પ્રાચીનકાળથી ભારતીય કલા અને સંસ્કૃતિ વિશ્વભરમાં આગવું સ્થાન ધરાવે છે. કલા એ માનવની અભિવ્યક્તિનું માધ્યમ છે. કલા શાસ્ત્રીઓ કલા ને બે ભાગમાં વહેંચે છે : (1) દશ્ય કલા (2) પ્રદર્શિત કલા. દશ્ય કલામાં ચિત્ર, નૃત્ય, વાધ અને હસ્તકલાના સમાવેશ થાય છે. કલા સંસ્કૃતિ ને ઉજાગર કરતું માધ્યમ છે. જયારે પ્રદર્શિત કલામાં સંગીત, નૃત્ય અને નાટયકલાનો સમાવેશ થાય છે.
ચિત્રકલા
કરછના મહારાવ પ્રાગમલજીએ ભુજમાં ઈ. સ. 1877-78મા એક કલાશાળા શરૂ કરી હતી. વડોદરામાં મહારાજા સયાજીરાવે સ્થાપેલું 'કલાભવન' કલાનું શિક્ષણ આપાતું હતું, પરંતુ તેનો અભિગમ કલા ઉધોગ ના શિક્ષણ પરત્વે વધુ હતો.
અમદાવાદમાં શેઠ ચીમનલાલ નગીનદાસ વિધાલય મા ઈ. સ. 1951મા શિક્ષકોની તાલીમ માટેનો અભ્યાસ ક્રમ શરૂ કરવા 'કલાશાળા' ની સ્થાપના થઈ. આ શાળાના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન રસિકલાલ પરીખને ફાળે જાય છે. આ કલાશાળા મા DTC નો અભ્યાસક્રમ શરૂ થયો. ઈ. સ. 1960 મા તેનું 'મહાકલા વિધાલય' મા રૂપાંતર થયું.
ચિત્રકલાનો ઈતિહાસ
ભારતમાં ચિત્રકલાનો ઈતિહાસ પાષાણ યુગ જેટલો જૂનો છે. ઈ. સ. પૂર્વ 7000 ના કાળના મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યા છે. તે ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે.
ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગુપ્ત કાળને ગણાવી શકાય. અજંતા અને ઈલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો ગુપ્તકાળ દરમિયાન નિર્માણ પામ્યાં હતાં. ઈ. સ. પૂર્વે ૨૦૦૦ની આસપાસ સમયનાં ચિત્રો મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફાઓમાં પણ મળી આવ્યા છે.
કેન્દ્રમાં બોદ્ધ જાતક કથાઓ વણાયેલી છે. બધા ચિત્રોમાંથી ગુફા નંબર 9 અને 10ના ચિત્રો ખૂબ જ વિખ્યાત છે. ભારતીય ચિત્રકલા ઉત્તર ભારતથી દક્ષિણ સુધી ફેલાયેલી હતી.
કર્ણાટકમાં આવેલ બાદામીની ગુફા કાંચીપુરમ તથા તમિલનાડુમાં આવેલ સિતાનાવસલની ગુફાઓમાં આવા ઉત્કૃષ્ટ નમૂના પ્રાપ્ત થાય છે. બૃહદેશ્વરના મંદિરની દીવાલો પર ભારતના મહાકાવ્યોને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યાં છે.
પૂર્વ મધ્યકાલીન રાજપૂત કળામાં અને મુઘલકાળ મા તેનો વિકાસ થયો. અકબર, બાબર, હુમાયુ જેવા મુઘલ રાજવીઓએ ચિત્રકલાને ખૂબ પ્રોત્સાહન આપ્યું. જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી. ભક્તિ-આંદોલન કારણે પણ ચિત્રકલાનો ખાસ્સો વિકાસ થયો હતો.
ઈ.સ. 1750 પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ એક અર્ધ પાશ્ચાત્ય શૈલીની ચિત્રકલા વિકસાવી હતી. શેખ ઝીયાઉદીને 'લેડી ઈમ્પે' અને 'કર્નલ સ્કીનર' માટે કરેલ વ્યક્તિગત ચિત્રોથી શૈલી નો વિકાસ થયો.
ચિત્રકલા ક્ષેત્રે ટોચનું નામ મહાન ચિત્રકારરાજા રવિવર્માનુ ગણાવી શકાય. તેણે ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયનાં ઉત્કૃષ્ટ તૈલચિત્રો બનાવ્યાં છે. જેમાં દેવી સરસ્વતીનું ચિત્ર વિખ્યાત થયું હતું.
મુંબઈમાં ઈ.સ. 1858મા 'સર જે. જે. સ્કુલ ઓફ આર્ટ' તો ઇ.સ. 1890 મા વડોદરામાં' કલાભવન ની સ્થાપના થઈ. ઈ. સ. 1901મા સ્થપાયેલ 'શાતિનીકેતન' મા કલાના ઉત્તમ નમૂનાઓનું સર્જન થયું. કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં 'નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ' અગત્યનું સ્થાન ધરાવે છે. જેમાં આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ છે.
પદ્ધતિ
ભારતના કેટલાક વિશિષ્ટ પ્રદેશોમાં ભીંત પર દોરતા ચિત્રો ની ભીંત શૈલી તેમજ તહેવારો ના સમયે આંગણામાં કે ભોંયતળિયે કરવામાં આવતી રંગોળી પણ અગત્યની ચિત્ર શૈલી ગણાય છે. આ સિવાય કાપડ પર પણ ચિત્રો ની છાપ ઉપસાવી કાપડ ચિત્ર શૈલી નો પણ વિકાસ થયો છે.
આધુનિક સમયમાં ઓઈલ પેઈન્ટીંગ, સ્પ્રે પેઈન્ટીંગ તેમજ કેનવાસ પેઈન્ટીંગ જેવી શૈલીઓ પણ વિકાસી છે, જેમાં બહુરંગી પરિમાણીય જોવા મળે છે.
વિભિન્ન ચિત્રશૈલીઓ (ચિત્રકલા)
ભારતની ચિત્રશૈલી સમયની સાથે બદલાતી રહી છે. મોટે ભાગે જુદા જુદા રાજવંશો એ શૈલીઓ સાથે જોડાયેલા છે. ભારતીય ચિત્રશૈલી ને જે તે સમય અને તેના પ્રાદેશિક સ્થાન પરથી ઓળખવામાં આવે છે.
1) પાલ શૈલી
પાલ રાજાઓના આશ્રય તળે બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટ સુધી વિસ્તરેલ ચિત્રશૈલી ને પાલ શૈલીના નામે ઓળખાય છે. આ ચિત્રશૈલીનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય રહ્યો છે. તેમાં જાતકથાઓ અને બોધિસત્વ ના ચિત્રો છે.
2) જૈન શૈલી
ગુજરાત, રાજસ્થાન અને માળવા ના પ્રદેશમાં ૧૨મી સદીથી આ શૈલી નો વિકાસ થયો હતો. તે તાડપત્રો અને હસ્તાપત્રો પર આલેખાયેલા છે. આ ચિત્રોમાં મુખ્યત્વે જૈન ધર્મ કેન્દ્ર સ્થાને રહ્યો છે. જૈન ધર્મના કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા, કથાસરિતસાગર વગેરે ગ્રંથોમાં આવ્યા છે. ગુજરાતમાં જૈન શૈલીના ચિત્રો વિશેષ મળ્યા હોઈ તેને 'ગુજરાત શૈલી' પણ કહેવામાં આવે છે.
3) રાજપૂત શૈલી
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રાજપૂત રાજાઓના આશ્રય નીચે 10મી થી 16મી સદી દરમિયાન આ શૈલી પ્રચલિત થઈ હતી. તેમાં લઘુચિત્રો અને ભીંતચિત્રોનો સમાવેશ થાય છે. રાજસ્થાનના બુંદી, કિશન ગઢ, બિકાનેર અને જોધપુરમાં ષણ આ શૈલીનો વિકાસ થયો હોવાથી તે રાજસ્થાન શૈલી તરીકે પણ ઓળખાય છે.
4) મુઘલ શૈલી
ભારતમાં આવેલા મુઘલ સમ્રાટો ચિત્રકલાના ખૂબ જ પ્રેમી હતા. બાબતથી લઈને શાહજહાં સુધીના સમ્રાટો એ ચિત્રકલાને ખાસ્સું પ્રોત્સાહન પૂરું પાડ્યું. અકબરના સમયમાં ગ્રંથચિત્રો અને વ્યક્તિ ચિત્રોની શરૂઆત થઈ. જહાંગીર ના સમયમાં મુઘલ શૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. તેના દરબારમાં મન્સુર અને બિશનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો હતા.
5) કાંગડા શૈલી
કાંગડા શૈલી પણ ભારતીય ચિત્રશૈલીનું એક આગવું પાસું છે. હિમાચલના પહાડી પ્રદેશમાં રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ મળીને આ શૈલી વિકસાવી હતી. કાંગડા, કુલુ, ગઢવાલ, ચંપા અને મંડી તેનાં મુખ્ય કેન્દ્રો હતાં. મોલારામ આ શૈલીના મહાન ચિત્રકાર હતાં.
6) અન્ય ચિત્રશૈલીઓ
નોંધપાત્ર ચિત્રકારો
ભારતના નામાંકિત ચિત્રકારોમા રાજા રવિવર્મા, રવિન્દ્રનાથ ટાગોર વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતના નામાંકિત ચિત્રકારોમા કલાગુરુશ્રી રવિશંકર મ. રાવળ, રમેશભાઈ પંડયાનુ નામ મુખ્ય ગણાવી શકાય.
રવિશંકર રાવળ
રવિશંકર રાવળ મુંબઈમાં કલા શિક્ષણ મેળવી અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી ગુજરાતને ચિત્રકલાની દિશા ચિંધી. બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં એમણે એમનું ચિત્ર 'બિલ્વમંગળ' રજૂ કર્યું. આ સોસાયટીના પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર તેઓ પ્રથમ ગુજરાતી કલાકાર હતા. તેમના ચિત્ર ને સૂવર્ણ પદક મળેલ. ઈ. સ. 1924મા રવિશંકર રાવળે 'કુમાર' નામના માસિકનો પ્રારંભ કર્યો. કુમારથી લોકોને ચિત્રો અને કલાકારોનો પરિચય થયો. ગુજરાતમાં કલા સંસ્કાર રેડયા અને કલા પ્રત્યે રસવૃતિ અને જાગૃતિ કેળવી પોતાને ત્યાં ગુજરાત કલા સંઘની સ્થાપના કરી યુવાપેઢીને નિ:શુલ્ક ચિત્ર તાલીમ આપી.
રાજા રવિ વર્મા
કેરલ રાજ્યના કિલિમન્નુર ગામમાં જન્મેલ રવિવર્મા રાજવી કુટુંબના સભ્ય હોવાથી રાજા રવિવર્મા તરીકે ઓળખાયા. તેમના સમયમાં કલાના ક્ષેત્રમાં પાશ્ચાત્યકલાની વ્યાપક અસર જોવા મળતી.
રવિવર્માએ શ્રી રામાસ્વામી નાયડુ, જોન્સન અને રાજવી કુટુંબમા આવતા યુરોપિયન મહેમાન ચિત્રકારો પાસેથી કલાનું શિક્ષણ અને માર્ગદર્શન મેળવી પોતાની આગવી શૈલી વિકસાવી હતી. તેમનાં ચિત્રોમાં ભાવને બદલે ટેકનિકનું પ્રાધાન્ય વધારે હતું. તેમનાં ચિત્રમાં વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વીશ, શકુંતલા, પોટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતાં.
રવિવર્માએ ઈ.સ. 1894મા મુંબઈના ઘાટકોપરમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું.આ પ્રેસમાં છાપવામાં આવેલા હિંદુ દેવી-દેવતાઓના ચિત્રો તેની ઓછી કિંમતને કારણે સામાન્ય લોકો પણ ખરીદી શકતા.
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને ભાવનગરના રાજવીએ રાજા રવિવર્માને નિમંત્રણ આપીને રાજકુટુંબના અને કેટલાક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા. બ્રિટિશ સરકારે તેમને 'કૈસરને હિંદ' નો ખિતાબ આપી સન્માન્યા હતા. તેઓ કલાના રાજા અને દેશની અમુલ્ય ધરોહર હતાં.
રવીન્દ્રનાથ ટાગોર
ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક સન્માનિત કવિવર રવીન્દ્રનાથ ટાગોર પ્રતિભાવંત ચિત્રકાર પણ હતા. શાંતિનિકેતન તેમણે સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે કલાઓની સંગમતીર્થ બનાવ્યું હતું.
તેમને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 2000 કરતાં પણ વધારે ચિત્રો નું સર્જન કર્યું છે. રવીન્દ્રનાથ ટાગોરના ચિત્રો શાંતિનિકેતનમાં, રવીન્દ્રભવનમા, દિલ્લીની નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં સંગૃહીત છે.
0 ટિપ્પણીઓ