વનસ્પતિમાં પોષણના પ્રકારો
વનસ્પતિ એક માત્ર સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઈડ અને ખનીજતત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે.
- સ્વાવલંબી પોષણ
- પરાવલંબી પોષણ
સ્વાવલંબી પોષણ
સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. તેવી વનસ્પતિને સ્વાવલંબી કહેવાય છે.
પરાવલંબી પોષણ
પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે. તેઓને પરાવલંબી કહેવાય છે.
વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયા (પ્રકાશસંશ્લેષણ)
પર્ણો વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે. જમીનમાં રહેલ પાણી અને ખનીજતત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે, અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે. વનસ્પતિ પર્ણમા આવેલ નાના છિદ્રો વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઈડ લે છે. જેમને પર્ણરંધ્ર કહેવાય છે. વાહિનીઓ નળીની જેમ મુળ, પ્રકાંડ, તેની શાખાઓ અને પર્ણમા આવેલી હોય છે કે જેના દ્વારા પાણી અને ખનીજતત્વોનું વહન થાય છે.
પર્ણોમાં લીલું રંજકદ્રવ્ય આવેલું હોય છે જેને હરિતદ્રવ્ય કહે છે તે વર્ણને સૂર્ય-ઊર્જાનુ શોષણ કરવામાં મદદરૂપ થાય છે. જે કાર્બન ડાયોક્સાઈડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ, સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશસંશ્લેષણ કહેવાય છે. આથી, સૂર્ય એ બધા સજીવો માટે ઊર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે.
પ્રકાશસંશ્લેષણ દરમિયાન, ઓક્સિજન મુક્ત થાય છે. સામાન્ય રીતે, કાર્બોદિત પદાર્થો સ્ટાર્ચમા ફેરવાય છે.પર્ણમા સ્ટાર્ચનુ હોવું એ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે. સ્ટાર્ચ એ કાર્બોદિતનો પ્રકાર છે.
કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ
કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે. જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે. પરંતુ પ્રોટીન એ નાઈટ્રોજન યુક્ત પદાર્થ છે જે વનસ્પતિ જમીનમાથી મેળવે છે. જે પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષય છે. આ ઉપરાંત ખેડૂતો નાઈટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે. આમ, વનસ્પતિ કાર્બોદિત સિવાયના અન્ય ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીનું સંશ્લેષણ કરી શકે છે.
વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો
કેટલીક વનસ્પતિઓ એવી પણ છે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. તેઓ મનુષ્ય અને પ્રાણીઓની જેમ, બીજી વનસ્પતિઓ દ્વારા બનાવાયેલા ખોરાક પર નભે છે. અમરવેલ હરિતદ્રવ્ય ધરાવતી નથી. તે જે વૃક્ષ પર જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. જે વૃક્ષ પર તે આરોહણ કરે છે, તેને 'યજમાન' કહે છે. તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે તેથી, તેને 'પરોપજીવી' કહે છે.
કળશપર્ણમા પર્ણ એ કળશ જેવી રચનામાં ફેરવાઇ જાય છે. વર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે. જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે. કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થાય છે અને કીટક વાળમાં ફસાઇ જાય છે. કળશ દ્વારા પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે. આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવાય છે.
મૃતોપજીવીઓ
એવાં પ્રકારનું પોષણ કે જેમાં મૃત અને સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાથી પોષણ મેળવાય તેને મૃતોપજીવી પોષણ કહેવાય છે. જે વનસ્પતિ મૃતોપજીવી પોષણ ધરાવે છે તેને મૃતોપજીવી કહેવાય છે.
સહજીવન (સહભાગીતા)
કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષકતત્વો માટે સહભાગી બને છે. આ પ્રકારના સંબંધને સહજીવન કહેવાય છે. ઉદાહરણ તરીકે લાઈકેન.
પ્રાણીઓમાં પોષણ
પ્રાણી પોષણમાં, પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પધ્ધતિ અને તેનો શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે. જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન કહે છે.
મનુષ્યમાં પાચન
મનુષ્યમાં પાચનની શરૂઆત મુખથી થાય છે.
- મુખગુહા
- અન્નનળી
- જઠર
- નાનું આંતરડું
- મોટું આંતરડું
- મહાશય
- મળદ્વારા
મુખ અને મુખગુહા
ખોરાકએ મોં દ્વારા ગ્રહણ થાય છે. ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંત:ગ્રહણ કહેવાય છે.જે દાત વડે જવાય છે અને નાના ટુકડામાં ફેરવાઇ છે. મુખમાં ખોરાક સાથે લાળ ભળે છે જે સ્ટાર્ચનુ શર્કરામાં રૂપાંતરણ કરે છે. જીભ દ્વારા સ્વાદની પરખ કરી છીએ.
અન્નનળી
ગયેલો ખોરાક અન્નનળીમાં થઈને આગળ વધે છે. અન્નનળીની દીવાલના હલનચલનને કારણે ખોરાક આગળ વધે છે. હકીકતમાં આ હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે. ઘણી વખત જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી અને ઊલટી થઈ જાય છે.
જઠર
જઠર એક જાડી દીવાલવાળી કોથળી છે. તેનો આકાર પહોળા 'U' જેવો છે. તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. તે એક છેડેથી અન્નનળી દ્રારા ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડાંમાં ખુલે છે.
જઠરની અંદર ની દિવાલ શ્લેષ્મ, હાઇડ્રોકલોરીક એસિડ અને પાચકરસનો સ્ત્રાવ કરે છે. શ્લેષ્મ જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે. એસિડ ઘણા બેકટેરિયાને મારી નાખે છે અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે. પાચકરસનો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે.
નાનું આંતરડું
તે અત્યંત ગુચળામય અને 7.5મીટર લાંબું છે. તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મેળવે છે. યકૃત લાલાશ પડતાં બદામી રંગની ઉદરમાં જમણી બાજુએ ઉપરનાં ભાગે આવેલી ગ્રંથી છે તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથી છે. તે પિતરસનો સ્ત્રાવ કરે છે, જે પિતાશય જેવી કોથળીમાં સંગ્રહાયેલ હોય છે. પિતરસ એ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે.
સ્વાદુપિંડ એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથી છે જે જઠરની નીચે આવેલી છે. સ્વાદુરસ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી પર કાર્ય કરી તેને સરળ સ્વરૂપમાં ફેરવે છે. નાના આંતરડાંના પાચકરસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન પૂર્ણ કરે છે. કાર્બોદિતનું પાચન સરળ શર્કરામાં, ચરબી નું પાચન ફેટી એસિડ અને ગ્લિસરોલ તથા પ્રોટીનનું પાચન થઈ તે એમિનો એસિડમાં ફેરવાય છે.
મોટું આંતરડું
તે નાના આંતરડાં કરતાં પહોળું અને ટૂંકું હોય છે. આશરે 1.5મીટર જેટલું લાંબું હોય છે. તે અપાચિત ખોરાક માથી પાણી અને ક્ષારનું શોષણ કરે છે અને બાકી રહેલ કચરો એ મળાશય મા જાય છે અને અર્ધપાચિત મળ સ્વરૂપે રહે છે. આ મળ મળદ્વારા દ્વારા સમયાંતરે નિકાલ પામે છે, જેને મળત્યાગ કહે છે.
ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન
ભેસ કે બીજા ઘાસ ખાનાર પ્રાણીઓને સતત ચાવતા જોયા હશે. તેઓ ખૂબ ઝડપથી ઘાસ ગળી જાય છે અને અમાશય નામના જઠરના અમુક ભાગમાં સંગ્રહ કરે છે. અહીં, ખોરાક અર્ધપાચિત હોય છે અને જેને 'વાગોળ' કહે છે. પરંતુ વાગોળ નાના ગોળકોના સ્વરૂપમાં મોંમા પાછું આવે છે અને પ્રાણીઓ તેને ચારે છે. આ પ્રક્રિયાને વાગોળવુ અને આવા પ્રાણીઓને વાગોળનાર કહે છે.
ઘાસ એ સેલ્યુલોઝ થી ભરપૂર કાર્બોદિત છે. મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. વાગોળનાર પ્રાણીઓ પાસેનાના અને મોટા આંતરડાં વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે. જેને અંધ્યાત્ર કહે છે. અહીં, સેલ્યુલોઝનું પાચન કેટલાક બેકટેરિયા દ્વારા થાય છે. જે મનુષ્યમાં આવેલા હોતા નથી.
0 ટિપ્પણીઓ