સમાસનો અર્થ
- બે કે તેથી વધુ પદો જોડાઈને એક પદ કે શબ્દ બને ત્યારે તે પ્રક્રિયાને ભાષાની અંદર 'સમાસ' કહેવામાં આવે છે.
- સામાસિક પદના પહેલા પદને પૂર્વ પદ અને બીજા પદને ઉતર પદ કહે છે. બે પદ વચ્ચે જોડાવા માટે કોઈને કોઈ સંબંધ દર્શાવવામાં આવે છે.
સમાસના પ્રકાર
સમાસના આઠ પ્રકાર છે.
- દ્વન્દ્વ સમાસ
- તત્પુરુષ સમાસ
- ઉપપદ સમાસ
- કર્મધારય સમાસ
- મધ્યમપદલોપી સમાસ
- બહુવ્રીહી સમાસ
- દ્વિગુ સમાસ
- અવ્યવીભાવ સમાસ
1) દ્વન્દ્વ સમાસ
બે અથવા બેથી વધારે પદ સમાન કક્ષાનાં હોય છે. બંને પદોને છૂટાં પાડતી વખતે અને, કે, અથવા ઉમેરવામાં આવે છે.
ઉદાહરણ
હાથપગ - હાથ અને પગ
શાકભાજી - શાક અને ભાજી
રાતદિવસ - રાત અને દિવસ
હરતાફરતા - હરતા અને ફરતા
જમાઉધાર - જમા અને ઉધાર
માતાપિતા - માતા અને પિતા
ભાઈબહેન - ભાઈ અને બહેન
હવા પણી - હવા અને પાણી
સાધુસંત - સાધુ અને સંત
ચારપાંચ - ચાર અને પાંચ
2) તત્પુરુષ સમાસ
બંને પદો વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય છે. વિગ્રહ કરતી વખતે વિભક્તિ પ્રત્યય ઉમેરાય છે. અથવા એવા શબ્દો કે જેમાં પૂર્વપદ એ ઉતરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય.
ઉદાહરણ
સત્યાગ્રહ - સત્યનો આગ્રહ
નિદ્રાવશ - નિદ્રાને વશ
પદભ્રષ્ટ - પદથી ભ્રષ્ટ
દેહાંત - દેહનો અંત
રાજદરબાર - રાજાનો દરબાર
દેવાલય - દેવોનું આલય
બજારભાવ - બજારના ભાવ
વિધાભ્યાસ - વિધાનો અભ્યાસ
મનગમતું - મનને ગમતું
લોકપ્રિય - લોકમાં પ્રિય
3) ઉપપદ સમાસ
બીજું પદ ક્રિયા દર્શાવનારૂ હોય છે. વિગ્રહ કરતાં નાર પ્રત્યય ઉમેરાય છે. અથવા જે શબ્દનો પૂર્વભાગ નામ અને ઉતરભાગ ક્રિયા દર્શાવે તે અને સમગ્ર શબ્દ અન્ય માટે વિશેષણ તરીકે ઉપયોગી બને.
ઉદાહરણ
વ્યાજખોર - વ્યાજને ખાનારજડબાતોડ - જડબાને તોડનારશાહીચૂસ - શાહીને ચૂસનારગળાકાપ - ગળાને કાપનારભયંકર - ભય કરનાર
મનોહર - મનને હરી લેનાર
ગંગાધર - ગંગાને ધરનારધરનાર
કુશળ - કુશ વાઢનાર
અનુજ - પાછળ જન્મનાર
4) કર્મધારય સમાસ
પહેલું પદ એ બીજા પદનું વિશેષણ હોય છે. અથવા આ સમાસમાં ઉપમાન-ઉપમેય, વિશેષણ-વિશેષ્ય અને ઉપમાન-સાધારણ ધર્મનો સંબંધ હોય છે.
ઉદાહરણ
ભવ્યમૂર્તિ - ભવ્ય એવી મૂર્તિચંદ્રમુખ - ચંદ્ર જેવું મુખમહાવીર - મહા એવા વીરવાયુવેગ - વાયુ જેવો વેગપુનિતપાદ - પુનિત એવા પાદ
પરમાત્મા - પરમ આત્મા
નરસિંહ - સિંહ જેવો નર
ભવસાગર - ભવ જેવો સાગર
ઘનશ્યામ - ઘન જેવું શ્યામ
જ્ઞાનઘોડો - જ્ઞાન એ જ ઘોડો
5) મધ્યમપદલોપી સમાસ
બે પદોની વચ્ચે વધારાનાં પદ ઉમેરાયા હોય તેને મધ્યમપદલોપી સમાસ કહેવામાં આવે છે. પુર્વ પદ અને ઉતર પદ વચ્ચે એકથી વધુ પદોનો લોપ થયેલા હોય તેને મધ્યમપદલોપી સમાસ કહેવામાં આવે છે.
ઉદાહરણ
દવાખાનું - દવા મેળવવા માટેનું સ્થળભાડાખત - ભાડાની વિગતો ધરાવતો ખતમિલમજૂર - મિલમાં કામ કરતાં મજૂરશિલાલેખ - શિલા ઉપર લખાયેલો લેખ
જ્ઞાનતંતુ - જ્ઞાન પ્રસરાવતા તંતુ
આગગાડી - આગથી ચાલતી ગાડી
દીવાદાંડી - દીવો સૂચવે તેવી દાંડી
વર્તમાન પત્ર - વર્તમાન આપનાર પત્ર
મૃગજળ - મૃગ જેમ દેખાતું જળ
6) બહુવ્રીહી સમાસ
જે સમાસના બંને પદ વચ્ચે વિભક્તિનો સંબંધ હોય અને સમસ્ત પદ બીજા કોઈ પદના વિશેષણ તરીકે વપરાતું હોય ત્યારે એ બહુવ્રીહી સમાસ કહેવાય. આ સમાસમા પણ ઉપપદની જેમ સમસ્ત પદ અન્ય પદને આશ્રયે રહે છે.
ઉદાહરણ
એકમત - એક છે જેનો મત તેનિરક્ષર - નથી અક્ષરનું જ્ઞાન તે
અનંત - જેનો અંત નથી તે
નીલકંઠ - જેનો કંઠ નીલ છે તે
બહુવ્રીહી - જેની પાસે બહુવ્રીહી છે તેતે
કાળમુખી - જેનું મુખ કાળ જેવું છે તે
7) દ્વિગુ સમાસ
દ્વિગુ સમાસમા પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ અને સમસ્તપદ એક વચનમાં યોજાઈ સમાકારનો અર્થ દર્શાવે છે.
ઉદાહરણ
સપ્તપદી - સાત પગલાંપંચવટી - પાંચ વડનો સમૂહત્રિરંગી - ત્રણ રંગ વાળુંઅચ્છેર - અડધો શેરનવરત્ન - નવ રત્નોચોપગા - ચાર પગવાળાત્રિભુવન - ત્રણ ભવન
8) અવ્યવીભાવ સમાસ
પૂર્વ પદ અવ્યય અને ઉતદપદ નામ હોય અને સમસ્તપદ ક્રિયાવિશેષણ અવ્યય તરીકે વપરાતું હોય ત્યારે એ અવ્યવીભાવ સમાસ કહેવામાં આવે છે.
ઉદાહરણ
પ્રતિદિન - પ્રત્યેક દિનદરરોજ - હરોજઆજન્મ - જન્મથી માંડીદરવખત - દરેક વખત
આજીવન - જીવન સુધી
યથાશક્તિ - શક્તિ પ્રમાણે

0 ટિપ્પણીઓ