કર્મચારીઓ માટે ખુશ ખબર ફિક્સ પે માં વધારો હવે પગારમાં 30% જેટલો વધારો થશે

કર્મચારીઓ માટે ખુશખબર ફિક્સ પે માં વધારો: કર્મચારીઓના પગારમાં 30% નો વધારો: ફિક્સ પગાર વધારો: રાજ્યમાં વિવિધ પોસ્ટ પર ફિક્સ પગાર પર ભરતી કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી ફિક્સ પે માં વધારો કરવામાં આવ્યો નથી છેલ્લે ફિક્સ પે માં વધારો સાલ 2017 માં કરવામાં આવ્યો હતો ત્યારબાદ કરવામાં આવ્યો નથી. ગુજરાત સરકાર દ્વારા ફિક્સ તેના કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં ફિક્સ પે વધારવામાં આવ્યો છે. જેથી ફિક્સના કર્મચારીઓની દિવાળી સુધરી જશે આપણે ફિક્સ પે વધારે વિશે જાણીશું. આ ફેરફાર એક ઓક્ટોબર 2003 થી લાભ થશે લાગુ થશે. 

ફિક્સ પે વધારો કર્મચારીઓનો પગારમાં 30% નો વધારો

ઘણા લાંબા સમયથી ફિક્સ પેના કર્મચારીઓ પગાર વધારવા માટે સરકારને માંગ કરી રહ્યા હતા. તેના કર્મચારીઓ ફિક્સ પે નાબૂદ કરવા માટે આંદોલન કરી રહ્યા હતા. જેનો હવે અંત આવ્યો છે અને સરકારી ફિક્સ પે માં 30 ટકા જેટલો વધારો કરી કર્મચારીઓને દિવાળીમાં ભેટ આપી છે. કર્મચારીઓના ફિક્સ પગારના 30% જેટલો પગાર વધારવામાં આવશે જેના લીધે કર્મચારીઓની દિવાળી સુધરશે. 

ફિક્સ પે માં વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં તાજેતરમાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના તમામ ફિક્સ પગારના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી કે 61,560 ફિક્સ-વેતન કર્મચારીઓના પગારમાં 30% વધારો કરવામાં આવશે. આ ફેરફાર 1 ઓક્ટોબર, 2023થી અમલમાં આવશે.

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના નાગરિકોને દિવાળી બોનસ આપી ને સરકારી ફિક્સ પે કર્મચારીઓના પરિવારને ખૂશ કરી દીધા છે. વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાત રાજ્યના વિકાસમાં કર્મચારીઓનો ફાળો છે. ચાલો જાણીએ કયાં કર્મચારીઓને ફિક્સ પે માં કેટલો વધારો મળશે. 

કોને કેટલો વધારો મળશે? 

  • વર્ગ-3 ના 4,400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો હાલમાં પગાર રૂપિયા 38,090 છે જે 30% ફિક્સ પેના આધારે વધીને રૂપિયા 49,600 મળવા પાત્ર રહેશે. 
  • વર્ગ-3 ના 4,200 અને 2,800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો હાલમાં પગાર રૂપિયા 31,340 છે જે 30% ફિક્સ પેના આધારે વધીને રૂપિયા 40,800 મળવા પાત્ર રહેશે.
  • વર્ગ-3 ના 2,400, 2,000, 1,900 અને 1,800  ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો હાલમાં પગાર રૂપિયા 19,950 છે જે 30% ફિક્સ પેના આધારે વધીને રૂપિયા 26,000 મળવા પાત્ર રહેશે.
  • વર્ગ-4 ના 1,650, 1,300, 1,200 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો હાલમાં પગાર રૂપિયા 16,224 છે જે 30% ફિક્સ પેના આધારે વધીને રૂપિયા 21,100 મળવા પાત્ર રહેશે. 
જો કે આ નિર્ણયથી રાજ્ય સરકારને દર વર્ષે રૂપિયા 548.64 કરોડનું ભારણ વધશે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ