ભારત : લોકજીવન, વિવિધ રાજ્યના લોકોનું જીવન

ભારત એશિયા ખંડનો વિશાળ દેશ છે અને વિવિધતા ધરાવતો દેશ છે. ભારતનું ભૂપૃષ્ઠ પણ વૈવિધ્યપૂર્ણ છે. કર્કવૃત્ત ભારતમાંથી  થઈને પસાર થાય છે. અહીંની ઋતુમાં પણ વિવિધતા છે. ભારતના રાજ્યોમાં ધર્મ, જાતિ અને બોલીમાં વિવિધતા ધરાવતા લોકો રહે છે. 

1) પશ્ચિમ ભારતનું લોકજીવન 

ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું છે. પશ્ચિમ ભારતના લોકો ખોરાકમાં અનાજ, કઠોળ, લીલા શાકભાજી, ઘી- દુધ, છાશ, માખણ વગેરે નો ઉપયોગ કરે છે. તેઓ મસાલેદાર વાનગીઓ ખાવાના શોખીન છે. કાઠીયાવાડી અને દાલબાટી પ્રખ્યાત ભોજનો છે. 

ગુજરાતમાં ષુરૂષો ધોતીયું, ઝભ્ભો પહેરે છે. સ્ત્રીઓ સાડી, ચણિય, કબજો પહેરે છે. રાજસ્થાનમાં ષુરૂષો ધોતી, અંગરખું અને સ્ત્રીઓ ઘેરવાળો ઘાઘરો અને કેડ સુધી પહોંચે એવો કબજો પહેરે છે. 

અહીં ઈંટ, પથ્થર અને સિમેન્ટ ના મકાનો જોવા મળે છે.આદીવાસી પ્રજા છુટા છવાયા ઝુંપડાઓમાં રહે છે. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ના ગામડાઓમાં માટેના, છાણના, પથ્થર અને ઈંટના મકાનો જોવા મળે છે. 

અહીં ગુજરાતી, મરાઠી, કોંકણી જેવી ભાષાઓ બોલાય છે. ગુજરાતમાં લોકમેળાઓ જેમાં તરણેતર, ભવનાથ, શામળાજી, ડાંગ દરબાર વગેરે ખૂબ જાણીતા છે. રાજસ્થાનના લોકગીતો, લોકનૃત્યો ખાસ પ્રકારના હોય છે. એમનું ઘુમ્મસ નૃત્ય ખૂબ જાણીતું છે. મહારાષ્ટ્રનું લાવણી ખૂબ પ્રખ્યાત છે. 

2) ઉત્તર ભારતનું લોકજીવન 

ઉત્તર ભારતના લોકોનો મુખ્ય ખોરાક ઘઉંમાંથી બનતી વાનગીઓ છે. તેઓ કઠોળ, લીલા શાકભાજી, ફળ, ઘી-દૂધ  અને છાશ લે છે. પંજાબની લસ્સી ખૂબ પ્રખ્યાત છે. પંજાબ પાંચ નદીઓના પ્રદેશ તરીકે ઓળખાય છે. 

જયારે જમ્મુ-કાશ્મીર પ્રાકૃતિક અને કુદરતી સૌંદર્ય માટે વિશ્વભરમાં જાણીતું છે. તેને પૃથ્વી પરનું સ્વર્ગ કહે છે. અહીંના લોકો શરીરે ખડતલ અને સ્વભાવે મહેનતું હોય છે. અહીંના ષુરૂષો ધોતી, અંગરખું અને બંડી પહેરે છે. સ્ત્રીઓ ચણિયો, કબજો, સાડી પહેરે છે. 

જમ્મુ કાશ્મીરના પુરૂષો લાંબી બાંયનો ઝભ્ભો અને સ્ત્રીઓ સલવાર કમીઝ પહેરે છે. માથે સ્ટાફ બાંધે છે. પંજાબીઓ માથે પાઘડી બાંધે છે. ઝભ્ભા ઉપર જેકેટ પહેરે છે. 

ઉત્તર ભારતમાં ઈંટ અને માટીમાંથી બનેલા, લાકડાંના અને પથ્થરના તેમજ ધાબાવાળા મકાનો જોવા મળે છે. કાશ્મીરમાં આવેલા દવ સરોવરમાં નૌકાઘર જોવા મળે છે. આ નૌકાઘર એટલે શિકારા. ઉત્તર ભારતના મોટા ભાગના લોકો હિન્દી ભાષા બોલે છે. આ ઉપરાંત પંજાબી, કાશ્મીરી ભાષા બોલાય છે. અને ભોજપુરી, બિહારી વગેરે બોલાય છે. 

અહીંના ઉત્સવો, તહેવારો તેમજ મેળાઓ ખૂબ જાણીતા છે. પંજાબનું ભાંગડા નૃત્ય ખૂબ જાણીતું છે. કાશ્મીરી લોકગીતો, ઉતરપ્રદેશ અને પંજાબના ભજનો પણ જાણીતા છે.  પંજાબનો વૈશાખી અને ઉત્તર પ્રદેશનો કુકીનો મેળો જાણીતો છે. 

ભારતની ઉત્તરે આવેલા કાશ્મીરમાં પાણીના ઘણા સરોવર છે. અહીંના લાકડાં પરનું કોતરકામ, કાપડ પરનું ભરતકામ, ગાલીચા ખૂબ જ વખણાય છે. કાશ્મીરમાં ફૂલના બગીચા છે. કેસરના ખેતરો છે. 

3) દક્ષિણ ભારતનું લોકજીવન 

દક્ષિણ ભારતના રાજયોને દરિયાકાંઠાનો લાભ મડયો છે. અહીંના લોકો કદમાં નીચા અને ખડતલ હોય છે. ખોરાકમાં માછલી, ભાત, કઠોળ લે છે. અહીંના લોકોમાં પ્રસંગોએ કેળના પાનમાં ખાવાનો રિવાજ હોય છે. દક્ષિણ ભારતની ઈડલી, ઢોસા ખૂબ જાણીતા છે. મદ્રાસી ખાવાનું પણ જાણીતું છે. 

અહીંના ષુરૂષો લૂંગી, પહેરણ, ખભે ખેસ અને માથે પાઘડી પહેરે છે. સ્ત્રીઓ દક્ષિણી સાડી, ચણિયો અને કબજો પહેરે છે. કેરલના લોકો લૂંગી પહેરે છે. ટૂંકી ધોતી પણ પહેરે છે. સ્ત્રીઓ ફૂલોની શોખીન છે. માથામાં વેણી નાખે છે. અહીં ઈંટ-માટીના, લાકડાના, પથ્થરના ઘર જોવા મળે છે. કેરલમાં પણ નૌકાઘર જોવા મળે છે. અહીં વધુ વરસાદને કારણે છાપરા વધુ ઢાળવાળા હોય છે. 

દક્ષિણ ભારતમાં ભાષાની વિવિધતા જોવા મળે છે. અહીં અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓ વધુ બોલાય છે. જેમાં તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં ઉત્સવો અને તહેવારો વિશેષ ઉજવવામાં આવે છે. જગન્નાથ પુરીની  રથયાત્રા જગ વિખ્યાત છે. કેરળનું મોહિનીઅટ્ટમ, કથકલી સુપ્રસિદ્ધ છે. તમિલનાડુની ભરતનાટ્યમ અને આંધ્રપ્રદેશનુ કુચીપૂડી નૃત્ય પણ જગવિખ્યાત છે. 

અહીંની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી આધારિત અને સમૃદ્ધ આધારિત છે. ઘણા મોટા શહેરો વિકસેલા હોવાથી ઘણા લોકો નોકરીઓ પણ કરે છે. અહીં વધુ વરસાદ હોવાથી ડાંગરની ખેતી વધુ થાય છે. અહીંન રીત-રિવાજો પણ અનેરા છે. 

4) પૂર્વ ભારતનું લોકજીવન 

અહીંના મોટા ભાગના લોકો ગામડામાં રહે છે. પૂર્વના તમામ પ્રદેશો પહાડી પ્રદેશમાં આવેલા છે. પર્વતોના ઢોળાવો પર ચાની ખેતી કરે છે. તેમનો મુખ્ય ખોરાક ભાત અને માછલી છે. તે ઉપરાંત કઠોળ, લીલા શાકભાજીનો પણ સમાવેશ થાય છે. અહીંના રસગુલ્લા પ્રખ્યાત છે. 

આ પ્રદેશના લોકો સુતરાઉ કાપડના વસ્ત્ર વધુ પ્રમાણમાં પહેરે છે. વધુ વરસાદમાં તેઓ કપડાં થોડા ઉચા પહેરે છે. લોકો કદમાં સહેજ નીચા હોય છે. પુરુષો ધોતી, ઝભ્ભો પહેરે છે. સ્ત્રીઓ તેમની વિશિષ્ટ ઢબે સાડી પહેરે છે. આ પ્રદેશમાં ઘરો લાકડાંના અને વાંસના વધુ પ્રમાણમાં હોય છે. ઈંટ, માટી અને સિમેન્ટના પણ હોય છે. અહીં વધુ વરસાદને કારણે છાપરા વધુ ઢાળવાળા હોય છે. ઘરના પાછલા ભાગમાં પકુર હોય છે. જેમાં માછલી ઉછેરવામાં આવે છે. 

અહીંના લોકો મુખ્યત્વે પોતાની પ્રાદેશિક બોલી બોલે છે. અહીં અસમી, બંગાળી, ઉડિય જેવી ભાષાઓ બોલાય છે. હિન્દી અને અંગ્રેજી બોલનારા પણ કયાંક જોવા મળે છે. અસમનું બિહુ અને ઓજપાલી નૃત્ય  ખૂબ જાણીતું છે. 

ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. અહીં લોકો પોતપોતાની પ્રાદેશિક ભાષામાં વ્યવહાર કરે છે. તમામ લોકો એકબીજાના તહેવારો ભારે ધામધૂમથી ઉજવે છે. રાષ્ટ્રના રાષ્ટ્રીય તહેવારો  લોકો ખૂબ અનેરા ઉત્સાહથી ઉજવે છે. આજે સંદેશા અને વાહનવ્યવહાર વધવાથી આપણને લોકોના ખોરાક, પોષાક, રહેઠાણ અને રહેણીકરણી મા આધુનિકતા જોવા મળે છે. ભારતના લોકજીવનમાં વિશ્વના અન્ય દેશોના સંપર્કના કારણે પણ પરિવર્તન આવતું જાય છે. 

ભારત વિવિધતાનો દેશ છે. ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે એટલી દુનિયાના કોઇ પણ દેશમાં નથી. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરૂણાચલ સુધી લોકોના રૂપ, રંગ, દેખાવ, પોશાક, આહાર વગેરે મા ભિન્નતા જોવા મળે. 

ભારત બિનસાંપ્રદાયિક દેશ હોઈ અનેક ધર્મના લોકો રહે છે. એટલે જ ભારત અનેક વિભિન્નતાઓનો દેશ "The Land Of Diversities" કહેવાય છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ