શિક્ષક દિન નિબંધ Teachers Day Essay In Gujarati
ભારત દેશમાં ગુરૂને પુજનીય માનવામાં આવે છે. ગુરૂ એટલે શિક્ષક. ભારત દેશમાં અનેક મહાન જ્ઞાની થઈ ગયા. સમાજને સાચો માર્ગ બતાવવામાં શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. બાળકોના જીવન ઘડતરમાં શિક્ષકનું મહત્વનું યોગદાન હોય છે. શિક્ષક આપણા જીવનમાં એક મહાન અને સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
શિક્ષકોને સન્માન આપવા માટે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન કેળવણીકાર ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસને યાદ કરવા દર વર્ષે શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. વિશ્વ શિક્ષક દિન 5 ઓક્ટોબરના રોજ ઊજવવામાં આવે છે.
મિત્રો તમારા માનસપાટ પર કોઈ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની અમીટ છાપ છોડી જાય છે. તેને તમે જિંદગીભર ભુંસી નથી શકતા. આવા શિક્ષકો પ્રત્યે તમારો આદરભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ છે 'શિક્ષક દિન'.
આ સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય તો એક શિક્ષકનો છે. આજનો દરેક વિદ્યાર્થી દેશનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધારસ્તંભ છે. તે ઈમારતનો એક પાયો છે. એ પાયાને મજબૂત કરવાનું કામ શિક્ષક કરે છે.
વર્ગખંડમાં શિક્ષકની ભુમિકા એ ખૂબ જ મહત્વનું કાર્ય છે, કારણ કે તેની એક એક પળ વિદ્યાર્થીના જીવન સાથે જોડાયેલા હોય છે. દરેક વિદ્યાર્થીનું ભવિષ્ય શિક્ષકના હાથમાં રહેલું છે. એક આદર્શ શિક્ષક વિદ્યાર્થીના ભવિષ્યનો ઉમદા પ્રણેતા બની શકે છે. એટલે જ ચાણક્ય દ્વારા કહેવાયું છે કે,
આ દિવસે દરેક શાળાઓમાં 'સ્વયં શિક્ષક દિન' ની ઊજવણી કરવામાં આવે છે. જેના અંતર્ગત વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બનીને વર્ગમાં અભ્યાસ કરાવે છે અને શિક્ષકનો આદર્શ રજૂ કરે છે. તેમજ શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીમાં નાનપણથી જ નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તેમજ શિક્ષકના ઉતરદાયિત્વને સમજે. આમ સંસ્કૃતિના સંસ્કાર આપતા શિક્ષકનું ગરવું પર્વ એટલે શિક્ષક દિન.
શિક્ષક દિનના દિવસે આદર્શ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવે છે, શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન કરવામાં આવે છે.
શાળામાં શિક્ષક દિનની ઊજવણી
શાળાઓમાં ઉત્સવ જેવું વાતાવરણ હોય છે. વિદ્યાર્થી પોતાના વર્ગને સુશોભિત કરે છે. વિદ્યાર્થી શિક્ષકને કાર્ડ, પેન, ફુલ વગેરે ભેટ આપે છે. શિક્ષકો શિક્ષણની સાથે જીવવાનું પણ જ્ઞાન આપે છે. ભારતના વિકાસમાં શિક્ષક નો મહત્વનો ભાગ હોય છે. જીવનની કેડીમા શિક્ષક માર્ગદર્શનની ભૂમિ ભજવે છે.
ગુજરાતી મહિના અનુસાર અષાઢ મહિનાની પુનમના દિવસે ગુરૂ પૂર્ણિમા ઉજવાય છે. આ દિવસે લોકો પોતાના ગુરૂ પાસે જાય છે અને આશિર્વાદ લે છે.
શિષ્યની કર્તવ્યનિષ્ઠા
એક એવો શિષ્ય એકલવ્ય કે, જેણે માત્ર પોતાના મનથી માનેલા ગુરૂ દ્રોણને ગુરૂદક્ષિણાના ભાગરૂપે પોતાના હાથનો અંગૂઠો કાપીને અર્પણ કરી દીધો. આપણા ઈતિહાસમાં એવા ઘણા બધા ગુરૂ-શિષ્યો અમર થઈ ગયા. આ મહાન ગુરૂ-શિષ્યો છે. દ્રોણાચાર્ય-અર્જુન, ચાણક્ય-ચંદ્રગુપ્ત, દ્રોણાચાર્ય-ચાણક્ય વગેરે પોતાના શિષ્યોને આગળ વધવાનો માર્ગ ચિંધ્યો.

0 ટિપ્પણીઓ