: તાજેતરમાં આરોગ્ય વિભાગ દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી વલસાડ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત Ayush MO અને Pharmacist cum Data Assistant ની પોસ્ટ માટે અરજી માંગવામાં આવી છે. આ પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી સબમીટ કરી શકે છે. આજે આપણે આ લેખમાં કેમ અરજી કરવી, અરજી માટેની લાયકાત, ઉંમર, પગાર ધોરણ વગેરે વિશે વિશેષ માહિતી મેળવીશું.
વલસાડ આરોગ્ય વિભાગ દ્વારા આવી ભરતી
સત્તાવાર વિભાગ આરોગ્ય
પોસ્ટનું નામ Ayush MO અને Pharmacist Cum Data Assistant
ફોર્મ ભરવાના શરુ 10 ઓક્ટોબર 2023
થયાની તારીખ
ફોર્મ ભરવાની છેલ્લી 19 ઓક્ટોબર 2023
તારીખ
લાયકાત
Ayush MO માટે ગુજરાત રાજ્ય માન્યતા પ્રાપ્ત કોલેજ/યુનિવર્સિટીથી આયુર્વેદિક/હોમિયોપેથીક/યુનાની ડિગ્રી તથા ગુજરાત આયુર્વેદિક/હોમિયોપેથીક/યુનાની કાઉન્સિલનું માન્ય રજીસ્ટ્રેશન અને કમ્પ્યુટર સર્ટિફિકેટ તેમજ જ્ઞાન હોવું જરૂરી છે.
Pharmacist cum Data Assistant માટે ગુજરાત રાજ્ય માન્યતા પ્રાપ્ત કોલેજ/યુનિવર્સિટીથી ફાર્મસીની ડિગ્રી તથા ગુજરાત ફાર્મસી કાઉન્સિલનું માન્ય રજીસ્ટ્રેશન અને કમ્પ્યુટર સર્ટિફિકેટ તેમજ જ્ઞાન હોવું જરૂરી છે.
વયમર્યાદા
Ayush MO માટે 40 વર્ષ સુધી અને Pharmacist cum Data Assistant માટે પણ 40 વર્ષ સુધીની વયમર્યાદા છે.
પગારધોરણ
પોસ્ટ પગારધોરણ
Ayush MO રૂપિયા 25,000
Pharmacist cum રૂપિયા 13,000
Data Assistant
પસંદગીની પ્રક્રિયા
આ ભરતીમાં પસંદગીની પ્રક્રિયા 11 માસના કરાર આધારિત કરવામાં આવશે 11માસ પછી કરાર પૂર્ણ થતાં ઉમેદવાર આપોઆપ છૂટાં થયેલ ગણાશે.
અરજી કઈ રીતે કરવી?
- સૌથી પહેલા નીચે આપેલી લીંક પર ક્લિક કરી જાહેરાત ડાઉનલોડ કરો.
- આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈને રજિસ્ટ્રેશન કરો.
- આઈડી પાસવર્ડ ની મદદથી લોગીન કરો અને તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો ત્યાં એપ્લાય નામના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં બધી માહિતી ભરીદો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢો.
અરજી કરતાં પહેલાં સંપૂર્ણ માહિતી સત્તાવાર વેબસાઈટ પર જઈને જાણી લેવી.
અરજી કરવા માટે જરૂરી લિંક: https://arogyasathi.gujarat.gov.in/
ટેલિગ્રામ માં જોડાવા માટેની લીંક: https://t.me/evigyanclasses

0 ટિપ્પણીઓ