મધ્યકાલીન સ્થાપત્યો - ગુજરાતના અને ભારતના મધ્યકાલીન સ્થાપત્યો, દિલ્લી સલ્તનતના સ્થાપત્ય, મુઘલ સમયના સ્થાપત્ય

ગુજરાત અને ભારતનાં મધ્યકાલીન સ્થાપત્યો | દિલ્લી સલ્તનતના સ્થાપત્ય | મુઘલ સમયના સ્થાપત્ય: આ આર્ટિકલમાં ગુજરાત અને ભારતનાં મધ્યકાલીન સ્થાપત્યો, દિલ્લી સલ્તનતના સ્થાપત્ય, મુઘલ સમયના સ્થાપત્ય વિશે માહિતી આપવામાં આવી છે જે તમને સ્પર્ધાત્મક પરીક્ષા ઉપયોગી થશે. 

ગુજરાત અને ભારતના મધ્યકાલીન સ્થાપત્યો

ગુજરાત અને ભારતનાં મધ્યકાલીન સ્થાપત્યો

માણસની દરેક પ્રવૃત્તિ મોટે ભાગે કમાણી સાથે આનંદ પણ મેળવવાની હોય છે. શાસકો અને શ્રીમંત માણસો પણ વિવિધ કલાઓ દ્વારા આનંદ મેળવે છે. સાહિત્ય, ચિત્ર, સંગીત, નૃત્ય અને સ્થાપત્યો જેવી કલાઓ દરેક વ્યક્તિ ને આનંદ આપી જાય છે. 

જે તે સમયના સામાન્ય બાંધકામ સરખામણીએ કંઈક વિશેષતા સૂચવતા હોય, નમુનેદાર હોય, દર્શનીય હોય, વિશિષ્ટ કલા-કસબ પ્રગટ કરતા હોય એવા મોટા ભાગે અંગત માલિકના ન બની રહે તેવા બાંધકામો એટલે સ્થાપયો.

ગુજરાત પ્રદેશમાં જે તે સ્થળે અને કાળે આવા સ્થાપત્યો નિર્માણ પામ્યા છે. આપણે આ આર્ટિકલમાં ગુજરાત રાજ્યના અને ગુજરાત બહારના સ્થાપત્યો વિશે જાણીશું. 

સોમનાથ 

જુનાગઢ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથ નું મંદિર આવેલું છે. સોમનાથ શૈવ પંથની એક અત્યંત પુરાતન, સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર હતું. આજે પુરાણ મંદિર નું માત્ર સ્થાન જોવા મળે છે. છેલ્લે 1951મા આ નવા મંદિરનુ નિર્માણ થયેલ છે. આ સોમનાથ એ ભારતમાં અત્યંત પવિત્ર એવા 12 જયોતિર્લિંગમાનું એક છે. 

દ્વારકાધીશનું મંદિર 

જામનગર જિલ્લામાં ગુજરાતના પશ્ચિમ દરિયા કાંઠે વિખ્યાત યાત્રા ધામ દ્વારકા આવેલું છે. ભારત પ્રસિદ્ધ 4 હરિધામોનુ આ હરિધામ ગોમતી નદીના ઉત્તર કિનારે આવેલું છે. તેનું સ્થાપત્ય તેરમી સદી નું છે. તેમા ભગવાન ની ચતુર્ભુજ મુર્તિ ગર્ભગૃહ વિશાળ સભાગૃહ તથા મહામંડળ નો સમાવેશ થાય છે. 

અંદાજે 80 પગથિયાં જેટલી ઊંચાઈ પર આવેલ આ મંદિર છે. આ મંદિર ને 6 માળવાળુ શિખર છે. સામે 5 માળના વિશાળ મંડપ છે. તેનો ઘુમ્મટ 60 સ્તંભો પર ઊભો છે. બહાર ની બાજુએ આખા મંદિર પર સુંદર શિલ્પ કામ કરેલ છે. પણ અંદરની રચના સાદી છે.

રૂદ્ર મહાલય 

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવેલા રૂદ્રમહાલયનું વર્ણન પ્રાચીન ગ્રંથમાં વાચતા જણાય કે તે મહાલય નામનું યોગ્ય-ભવ્ય-વિશાળ અને અનુપમ શિલ્પ સમૃદ્ધિ વાળું સ્થાપત્ય હતું. સોલંકી યુગના મુળરાજે તે બાંધવાની શરૂઆત કરેલી અને સિદ્ધરાજ જયસિંહે પૂર્ણ કરાવેલ. તેના સભાખંડો, ઉપખંડો, માળ-મેડીઓ અને ઝરૂખા તેની સમૃદ્ધિના દર્શન કરાવે છે. સમય કાળે તેનો નાશ થતો ગયો. આજે માત્ર ચારેક થાંભલા ને ઉપર કમાન જેવું થોડુંક બચ્યું છે. 

પાલીતાણા 

શેત્રુંજય પર્વતમાળા પરનું આ જૈનતીર્થ ભાવનગરથી આશરે 60 કિ.મી. દૂર આવેલું છે. પાલિતાણા જૈનોનું મહાતીર્થ છે. 603 મીટર ઊંચી શેત્રુંજય પર્વતમાળા પર અસંખ્ય મંદિરો આવેલા છે. આ સ્થળ ધાર્મિક રીતે જૈનોની શ્રદ્ધા નું પ્રતિક છે. શેત્રુંજય જૈનોના પહેલા તીર્થંકર આદિનાથ ભગવાન ઋષભદેવજીનુ સ્થાન ગણાય છે. 

મોટેભાગે આરસપહાણથી અને સફેદ પથ્થરોથી બાંધેયેલા આ મંદિરોનું સ્થાપત્ય અને બેનમુન કારીગરીવાળું ઉત્કૃષ્ટ કોટિનું શિલ્પ અને કોતરકામ અતિ સુંદર છે. પર્વતની ટોચ પર બંધાયેલ આ મંદિર નગરી પવિત્ર અને મનોરમ્ય લાગે છે. 

શેત્રુંજય પર્વતમાળાના મંદિરના નિર્માણના કાર્યમાં આચાર્ય હેમચંદ્રાચાર્ય, સિદ્ધરાજ જયસિંહ, તથા કુમારપાળ જેવા રાજવઓ અને શ્રેષ્ઠિઓ અને સામાન્ય ધર્મવીરોનો ફાળો છે.  

સિદી સૈયદની જાળી 

અમદાવાદના લાલ દરવાજે આવેલી સિદી સૈયદની જાળી શમસુદીન મુઝફરશાહ ત્રીજાના સૈનિક સિદી સૈયદ દ્વારા બનાવવામાં આવી હતી. મસ્જિદની દિવાલમાં પથ્થરની કોતરાયેલી જાળી ઓ છે. એકમાં વૃક્ષની ડાળીઓમાથી રચાયેલી આકૃતિઓ છે. તો બીજી મા ભૌમિતિક ભાતો છે. 

કાંકરિયા તળાવ 

સલ્તનતકાળ દરમિયાન અમદાવાદમાં કુતુબુદ્દીને એક તળાવનું બાંધકામ કરાવ્યું હતું જે "હોજે કુતુબ" ના નામે ઓળખાયું હતું. જે આજે કાંકરિયા તળાવ તરીકે ઓળખાય છે. કાંકરિયા તળાવ આજે અધતન પ્રવાસના સ્થળ તરીકે આગવી ઓળખ ધરાવે છે. 

સૂર્ય મંદિર 

મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરા એના સૂર્યમંદિર માટે ભારત-વિખ્યાત છે. તે ભારતભરના જૂજ તેમજ મહત્વના સૂર્યમંદિરમાનુ એક છે લગભગ કર્કવૃત્ત પર આવેલું આ સૂર્યમંદિર પૂર્વીય ભારતના કોણાર્કના સૂર્યમંદિર સાથે વિશિષ્ટ સબંધ ધરાવે છે. ઈ. સ. 1026-27ના અરસામાં ભીમદેવ પહેલાના સમયમાં બંધાયેલું મોઢેરાનું આ સૂર્યમંદિર શિલ્પ તેમજ સ્થાપત્ય કલાની દષ્ટિએ અદભૂત છે. 

ઊંચા ઓટલા પર આવેલું આ મંદિર ગર્ભગૃહ, સભા-મંડપ, અંતરાલ એમ ત્રણ અંગો ધરાવે છે. મંદિરની છતને આઠ થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે. આ થાંભલાઓ અષ્ટકોણ આકારના છે અને તેના પર ભરચક કોતરેણી છે. 

આ મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે શરદ અને વસંત ઋતુમાં સુર્યના કિરણો આખા સભા-મંડપ ને વીંધી ને બરાબર ગર્ભગૃહમાં પડે. મંદિર ના પરિસરમાં પ્રવેશતાં જ ચોક મા કુંડ છે. આ સ્થાપત્ય ભારતભરના શ્રેષ્ઠ સ્થાપત્યોની હરોળમાં યશસ્વી નીવડી શકે તેવું ગૌરવપ્રદ છે. તેની બાંધણી પણ સ્થાપત્યની દ્રષ્ટિએ નોંધપાત્ર છે. 

દિલ્હી સલ્તનત સમયનું સ્થાપત્ય 

આ શૈલી ભારત તથા ઈરાનની શૈલી મળી ને બનેલી છે. તેમાં ચૂનો અને ઈંટને પીસીને બનાવેલ પાવડરના મિશ્રણ ને ભવન, ઈમારતો માટે ઉપયોગ મા લેવાતું. સલ્તનતકાળની ઈમારતને શણગારવામાં સુરેખ, ભૌમિતિક આકાર, ફુલ, પાંદડા અને વેલની આકૃતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

કુતુબમિનાર 

નવી દિલ્હીમાં સ્થિત આ મિનારાના નિર્માણની શરૂઆત કુતુબુદ્દીન ઐબકે કરી હતી. તેનો વિસ્તાર શ્મ્યુદિન ઈલ્તુત્મિશે કર્યો હતો. આ પાંચ માળ નો મિનારો છે. તે ભારતનો આ પ્રકારનો સૌથી ઊંચાઈ વાળો મિનારો છે. 

ઢાઈ દિન કી ઝોપડા 

આ એક મસ્જિદ છે. આનું નિર્માણ કુતુબુદ્દીન ઐબકે કરાવ્યું હતું. આ ભારતમાં બનેલી પહેલી મસ્જિદ હતી. જે હાલ દિલ્હીમાં આવેલી છે. 

મુઘલ સમયનું સ્થાપત્ય 

મુઘલ કાળમાં સ્થાપત્યની એક નવી પરંપરાની શરૂઆત થઈ. તેમા ભવનોના ઊંચા ઓટલા પર બનાવવામાં આવતા હતા. તેની ચારેય બાજુ બગીચો બનાવવામાં આવતો હતો. આ કાળની ઘણી બધી ઈમારતો સફેદ આરસપહાણ ની બની હતી. 

બુલંદ દરવાજા, ફતેહપુર સિક્રી 

અકબરે અગ્રાની નજીક સિક્રી ના પહાડ પર એક નવી રાજધાની ની રચના કરી હતી. આનું નામ ફતેહપુર રાખવામાં આવ્યું હતું. તેનું સૌથી મહત્વપૂર્ણ ભવન જામા મસ્જિદ છે. જામી મસ્જિદ નું પ્રવેશદ્વાર બુલંદ દરવાજો છે. આ ભારત નો સૌથી ઊંચો ઘુમ્મટ દરવાજો છે. આ મહેલમાં પંચમહલ નામની પાંચ માળની ઈમારત પણ છે. 

લાલ કિલ્લો 

દિલ્લી મા શાહજહાંએ રાજવી કુટુંબના નિવાસસ્થાન માટે લાલ કિલ્લાનું નિર્માણ કરાવેલ. આ કિલ્લાની અંદરના  બાંધકામ જેવા કે દિવાને આમ, નહેર બહિસ્ત, ઝમાના, મોતી મસ્જિદ, દિવાને ખાસ અને હયાત બખ્શ બાગ આવેલા છે. 

તાજમહેલ 

મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ ની  યાદમાં આગ્રામાં સંપૂર્ણ સફેદ આરસપહાણ માથી આ મકબરો બંધાવ્યો છે. આ આરસપહાણમા અદભુત નકશીકામ, ભવ્ય બાંધકામ, ઉત્કૃષ્ટ ચિત્રકારની જાઉ પીચકારી જેવી વિશિષ્ટ કલા-કારીગરીના કારણે તે વિશ્વની સાત અજાયબીમા સ્થાન પામેલ છે. 

ચૌલ સમયનું સ્થાપત્ય 

દ્રવિડ શૈલીની કેટલીક વિશેષતાઓ છે. વર્ગાકાર વિમાન, મંડપ, ગોપુરમ અને સંયુક્ત સ્તંભોનો પ્રયોગ મંદિર નો સમગ્ર ઢાંચો એક પરિસરમાં ઊંચી દીવાલથી બંધાયેલો રહેતો. જેમાં ઊંચા પ્રવેશદ્વાર હતા, જેને બૃહદેશ્વર કહેવામાં આવે છે. 

બૃહદેશ્વરનુ મંદિર 

રાજકુંજ દ્વારા નિર્મિત તુંજાવરનુ રાજેશ્વર કે બૃહદેશ્વર મંદિર દ્રવિડ ચૌલ સ્થાપત્ય કલા શૈલી નો ઉત્કૃષ્ટ નમૂનો છે. આમાં બે ગોપુરમ છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ