મહેલો બરાબર જોવા હોય તો બે દિવસનો સમય ઓછો પડે. શિશમહેલ, હવાઈ મહેલ, પ્રાણીસંગ્રહાલય, જંતરમંતર જેવા બધા જ સ્થાનો આપણી જૂની કલા - કારીગરીને આજે પણ જીવંત બતાવે છે તેમજ તે જમાનાના કલા - પ્રેમને થતો કરે છે. 

ત્યાંથી અમે આગ્રા ગયા જગમશહૂર જમના નદીના કાંઠે આવેલો તાજમહેલ જે મુમતાજ ને શાહજહાંની યાદમાં ઊભો છે. તેનાં સૌંદર્યનું તો વર્ણન કરવું પણ જાણે શક્ય નથી. પૂનમના દિવસે ચાંદની રાતે તાજમહેલ ના સૌંદર્ય માણવું એ તો એક લહાવો છે. કવિઓ એને પ્રેમનો કીર્તિ સ્તંભ અજોડ પ્રેમ દીવડો કહે છે. આગરા શહેરને ફરતો બનેલો લાલ કિલ્લો પણ આહલાદક છે. આ પ્રવાસના સ્થળોએ જીવનનું મૂલ્ય સંભારણું બનાવે છે. 

દિલ્હી અમે છેલ્લે ગયાં. ગુજરાતી સમાજમાં રહ્યાં. દિલ્હીમાં જોવાલાયક સ્થળો જોવા અને નીકળ્યા. સૌપ્રથમ મશહુર લાલ કિલ્લાની ઇમારત જોઈ તેની સામે આવેલ ચાંદની ચોકમાં ફર્યા. ત્યાંથી સીધા સમાધિ રોડ પર જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિના દર્શન કર્યા. પછી આધુનિક કલાનો નમુનો એવું કમળમંદિર જોયું. કુતુબમિનાર, રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન જોતા જોતા અમે ઈન્ડિયા ગેટ આવી પહોંચ્યાં. દિલ્હીનું જાણીતું અપ્પુ ઘર જોયું ને રાત્રે ગુજરાતી સમાજ પાછા ફર્યા. 

આમ ઉદયપુર, જયપુર, આગ્રા અને દિલ્હીનો પ્રવાસે મારા માટે યાદગાર ચિરસમરણીય પ્રવાસ બની ગયો. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ