ગુરૂત્વાકર્ષણ એટલે શું?
પૃથ્વી પર દળ ધરાવતાં દરેક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે. આ આકર્ષણ બળને ગુરૂત્વાકર્ષણ બળ કહે છે. ગુરૂત્વાકર્ષણ બળએ સાર્વત્રિક બળ છે.
ઉદાહરણ તરીકે, ઝાડ પરથી સફરજન પડે છે તો સફરજન પૃથ્વી પર અને પૃથ્વી સફરજન પર બળ લગાડે છે આ દરમિયાન પૃથ્વી દ્વારા લાગતું બળ વધુ હોવાથી તે પૃથ્વી તરફ આકર્ષણ પામે છે.
પૃથ્વીની ફરતે ચંદ્ર વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે જેનું કારણ પૃથ્વી દ્વારા લાગતું ગુરૂત્વાકર્ષણ બળ છે. આ ઉપરાંત પૃથ્વીનું સૂર્યની ફરતે પરિક્રમણ.
મોટાભાગના વ્યક્તિઓ દળ અને વજનને સમાન ગણે છે પણ હકીકતમાં બંને વચ્ચે થોડોક તફાવત છે. આપણે આપણાં શરીરનું વજન નહિં પરંતુ દળ માપીએ છીએ. જે આપણે આ આર્ટિકલ મા સમજીશું.
દળ અને વજન વચ્ચે શું તફાવત છે?
દળ
- વિજ્ઞાનની ભાષામાં દળ એટલે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને તે પદાર્થનું દળ કહે છે.
- દળને કિલોગ્રામ એકમમાં મપાય છે.
- દળ દરેક પદાર્થોનું દરેક જગ્યાએ એક સરખું રહે છે. દળ એ સ્થળ બદલતાં બદલતું નથી.
વજન
- વજન એટલે પદાર્થ પર લાગતું ગુરૂત્વાકર્ષણ બળ જેને વજન કહે છે.
- વજનને કિલોગ્રામ એકમમાં નહિં પરંતુ તેને ન્યુટન એકમમાં મપાય છે.
- વજન જે તે સ્થળનાં ગુરૂત્વાકર્ષણ બળ પર આધારિત હોય છે. આથી વજન દરેક જગ્યાએ સમાન રહેતું નથી.
- પદાર્થોનું વજન = દળ × ગુરૂત્વાકર્ષણ બળ
પદાર્થ પર લાગતું વજન કઈ રીતે શોધી શકાય?
પદાર્થ પર લાગતું વજન શોધવા માટે પદાર્થોનું દળ અને તે સ્થળનું ગુરૂત્વાકર્ષણ બળ જાણી દળ અને ગુરૂત્વાકર્ષણ બળનો ગુણાકાર કરવાથી પદાર્થોનું વજન મળે છે.
વજન શા માટે દરેક જગ્યાએ અલગ હોય છે
દરેક જગ્યાએ ગુરૂત્વાકર્ષણ બળનું મુલ્ય જુદું જુદું હોય છે. પૃથ્વી પર ગુરૂત્વાકર્ષણ બળ 9.8ms-૨ અચળ લેવામાં આવે છે, પરંતુ પૃથ્વીની ત્રિજ્યા દરેક જગ્યાએ સમાન નથી આથી પૃથ્વી પર દરેક જગ્યાએ વજનમાં તફાવત જોવા મળે છે. ધ્રુવ પ્રદેશ કરતાં વિષુવવૃત્તની ત્રિજ્યા 2100 કી.મી. વધારે છે. આથી પદાર્થોનું વજન ધ્રુવ પ્રદેશ કરતાં વિષુવવૃત્ત પર થોડું વધારે હોય છે. દરેક ગ્રહ પર ગુરૂત્વાકર્ષણ બળનું મુલ્ય સમાન ન હોવાથી વજન પણ જુદું હોય છે. પદાર્થોનું વજન પૃથ્વી પરના વજન કરતાં છઠ્ઠા ભાગનું હોય છે.
આમ દળ અને વજન વચ્ચે થોડો તફાવત હોવાથી દળ અને વજન સમાન ન કહી શકાય.
0 ટિપ્પણીઓ