મહાત્મા ગાંધીનું નામ વિશ્વની મહાન વિભૂતિઓમાં સૌથી મોખરે છે. મહાત્મા ગાંધીના નામ સિવાયનો જગતનો કોઈ પણ ઈતિહાસ અધૂરો છે. સત્ય, પ્રેમ અને અહિંસાના પૂજારી તરીકે મહાત્મા ગાંધીનું નામ આજે પણ દેશ-દુનિયામાં લોકજીભે છે. તેમને ભારત દેશના રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે. આ આર્ટિકલમાં ગાંધીજીના જન્મ, માતા-પિતા, તેમનું જીવન, તેમને કરેલા આંદોલન-સત્યાગ્રહ વિશે જાણીશું.
મહાત્મા ગાંધી વિશે નિબંધ
આ નિબંધમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે માહિતી મેળવીશું.
ગાંધીજીનો જન્મ
ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમનો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો.
માતા અને પિતા
તેમનાં પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પુતળીબાઈ હતું. તેઓ તેમના પિતાની ચોથી પત્ની હતા. ગાધીજીના મા વધારે ધાર્મિક હતાં. તેમની દિનચર્યા ઘર અને મંદીરમાં વહેંચાયેલી હતી. તે નિયમિત રીતે વ્રત કરતાં હતાં. ગાંધજીના પિતા રાજકીય વ્યક્તિ હતા. નાનપણમાં તેમનું નામ મોહનદાસ ગાંધી હતું. બાળપણમાં તેમને 'હરિશ્ચંદ્ર' નાટક જોયું હતું અને શ્રવણની વાર્તા વાંચી હતી. તે દિવસથી તેમણે સાચું બોલવાનો અને માબાપની સેવા કરવાનો નિર્ધાર કર્યો.
શિક્ષણ
- તેઓએ પ્રાથમિક શિક્ષણ રાજકોટ ખાતે લીધું હતું. સામાન્ય વિદ્યાર્થી હોવા છતાં ખૂબ મહેનતું તથા નિયમિત હતાં.
- સને 1887માં ગાંધીજી મેટ્રિકની પરીક્ષા અમદાવાદ ખાતે આપવા આવ્યા હતા. મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી ભાવનગર કોલેજમાં દાખલ થયા.
- ઈ. સ. 1888માં તેઓ લંડન કાયદાના અભ્યાસ અર્થે ગયા.
- 1891માં બેરિસ્ટર થયા અને ભારત પરત આવ્યા.
- 1893માં ગાંધીજી આફ્રિકા ગયા. દક્ષિણ આફ્રિકાનો વસવાટ તેમને માટે સત્યની પ્રયોગશાળા સાબિત થાયો.
જીવન
તેઓ સાદાઈથી રહેતા. ગમે તેટલું કામ હોય છતાં તેઓ સવાર - સાંજ પ્રાર્થના કરતા. તેમની પ્રાર્થનાસભામાં અનેક લોકો આવતા. તેમને 'વૈષ્ણવજન તો તેને રે કહીએ' એ કવિ નરસિંહ મહેતાનું ભજન અતિપ્રિય હતું. તેઓ દરરોજ રેંટિયો કાંતતા. તેમણે પોતાની આત્મકથા લખી છે, જે 'સત્યના પ્રયોગો' નામે જાણિતી છે.
ગાંધીજીના લગ્ન
ગાંધીજીના લગ્ન 1883માં કસ્તુરબા સાથે થયા હતા. ત્યારે ગાંધીજીની અને કસ્તુરબાની ઉંમર 13 વર્ષની હતી. આ લગ્ન તેમના માતા પિતા દ્વારા ગોઠવવામાં આવ્યા હતા. તેમને ચાર પુત્ર હતાં. હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ.
આંદોલન, સત્યાગ્રહ, સામાયિકો
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા તે વખતે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુકત કરવા માટે ગાંધીજીએ દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું. અહિંસા અને સત્યાગ્રહ તેમનાં શસ્ત્રો હતાં. દેશની જનતા અને અનેક દેશનેતાઓ તેમને તન, મન, અને ધનથી સાથ આપ્યો. અંગ્રેજોએ તેમને ઘણી વાર જેલમાં પૂર્યા પણ તેઓ હિંમત હાર્યા નહિ.
આફ્રિકામાં વસતા પોતાના દેશવાસીઓની મુશ્કેલીઓ દુર કરવા ત્યાં વસતા ભારતીયોની એક સભા ભરી અને નાતાલ ઈન્ડિયન કોંગ્રેસ નામની સંસ્થાની સ્થાપના કરી. આ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયો પર અમાનુષી વ્યવહાર અંગે લીલા ચોપાનિયા તરીકે ચોપાનિયું પ્રસિદ્ધ કર્યું. આથી દક્ષિણ આફ્રિકામાં ગોરાઓ એકદમ ચોંકી ઊઠ્યા.
1902માં ઈન્ડિયન ઓપિનિયન નામે એક પત્ર પ્રસિદ્ધ કર્યો. આમ દક્ષિણ આફ્રિકાથી દેશવાસીઓની યાતનાઓ દૂર કરવાના કાર્યની શરૂઆત કરી. 1917માં ખેડા જિલ્લામાં દુકાળ પડયો. સરકારે ખેડૂતોને મહેસૂલમાં રાહત ન આપી. આથી ગાંધીજીએ સરકાર સામે સત્યાગ્રહનું શસ્ત્ર ઉગામ્યું અને છેવટે સરકારે છૂટછાટ આપવી પડી.
ગાંધીજીએ નવજીવન નામે ગુજરાતી અને યંગ ઈન્ડિયા નામે અંગ્રેજી પત્રો શરૂ કર્યા, પ્રજામાં જાગૃતિ લાવવા આતદી અને અસ્પૃશ્યતા નિવારણ અંગેના લખાણો આ પત્રમાં લખીને પ્રજા સમક્ષ પહોંચાડતાં.
અમૃતસરના જલિયાંવાલા બાગની ઘટનાથી ગાંધીજીનું હૃદય કકળી ઊઠ્યું. એમણે અંગ્રેજ સરકાર સામે અસહકાર ની લડત શરૂ કરી. આ લડતથી આખો દેશ થનગની ઊઠ્યો. લોકોની જાગૃતિ જોઈ અંગ્રેજ સરકાર મુંઝવણમાં મૂકાઈ. આથી ગાંધીજીએ અસહકારની સાથે સત્યાગ્રહના શસ્ત્રનો ઉપયોગ કરવાનો નિશ્ચય કર્યો. આ રીતે અંગ્રેજ સરકારના કાયદા-કાનૂનો તોડી સરકારને નિષ્ક્રિય બનાવી દેવાનો અતિ જલદ કાર્યક્રમ ઘડી કાઢ્યો.
1930માં અંગ્રેજ સરકારે મીઠા પર કર નાખ્યો, જેનો ગાંધીજીએ ભંગ કર્યો જેથી તેમની ધરપકડ થતાં યરવડા જેલમાં બંદી બનાવાયા.
અંગ્રેજ સરકારે દલિતો માટેની અલગ મતદાર મંડળની રચના કરવાની જાહેરાત કરી, જેના વિરોધમાં ગાંધીજીએ જેલમાં ઉપવાસ કર્યા. જેની દેશવ્યાપી અસર થઈ. અલગ મતદાર મંડળની વાત પડતી મુકાઈ. ગાંધીજીએ જેલમાં હરિજન નામે પત્ર શરૂ કર્યું.
1942માં ગાંધીજીએ અંગ્રેજોને ભારત છોડી જવા હાકલ કરી અમે ક્વિટ ઈન્ડિયા ના નાદથી સમગ્ર દેશ ગુંજી ઊઠ્યો. આઝાદીના પ્રણેતાએ ૧૫ ઓગસ્ટ, 1942માં દેશને ગુલામીની ઝંઝીરોમાથી મુક્ત કરાવી ભારતને સ્વતંત્રતા બક્ષી. આ વિશે કવિ પ્રદીપે સાચું જ કહ્યું છે:
સાહિત્ય ક્ષેત્રે ગાંધીજીનો પ્રભાવ પ્રભાવક હતો. ગાંધીજીની રાષ્ટ્રવ્યાપી ચેતનાએ માત્ર ગુજરાતી સાહિત્યને જ નહિ, પરંતુ ભારતના અન્ય ભાષા સાહિત્યોને પણ અનુપ્રામાણિત કરેલા છે. તેઓએ સત્યના પ્રયોગો (આત્મકથા), હિન્દ સ્વરાજ, સર્વોદય, નીતિનાશને માર્ગે, અનાશક્તિ યોગ, ગીતાબોધ, ધર્મમંથન, મારા સ્વપ્નનું ભારત, આરોગ્યની ચાવી વગેરે સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે.

0 ટિપ્પણીઓ