મનોવિજ્ઞાન : વૃધ્ધિ અને વિકાસ, વૃધ્ધિ અને વિકાસનો અર્થ, વિકાસના પ્રકાર, વિકાસની અવસ્થા

આ આર્ટિકલમાં આપણે વૃધ્ધિ અને વિકાસ એટલે શું તેનો અર્થ તેમજ વિકાસના પ્રકાર અને વિકાસની અવસ્થા વિશે અભ્યાસ કરીશું. 

વૃધ્ધિનો અર્થ 

  • વૃધ્ધિ એટલે વધવું. 
  • ગર્ભાવસ્થાથી માંડીને પુખ્તાવસ્થા સુધીમાં વ્યક્તિના કદ, વજન અને આકારમાં થતાં વધારો એટલે વૃધ્ધિ. 
  • વૃધ્ધિ એ પ્રમાણાત્મક ફેરફાર છે. 
  • વૃધ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતાં ફેરફારો. 
  • વૃધ્ધિ એટલે શારીરિક પરિવર્તન. 
  • વૃધ્ધિ એ કુદરતી અને સહજ પ્રક્રિયા છે. 
  • વૃધ્ધિ અમૂક સમય પછી અટકી જાય છે. 

વિકાસનો અર્થ 

ઉંમર વધવાની સાથે આપણાં વર્તનમાં થતાં પ્રગતિશીલ ફેરફારને  વિકાસ કહે છે. 
જીવન છે તો વિકાસ છે. જે કંઈ જીવંત છે તે વિકાસે છે. કેળવણી એ અધ્યેતાના સર્વાંગીણ વિકાસની પ્રક્રિયા છે.બાળકનો વિકાસ તેના ગર્ભાધાનથી સતત થતો રહે છે. 
  • વિકાસ એ ક્રમિક અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. 
  • તે ચોક્કસ દિશામાં થાય છે. 
  • તે પૂર્વાગ્રાહી કરી શકાય તેવી પ્રક્રિયા છે. 
  • તે વારસા અને વાતાવરણ પર આધાર રાખે છે. 
  • તે ગુણાત્મક ફેરફાર છે. 
  • તે ક્રમબદ્ધ પ્રક્રિયા છે. 
  • વિકાસ પર તાલીમ અને શિક્ષણની અસર પડે છે. 
  • તે આજીવન ચાલતી પ્રક્રિયા છે. 
  • વિકાસ એ અત્યંત સંકુલ ઘટના છે, જેમાં વૃદ્ધિનો સમાવેશ થઈ જાય છે. વિકાસ એટલે શરીરમાં થતાં રાસાયણિક બંધારણના ફેરફારથી વ્યક્તિના વિવિધ ગુણોમાં થતો ફેરફાર દા.ત. મગજની વૃદ્ધિ થવાની સાથે તેનામાં યાદશક્તિ, તર્કશક્તિ, ખ્યાલોની સમજ અને કલ્પનાશક્તિ વધતા દરે પ્રગટે છે, જેને વિકાસ કહેવામાં આવે છે. 

વિકાસના પ્રકાર 

  • વિકાસના મુખ્ય ચાર પ્રકાર છે. 
  1. શારીરિક વિકાસ
  2. માનસિક વિકાસ
  3. સામાજીક વિકાસ
  4. સાંવેગિક વિકાસ

1) શારીરિક વિકાસ 

  • તેમાં શરીરનાં વિવિધ અંગોનો વિકાસનો સમાવેશ થાય છે. 
  • ચેષ્ટાત્મક વિકાસ એ શારીરિક વિકાસનો જ એક ભાગ છે. 
  • ચેષ્ટાનો અર્થ સામાન્ય રીતે અડપલું કે અમુક પ્રકારનું વર્તન એવો કરવામાં આવે છે. 

 2) માનસિક વિકાસ 

  • વ્યક્તિનો માનસિક વિકાસ વ્યક્તિની ભાષા, તર્ક, બુદ્ધિ, ખ્યાલ, સ્મૃતિના વિકાસ પર આધાર રાખે છે. માનસિક વિકાસ જો યોગ્ય રીતે થયેલો હોય તો વ્યક્તિ જીવનમાં અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરી શકે છે. 

3) સામાજીક વિકાસ 

  • માણસ એ સામાજીક પ્રાણી છે. તે સમાજમાં જન્મે છે, સંવર્ધન પામે છે અને સમાજમાં વિકાસ પામે છે. તેના વ્યક્તિનો વિકાસ પણ સમાજને આભારી છે. સમાજીક વિકાસ જો યોગ્ય પ્રમાણમાં ન થાય તો વ્યક્તિ સમાજ સાથે અનુકૂલન સાધી શકતો નથી. તે સામાજિક કર્તવ્યો યોગ્ય રીતે નિભાવી શકતો નથી. તેથી શિક્ષણના કાર્યક્રમો વ્યક્તિના સામાજિક વિકાસ થાય તે રીતે આયોજિત થવા જોઈએ.   

4) સાંવેગિક વિકાસ 

  • પ્રત્યેક વ્યક્તિ સંવેગ અનુભવે છે. સંવેગો એ વ્યક્તિના જીવનના ઘડતરમાં મદદરૂપ થાય છે. ક્રોધ, ભય, ઈર્ષા વગેરે સંવેગોનું નિયંત્રણ જરૂરી છે. સંવેગોનું નિયંત્રણ અને યોગ્ય પ્રકારની અભિવ્યક્તિ વ્યક્તિને સમાજ સાથે અનુકૂલન સાધવા અને સમાયોજન કરવા માટે પ્રેરે છે. 

વિકાસની અવસ્થા 

વ્યક્તિ સતત અને લગાતાર વિકાસ પામે છે. સામાન્ય રીતે વ્યક્તિના જીવનમાં, લોકમાન્યતા અનુસાર વિકાસની ત્રણ મુખ્ય અવસ્થાઓ છે, એમ માનવામાં આવે છે. આ અવસ્થાઓ બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા છે. તેમ છતાં, વ્યક્તિના વર્તનની મુખ્ય લાક્ષણિકતાઓને આધારે મનોવિજ્ઞાનીઓ વ્યક્તિના જીવનને વિવિધ તબક્કાઓમાં નીચે મુજબ વિભાજીત કરે છે. 
  1. ગર્ભાવસ્થા
  2. શૈશવાવસ્થા
  3. કુમારાવસ્થા
  4. તરુણાવસ્થા
  5. યુવાવસ્થા
  6. પ્રૌઢાવસ્થા
  7. વૃદ્ધાવસ્થા

1) ગર્ભાવસ્થા 

  • સમયગાળો 0 થી 9 મહીના. 

2) શૈશવાવસ્થા 

  • સમયગાળો 0 થી 5 વર્ષ. 
  • આ અવસ્થા દરમિયાન શારિરીક વૃધ્ધિ ઝડપી થાય છે. 
  • માનસિક અને સાંવેગિક વિકાસ પણ ઝડપી થાય છે. 
  • આ અવસ્થામાં વિચાર અને નિર્ણયશક્તિ તેજ હોય છે. 
  • આ અવસ્થામાં બાળક ચંચળ હોય છે અને સંકુચિત સ્વાર્થવૃત્તિ ધરાવે છે. 
  • શિશુ અવસ્થામાં બાળકોનું વર્તન ખૂબ જ આવેગ યુક્ત હોય છે
  • દુનિયાની વાસ્તવિકનો તેઓ સામનો કરી શકતા નથી. 
  • આસપાસના વાતાવરણ સાથે તેઓ અનુકૂલન સાધી શકતાં નથી. 
  • તેઓ પોતાની ભૌતિક જરૂરિયાતો માટે પરાવલંબી હોય છે.  
  • આ અવસ્થાના બાળકો પ્રબળ અનુકરણ શક્તિ ધરાવે છે. 

3) કુમારાવસ્થા 

  • સમયગાળો 6 થી 12 વર્ષ. 
  • આ અવસ્થા ભ્રામિક પરિપક્વતાની અવસ્થા છે. 
  • આ અવસ્થામાં માનસિક વિકાસ ઝડપથી થાય છે. 
  • આ અવસ્થામાં જીજ્ઞાસાવૃતિ વધે છે. 
  • શારીરિક વિકાસ ઝડપી બને છે, ઊંચાઈ વધે છે, વજન વધે છે. 
  • તેની સમજશકિત અને અર્થગ્રહણ શક્તિનો વિકાસ થાય છે. 
  • અંત:સ્ત્રાવી ગ્રંથીઓ સક્રિય બને છે. ચેષ્ટા વિકાસ સારી રીતે સધાય છે. 

4) તરુણાવસ્થા 

  • સમયગાળો 12 થી 19 વર્ષ. 
  • તેને તારૂણ્ય, પ્રોગંડાવસ્થા ના નામે પણ ઓળખવામાં આવે છે. 
  • તેમાં શારીરિક અને જાતિય વિકાસ ઝડપથી થાય છે. અને પ્રજનનક્ષમતા નો પણ વિકાસ થાય છે. 
  • તે તણાવ અને તોફાનની અવસ્થા છે. 
  • તે સંઘર્ષમય સંક્રાંતિકાળ છે. નવજાગૃતિકાળ છે. 
  • આ અવસ્થામાં તરુણને સ્વતંત્રની ઝંખના થાય છે. 
  • 12 વર્ષે તરૂણની ઊંચાઈ 60 ઈંચ અને તરૂણની 61.5 ઈંચ હોય છે. 
  • તેમને વિજાતીય આકર્ષણ થાય છે. 
  • આ અવસ્થા દરમિયાન વ્યક્તિ કિશોર-કિશોરી મટીને પ્રજનનની ક્ષમતા ધરાવતાં યુવતી બને છે. 

5) યુવાવસ્થા 

  • સમયગાળો 20 થી 40 વર્ષ. 

6) પ્રૌઢાવસ્થા 

  • સમયગાળો 40 થી 60 વર્ષ. 

7) વૃદ્ધાવસ્થા 

  • સમયગાળો 60 થી વધુ. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ