ખંડ પરિચય: અજાયબ ખંડ એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપનાં દેશો

પૃથ્વીના ગોળાની ઉપર ટોચના ભાગે એટલે કે ઉત્તર ધ્રુવનો વિસ્તારો આર્કટિક અને તેની વિરૂદ્ધનો વિસ્તાર એટલે કે દક્ષિણ ધ્રુવનો વિસ્તાર એન્ટિ-આર્કટિક જે એન્ટાર્કટિક નામે ઓળખાય છે.

એન્ટાર્કટિક ખંડ પર પૃથ્વી સપાટીનો 90% બરફ જોવા મળે છે. અહીં જયાં નજર કરો ત્યાં વિશાળ શ્વેત ચાદરો રૂપી હિમશીલાઓ અને બરફનું આચ્છાદન દેખાય છે.માસ દિવસ અને છ માસ અંધકારરૂપી રાત્રિ જોવા મળે છે. સુર્ય ઘણા મહિનાઓ સુધી ક્ષિતિજની સપાટીથી ઉપર આવતો નથી તેથી સૂર્યકિરણોના પરાવર્તનથી આકાશમાં રંગબેરંગી પટ્ટાઓ જોવા મળે છે. જેને સુમેરૂ જ્યોતિ (અરોરા) કહે છે. 

એન્ટાર્કટિકા ખંડ ટાપુઓ સ્થાન હોવાને લીધે હજારો કિલોમીટર લાંબો દરિયાકિનારો મળ્યો છે. તેથી વ્હેલ, સીલ, વોલરસ જેવાં 'મહાકાય દરિયાઈ જીવોની સ્વર્ગભુમિ' તેમજ 'પેંગ્વિન ભુમિ' તરીકે ઓળખાય છે. 

આબોહવા અને કુદરતી વનસ્પતિ 

અહીંની આબોહવાની એક લાક્ષણિકતા છે. જેમ કે હિમવર્ષા, ઝાકળ, ધુમ્મસ, બરફવર્ષા અને તેજ બર્ફીલા તોફાની પવનો છે. તેથી વનસ્પતિનો વિકાસ થતો નથી. કયાંક ટૂંકુ ઘાસ અને લિચેન, લીલ, શેવાળ અને રંગીન ફુલો વાળા છોડ જોવા મળે છે.

એન્ટાર્કટિકા ખંડમાં વિશ્વના અનેક દેશોએ શોધ અને સંશોધન માટે કેન્દ્રો સ્થાપેલા છે. ભારતે પણ પોતાના બે કેન્દ્રો સ્થાપેલા છે.
  1. ગંગોત્રી સંશોધન કેન્દ્ર
  2. મૈત્રી સંશોધન કેન્દ્ર
એન્ટાર્કટિકા ખંડમાં બરફ યુકત જમીન અને અતિશય ઠંડીને કારણે ખનીજ પ્રાપ્તિનું કાર્ય મુશ્કેલ છે. અલ્પ માત્રામાં અહીં સોનું, સીસું અને કોલસો પ્રાપ્ત થાય છે. સીલ, વહેલ વગેરે માછલીઓનો શિકાર કરી તેના અંગોના વેચાણનો ઉધોગ કિનારાના વિસ્તારોમાં લાંગરેલી નૌકાઓ મા જોવા મળે છે.

કાગારૂઓની ભુમિ (ઓસ્ટ્રેલિયા) 

ઓસ્ટ્રેલિયા ટાપુ ખંડ દેશ છે. ભારત અને પાકિસ્તાન કરતાં બમણો પરંતુ વસતીની દષ્ટિએ ભારતના મધ્યપ્રદેશ રાજ્ય જેટલો છે. વસતી ની દષ્ટિએ વિશ્વ નો નાનામાં નાનો ખંડ છે. ખંડ ના મધ્યભાગમાંથી મકરવૃત પસાર થાય છે. 

ખંડ ની લંબાઈ-પહોળાઈ લગભગ સરખી છે. કાંગારૂ, કોઆલા અને પરવાળાંના ટાપુઓનો સમુહ ગ્રેટ બેરિયર રીફ માત્ર આ ખંડની જ નહીં, પરંતુ વિશ્વની પ્રાકૃતિક અજાયબી છે. 
     
"એન્ટાર્કટિકા ખંડ પર સૌપ્રથમ પગ મુકનાર કેપ્ટન જેમ્સ કૂક ઓસ્ટ્રેલિયાનો પણ શોધક છે. ફિલન્ડર્સે ઓસ્ટ્રેલિયા એવું નામ આપ્યું."

ખનિજ સંપત્તિ 

ઓસ્ટ્રેલિયાના 31% લોકો સમુદ્રી ખોરાકના નિકાસ સાથે સંકળાયેલા છે. 
  • ત્યાં વિશ્વની સૌથી મોટી સીસાની ખાણ આવેલી છે. જે બ્રોકન હિલ તરીકે ઓળખાય છે.    
  • સોનાની ખાણ જે કાલગુર્લી અને કુલગાર્ડ તરીકે ઓળખાય છે.

યુરોપના દેશો 

1) રશિયા 

વિસ્તારની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો દેશ રશિયા છે. મોસ્કો તેની રાજધાની છે. યુરોપીય રશિયાની નદીઓ લાંબી છે. યુરોપીય રશિયાની ફક્ત 10 ટકા જમીન ખેતીલાયક છે. જયારે કામ કરનારી વસ્તીના 50 ટકા વસતી ખેતી પર આધારિત છે. મુખ્ય પાક ઘઉં છે. વિશ્વના ૨૫ ટકા ઘઉંનું ઉત્પાદન રશિયા કરે છે. 

2) ઈંગ્લેન્ડ 

દરિયાઈ સ્થાન ધરાવતો આધુનિક વિચારધારા અને ટેકનોલોજીના સુભગ સમન્વય ધરાવતો દેશ. એન્ટલાન્ટિક મહાસાગરમાં વહેતાં સમુદ્રના ગરમ પ્રવાહને લીધે શિયાળામાં પણ હુંફાળુ વાતાવરણ ધરાવે છે. ઈંગ્લેન્ડમાં 4 ટકા ભૂમિ પર જંગલો આવેલા છે. ખનિજ સંપત્તિમાં મુખ્ય કોલસો પ્રાપ્ત થાય છે. 

3) ફ્રાન્સ 

યુરોપનો મોટામાં મોટો લોકશાહી ધરાવતો દેશ, ફ્રાન્સ લગભગ ચોરસ કહી શકાય તેવો સુબદ્ર આકાર ધરાવતો દેશ છે. પેરિસ શહેર તેનું પાટનગર છે. યુરોપનું સૌથી ઊંચું શિખર માઉન્ટ બ્લેક ફ્રાન્સમાં આવેલું છે. સૌથી મોટી નદી સીન છે. 

4) જર્મની 

જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, પોલેન્ડ, ડેનમાર્કની સરહદ પર આવેલા મધ્ય યુરોપનો દેશ. તેનું મુખ્ય શહેર અને પાટનગર બર્લિન છે. જર્મનીના મુખ્યત્વે બે પ્રાકૃતિક ભાગમાં વહેચાયેલું છે. (1) હિમ-નિક્ષેપિત માટી અને (2) રેતીનું બનેલું મેદાન. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ