વૃક્ષો આપણા મિત્રો પર નિબંધ Trees are our Best Friend Essay in Gujarati
વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો
કુદરતે માનવ જીવનની જરૂરી બે મુખ્ય વસ્તુ, એક હવા અને બીજું પાણી તદન - મફત અને મહેનત વગર સહેલાઈથી મળી રહે તેવી રીતે પૃથ્વી પર આપી છે. ત્રીજી જરૂરિયાત ખોરાકની છે, તો તે માટે માનવે ખેતીવાડી કરવી પડે છે. પરંતુ ફળ-ફળાદી, શાકભાજી, અનાજ વગેરે મહેનત કરવાથી પૂરતી માત્રામાં મળે રહે, તે પ્રમાણે જમીન વિસ્તાર અને ઘણો આપ્યો છે.
પર્યાવરણ એટલે કુદરતની આ સમૃદ્ધિ. ઈશ્વર જ્યારે પૃથ્વી પરના દરેક જીવની કાળજી લઈને, તેની દરેક પાયાની મૂળભૂત જરૂરિયાતો સહેલાઈથી મળી રહે તેવી વ્યવસ્થા કરી છે, તો સારા ઉપભોક્તા તરીકે આપણી પ્રાથમિક ફરજ એ છે કે આ તમામને બચાવી! રાખવું પર્યાવરણની જાળવણી એ આપણી ફરજ છે.
આપણે શ્વાસમાં પ્રાણ વાયુ લઈને ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. પૃથ્વી પરના દરેક જીવ આકરીયામાં એક સાથે એટલો બધો પ્રાણ વાયુ વાપરે છે કે એક સમયે એવો આવી જાય, જ્યારે સમગ્ર પૃથ્વી પર પ્રાણ વાયુ મળતો જ બંધ થઈ જાય! આનાથી ઊલટું, કાર્બન ડાયોક્સાઇડ એટલી બધી માત્રામાં પૃથ્વી પર ફેલાઈ જાય કે માનવનું જીવવું દુષ્કર થઈ જાય, આમ નથી થતું; કારણ? કારણ છે કુદરતની કરામત! કુદરતે વનસ્પતિના સ્વાદનું માણસના સ્વચ્છો શ્વાસ કરતા ઊલટું ચક્ર રાખ્યું છે. મતલબ કે વનસ્પતિ શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ લઈને ઉછવાસમાં પ્રાણ વાયુ બહાર કાઢે છે. આ ક્રિયાથી પૃથ્વી પરના પ્રાણ વાયુ અને કાર્બન ડાયોક્સાઇડ ની માત્રા જળવાઈ રહે છે.
હવે, એ આપણી સૌ કોઈની જવાબદારી છે કે આપણી આસપાસના વૃક્ષોની સંખ્યા ઓછી થવા ન દેવી. જેમ જેમ માનવ વસ્તી વધતી જાય, તેમ તેમ ત્રણ વાયુ ની જરૂરિયાત પણ વધતી જાય - આ સીધા સરળ ક્રમને ધ્યાનમાં રાખીને આપણે આપણી આસપાસ વૃક્ષોની સંખ્યા ઉતરોતર વધારતા રહેવું જોઈએ.
આ ઉપરાંત પણ વૃક્ષ આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલોને લઈને વરસાદ વધે છે, પાણીનું પ્રમાણ, પાણીનો સંગ્રહ વગેરે વરસાદ પર આધારિત છે. નદી, નાળા, ઝરણાં, કુવા, સરોવર દરેક જળાશયો ત્યારે જ ભરાયેલા રહે, જ્યારે જરૂર મુજબનું માપસર વરસાદ નિયમિત પડતો રહે! આ નિયમિતતા માટે અનેક પરિબળો ભાગ ભજવતા હોય છે તેમાંનું એક પરિબળ વૃક્ષ અને જંગલો છે.
વૃક્ષમાં ઘણી વનસ્પતિનો ઉપયોગ આપણે ઔષધ તરીકે કરીએ છીએ. તુલસીપાન, નીલગીરીના પાન વગેરે ઔષધ છે. મીઠા મધુરાં ફળ આપણને વાત તો આપે છે, મીઠાશથી ભરપૂર સ્વાદિષ્ટ ફળો આપણને તૃપ્ત તો કરે જ છે, સાથે સાથે નારંગી, મોસંબી, દાડમ, કેળાં વગેરે ફળોના સેવનથી વિટામિન્સ મળે છે. જે આપણા સૌ કોઈની તબિયત તંદુરસ્ત રાખે છે. સફરજન માટે તો કહેવાય છે : "AN APPLE A DAY KEEPS DOCTOR AWAY."
વૃક્ષોના ફળની સાથે સાથે, તેમાંથી મળતા લાકડાનો ઉપયોગ માનવ જીવનમાં તેના જન્મથી માંડીને મૃત્યુ પર્યંત અનેકવિધ રીતે થાય છે. લાકડામાંથી ઘોડિયું, લાકડી, ટેબલ, ખુરશી, પલંગ ઘરનાં બારી-બારણાં વગેરે ચીજ વસ્તુઓ બને છે, જેનો ઉપયોગ દરેક ઘરમાં સૌ કોઈ કરે છે.
વૃક્ષો આમ માનવ જીવનમાં અતિ ઉપયોગી તો છે જ; પરંતુ વૃક્ષોનું જતન પણ આડકતરી રીતે માનવજીવન માટે મહત્વનું છે. વૃક્ષો માટીના ધોવાણ અને અટકાવે છે. વૃક્ષો વાહનના ઉપયોગથી વધતા જતા વાયુ પ્રદુષણને રોકવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોથી આસપાસની હવા ચોખી રહે છે. ગરમીથી તે સૌને બચાવે છે. હજુ આજે પણ અંતરિયાળાના ગામોમાં લોકો લાકડાનો ઉપયોગ બળતણના માધ્યમ તરીકે કરે છે.
ઘણા ઉદ્યોગોમાં લાકડાનો વિવિધ પ્રકારે ઉપયોગ થાય છે. લાકડાના ફરમા તૈયાર કરી જોઈતા કદને આકારના દાગીના તૈયાર કરી શકાય છે. બળતણ તરીકે લાકડાનો ઉપયોગ બોઇલરમાં કરીને જરૂરી વરાળ ઉત્પન્ન થાય છે, જે અનેક રીતે ઉપયોગમાં લઈ શકાય છે. તૈયાર માલ સામાનની હેરાફેરી માટે લાકડાની પેટીઓ બનાવી, તેમાં માલ સામાન ગોઠવી દેશ પરદેશ મોકલાય છે. આમ, લાકડાનો ઉપયોગ જો આપણે ચાલુ રાખવું હોય તો વૃક્ષો ના વાવેતરની ચોક્કસ વેગ મળે તે જરૂરી છે. વૃક્ષો વધુ ને વધુ પ્રમાણમાં વાવી આપણે પર્યાવરણને બચાવવાનું અગત્યનું કામ તો કરીએ જ છીએ, સાથે ને સાથે, આપણી વિવિધ પ્રકારની લાકડાની જરૂરિયાતને પહોંચી વળવાની જોગવાઈ પણ કરી જ લઈએ છીએ!
લોકલાડીદાસ સ્વ. લાલ બહાદુર શાસ્ત્રી એક ખુબ સરસ સુંદર સૂત્ર આપેલું - 'જય જવાન જય કિસાન'! આ ઉક્તિમા કિસાનની મહત્તા દર્શાવતા તેઓએ ખેતીની તેમજ તેની સાથે સાથે પર્યાવરણની જાળવણીની જરૂરિયાત વિશે દેશવાસીઓને જાગૃત કરેલા. વૃક્ષોની મહત્તા આપણે જેટલી વધારે સમજીએ, તેટલી માત્રામાં આપણે આપણા સુખમય જીવન તરફ સરળતાથી આગળ ધપતા રહીશું!

0 ટિપ્પણીઓ