બીગ બોસ ઓટીટી સીઝન 2 મોટા ભાગના કંટેસ્ટન્ટ યુટ્યુબર હતા તેમજ સોશિયલ ઇન્ફ્લુઅન્સર હતા. બીગ બોસ ઓટીટી સીઝન 2 ખૂબ જ લોકપ્રિય સીઝન રહી છે. ત્યારે હવે બીગ બોસ સિઝન 17 માં ઘણા લોકપ્રિય યુટ્યુબર પણ દેખાય તેવી શક્યતા છે. બીગ બોસ સિઝન 17 પંદરમી ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં ચાલુ થવા જઈ રહેલ બીગ બોસ સિઝન 17 માં કયા કન્ટેસ્ટન્ટ હશે તેમનું લિસ્ટ સામે આવ્યું છે. જોકે મેકર્સ દ્વારા બીગ બોસ 17 કોન્ટેસ્ટન્ટ નું ફાઇનલ લિસ્ટ રજૂ કરવામાં આવ્યું નથી. પણ તેવી ચર્ચા છે કે આ ચેહરાઓ હોઈ શકે છે તો ચાલો જાણીએ બિગ બોસ 17 માં કયા ચહેરાઓ જોવા મળી શકે છે.
સૂત્રો અનુસાર જે રીતે બીગ બોસ ઓટીટી માં મોટા ભાગના યુટ્યુબરને કારણે આ સીઝન ખૂબ સફળ રહી છે તેવી જ રીતે bigg boss 17 માં પણ કેટલાક યુટ્યુબર દેખાય શકે છે. આપણે જણાવી દઈએ કે યુટ્યુબર હર્ષ બેનીવાલ બિગ બોસ સિઝન 17 માં જોવા મળી શકે છે.
હર્ષ બેનીવાલ
હર્ષ બેનીવાલ એક ફેમસ યુટયુબર, એક્ટર અને કોમેડિયન છે. student of the year 2 ફિલ્મ દ્વારા તેમણે ડેબ્યૂ કરેલ છે. હર્ષ બેનીવાલ ચેનલ પર કરોડો સબસ્ક્રાઇબર છે. આ ઉપરાંત ફેમસ યુટયુબર સૌરવ જોશી પણ bigg boss સિઝન 17 માં જોવા મળી શકે છે.
સૌરવ જોશી
સૌરવ જોશી એક ફેમસ યુટયુબર છે. જે આખા દેશમાં ચર્ચિત યુટયુબર છે. તેને પોતાના કરિયરની શરૂઆત આર્ટ ચેનલ થી કરી હતી. ત્યારબાદ તેમણે પોતાની બ્લોગ ચેનલ શરૂ કરી જે તેમના ફ્રેન્ડ્સ ને ખુબ પસંદ આવી જેના લીધે આ ચેનલ પર કરોડો સબસ્ક્રાઇબર છે.
ટીવી સીરીયલ પંડ્યા સ્ટોરથી ફેમસ થયેલ કંવર ધિલ્લોન અને એલિસ કૌશિક બીગ બોસ સિઝન 17 માં જોડાઈ શકે છે. આ બંને વચ્ચે અફેર ચાલી રહ્યું છે તેવી પણ ચર્ચા થઈ રહી છે. ટીવી સીરીયલ ઉડારીયા ની એક્ટર ટ્વિંકલ અરોરા પણ જોડાઈ તેવી સંભાવના છે.
ટ્વિંકલ અરોરા
ટ્વિંકલ અરોરા એ ફેમસ એક્ટ્રેસ અને મોડલ છે. ઉડારીયા સીરીયલ તેમનો ફેમસ રોલ નેહમત છે. તેમણે બેવફા સિરીઝમાં પણ કામ કર્યું છે.
આ ઉપરાંત ટીવી સિરિયલ નું ફેમસ કપલ એશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ પણ બીગ બોસ સિઝન 17 માં જોડાઈ શકે તેવી સંભાવના છે.
એશ્વર્યા શર્મા
એ પોતાના કાર્યની શરૂઆત મોડેલથી કરી હતી. ત્યારબાદ તેને ટીવી સીરીયલ મેરી દુર્ગા માં કામ કર્યું છે. હાલમાં તે ટીવી સીરીયલ ગુમ હે કિસી કે પ્યાર મે કામ કરી રહી છે. તે હાલમાં જ ખતરો કે ખિલાડી સિઝન તેરમાં જોવા મળી હતી.
નીલ ભટ્ટ
નીલ ભટ્ટ ગુમ હે કિસી કે પ્યાર મે સીરીયલ માં ડીસીપી વિરાટ નો રોલ પ્લે કરી રહ્યા છે.
અનુરાગ ડોભાલ પણ bigg boss 17 માં જોવા મળે તેવી શક્યતા છે.
ટેલિગ્રામ માં જોડાવા માટેની લીંક: https://t.me/evigyanclasses





0 ટિપ્પણીઓ