સૂર્યમંડળ અને સૂર્યમંડળના ગ્રહો - Solar Systeam

સૂર્યમંડળ 

સૂર્ય આપણા માટે મુખ્ય ઉર્જાસ્ત્રોતો છે. આપણને જરૂર પૂરતા પ્રમાણમાં જ ઊર્જા મળે છે કે જેથી પાણી પ્રવાહી સ્વરૂપમાં રહી શકે. જીવનના ઉદ્દભવ અને ઉત્ક્રાંતિ માટે આ ખૂબ જ જરૂરી છે. 

સૂર્ય 

તેનો વ્યાસ લગભગ 13,92,000 કિમી છે. તેના ગર્ભનું તાપમાન લગભગ 1.5 કરોડ કેલ્વિન જેટલું છે. આટલા ઊંચા તાપમાનને કારણે ગર્ભમાં રહેલ દ્રવ્ય પ્લાઝમાં સ્વરૂપમાં હોય છે. ગર્ભથી સપાટી તરફ જતાં સૂર્યનું તાપમાન ઘટીને લગભગ 6000 કેલ્વિન જેટલું થાય છે. સુર્ય ધગધગતા વાયુનાં ગોળા જેવો લાગે છે. સૂર્ય ફરતે 400 કિમી સુધીના તેજસ્વી આવરણને ફોટોસ્ફિયર કહે છે. 

હાલમાં સુર્ય તેની પૂર્ણ વિકસિત અવસ્થામાં છે. એવું ધારવામાં આવે છે કે સૂર્ય બીજા લગભગ 5 અબજ વર્ષોને અંતે મૃત્યુ પામશે. તે પહેલાં તેનાં કદમાં વધારો થશે અને red-gaint બનશે. 

બુધ 

તે સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે. તેનું દળ પૃથ્વીના દળ કરતાં લગભગ 1/18મા ભાગનું છે. તેનાં કેન્દ્રમાં નિકલ અને આયર્ન જેવી ધાતુઓ રહેલી છે. તેની બાહ્ય સપાટી પથરાળ છે. તેની ગુરૂત્વીય તાકાત એ પૃથ્વી કરતાં ત્રીજા ભાગની છે. આવા નબળા ગુરૂત્વાકર્ષણ અને સૂર્યથી સૌથી નજીક હોવાને કારણે તેના પર બાષ્પ સ્વરૂપમાં રહેલ પોટેશિયમ અને સોડિયમનું ખૂબ પાતળું વાતાવરણ છે. પરિણામે સ્વરૂપ, દિવસ અને રાત્રિ વચ્ચે તાપમાનનો બહુ જ મોટો તફાવત જોવા મળે છે. 

સૂર્ય તરફની સપાટીનું તાપમાન 427°c જેટલું જયારે રાત્રિ તાપમાન -273°c જેટલું જોવા મળે છે. આવા ઊંચા તાપમાનના તફાવતને કારણે બુધ પર જીવન શક્ય નથી. તેની સપાટી પર ઘણા ખાડાઓ જોવા મળે છે. તેમાંના કેટલાક તો જવાળામુખી છે. મોટાભાગના ખાડાઓ ઉલ્કાપાતને કારણે ઉદ્દભવ્યા છે. બુધને કોઈ ચંદ્ર નથી. 

શુક્ર 

તે સૂર્યમંડળનો બીજો ગ્રહ છે અને તે પૃથ્વીનો પડોશી છે. તે સૌથી વધારે તેજસ્વી ગ્રહ છે. તેનું બાહ્ય વાતાવરણ કાર્બન ડાયોક્સાઈડના સફેદ વાદળનું બનેલું છે. તે એક જ એવો ગ્રહ છે કે પૂર્વથી પશ્ચિમ દિશામાં પરિક્રમણ કરે છે, અને જે બીજા ગ્રહો કરતાં ઊલટી દિશામાં છે. આ કારણથી શુક્ર પર સૂર્ય પશ્ચિમમાં ઊગે છે અને પૂર્વમાં આથમે છે. તેની કક્ષા વધુ ગોળાકાર છે. તેની સપાટી પર મોટા પહાડો, ખીણો અને જવાળામુખીઓ આવેલા છે. તેને પણ કોઈ ચંદ્ર નથી. 

પૃથ્વી 

સૌરમંડળનો ત્રીજો ગ્રહ પૃથ્વી છે. સૌરમંડળનો આ એક જ ગ્રહ છે, જે સજીવસૃષ્ટિ ધરાવે છે. તેનું વાતાવરણ પાતળું છે. આ સ્તરની જાડાઈ લગભગ 800 થી 1000 કિમી જેટલી છે. વાતાવરણને લીધે જ ઉલ્કાપાત વખતે, ઘર્ષણના કારણે ઉલ્કાઓ સળગીને વાયુરૂપ પદાર્થમાં ફેરવાઈ છે. 

આમ, વાતાવરણ આપણને ઉલ્કા સામે રક્ષણ આપે છે. વધારામાં તે પાતળા ઓઝોન વાયુનું સ્તર સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોનું શોષણ કરીને સજીવો પર તેની નુકસાનકારક અસર ઘટાડે છે. પૃથ્વીની બહારનું સ્તર કાદવ અને પથ્થરોનું બનેલું છે. અહીં, સિલિકોન ડાયોક્સાઈડનું પ્રમાણ ખૂબ વધારે છે. તેનો ગર્ભ પીગળેલા આયર્ન મેગ્નેશિયમ અને સિલિકેટ જેવા દ્રવ્યોનું અર્ધપ્રવાહી સ્વરૂપ છે. તેનો એક કુદરતી ઉપગ્રહ ચંદ્ર છે. 

મંગળ 

મંગળ પણ સૂર્યથી દુર તરફનો આપણો પડોશી ગ્રહ છે. તે લાલાશપડતો છે. તેને અવગણી શકાય તેટલું વાતાવરણ છે. તે મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઈડનું બનેલું છે. તેમાં નાઈટ્રોજન અને આર્ગોન પણ થોડા પ્રમાણમાં હોય છે. એવું માનવામાં આવે છે કે તેનો ધ્રુવપ્રદેશ સૂકા બરફનો બનેલો છે. તેને ફોબોસ અને ડેમોસ નામના બે ચંદ્ર છે. 

ગુરૂ 

તે સૂર્યમંડળનો પાંચમો ગ્રહ છે. તે તેજસ્વી ગ્રહ છે. તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. તે પૃથ્વી કરતાં લગભગ 1400 ગણો મોટો છે. તેના પર ધૂંધળા કથ્થાઈ રંગના પટ્ટા જોવા મળે છે. આ પટ્ટાની રંગ સાંદ્રતા સતત બદલાયા કરે છે. ગુરૂને 60 કરતાં વધારે ચંદ્રો છે. 

શનિ 

શનિ સૂર્યમંડળનો બીજા મોટા ક્રમનો ગ્રહ છે. તેનું કદ પૃથ્વી કરતાં લગભગ 850 ગણું વધારે છે. તેના ત્રણ પ્રકાશિત વલયો તેની શોભામાં વધારો કરે છે. તેનો ગર્ભ ભાગ હાઈડ્રોજનનો બનેલો છે. જયારે ઉપરનો ભાગ પ્રવાહી હાઈડ્રોજનનો બનેલો છે. તેનો સૌથી ચંદ્ર ટાઈટન છે. 

યુરેનસ 

ઈ. સ. 1781મા વિલિયમ હર્ષલે યુરેનસની શોધ કરી હતી. તેનું કદ પૃથ્વીના કદ કરતાં લગભગ 3.7ગણો છે તેનો ગર્ભ ભાગ આયર્ન, મેગ્નેશિયમ અને સિલિકેટ પથ્થરનો બનેલો છે. તે હાઈડ્રોજન અને હિલિયમના સ્તરો કે જે બરફ સ્વરૂપે રહેલા મિથેન અને એમોનિયાના વાદળોથી ઘેરાયેલા છે આ ગ્રહ નજીક-નજીક રહેલા ભુખરા રંગના વલયોથી ઘેરાયેલા છે. 

નેપ્ચ્યુન 

તે બ્લુ રંગનો દેખાય છે. તેને બે તેજસ્વી અને ઝાંખા વલયો હોય છે. તેને કુલ ચાર વલયો છે. તેનો ગર્ભ ભાગ સિલિકેટના ખડકો અને બરફનો બનેલો છે. તેના ઉપરનાં ભાગમાં મિથેનના બનેલા ખડકો એમોનિયા અને બરફ સ્વરૂપમાં પાણી આવેલા છે. ટીટોન અને નેરીડ તેના જાણીતા ચંદ્રો છે. 

પ્લુટો 

પ્લુટોને નાનો ગ્રહ ગણવામાં આવે છે. તે ઠંડો અંધારિયો અને પિડાશપડતો ગ્રહ છે. તેનું વાતાવરણ મુખ્યત્વે મિથેન વાયુનું બનેલું છે. પ્લૂટો અને તેનો ચંદ્ર શેરોન એ જોડકું રચે છે કે જે તેમના સામાન્ય દ્રવ્યમાન કેન્દ્ર ને ફરતે પરિભ્રમણ કરે છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ