ભારતીય પાસપોર્ટ: ભારતમાં વિવિધ રંગના પાસપોર્ટ નો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?
ભારતમાં મોટેભાગે જુદાં જુદાં રાજ્યોમાં, શહેરોમાં, ગામડામાં જવા માટે મોટે ભાગે લોકો ટ્રેન, કાર કે બસનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો પ્લેનમાં પણ જાય છે. પરંતુ વિદેશમાં જવા માટે ફરજીયાત પ્લેનમાં જ જવું પડે છે. વિદેશ જવા માટે સૌથી અગત્યનો પાસપોર્ટ હોવો જરૂરી છે. પાસપોર્ટ વગર વિદેશ જઈ શકાતું નથી. પાસપોર્ટ માં પણ ત્રણ પ્રકાર હોય છે. આજે આપણે આ લેખમાં પાસપોર્ટના પ્રકાર અને તેના ઉપયોગ વિશે માહિતી મેળવીશું.
જે વ્યક્તિ વિદેશ જતી હોય તેને ખબર હોય છે કે વિદેશ જવા માટે પાસપોર્ટ કેટલો મહત્વનો છે. કારણ કે પાસપોર્ટ વગર વિદેશની યાત્રા કરી શકાતી નથી.
પાસપોર્ટ શું છે?
- પાસપોર્ટ એ દુનિયાના કોઈપણ દેશમાં જવા માટે જરૂરી દસ્તાવેજ છે.
પાસપોર્ટ ના પ્રકાર
ભારત દેશમાં પાસપોર્ટ ના કુલ ત્રણ અલગ અલગ પ્રકાર છે. આ ત્રણેય રંગના પાસપોર્ટ નું અલગ મહત્વ છે. ભારતના પાસપોર્ટ ની ગણતરી શક્તિશાળી પાસપોર્ટમાં કરવામાં આવે છે. માત્ર પાસપોર્ટ ની મદદથી વિઝા વિના 59 દેશોમાં ફરી શકાય છે.
- બ્લુ પાસપોર્ટ
- સફેદ પાસપોર્ટ
- મરૂન પાસપોર્ટ
બ્લુ પાસપોર્ટ
ભારત દેશમાં જોવા મળતો બ્લુ રંગનો પાસપોર્ટ એ ભારતના સામાન્ય લોકો માટે વપરાય છે. બ્લુ પાસપોર્ટ તાત્કાલિક પાસપોર્ટ છે. જે ભારતના સામાન્ય લોકો માટે બનાવવામાં આવે છે.
સફેદ પાસપોર્ટ
સફેદ પાસપોર્ટ એ સરકારી કર્મચારીઓ માટે બનાવવામાં આવે છે. જે વ્યક્તિ સરકારી નોકરી કરતા હોય અથવા તો સરકારી કામથી વિદેશ જતા હોય તેના માટે સફેદ પાસપોર્ટ વપરાય છે.
મરૂન પાસપોર્ટ
મરૂન રંગનો પાસપોર્ટ ભારતના રાજદ્વારીઓ અને સરકારી વરિષ્ઠ અધિકારીઓ માટે ઉપયોગમાં લેવાય છે. જેમ કે આઈએએસ અને આઇપીએસ કર્મચારીઓ માટે બનાવવામાં આવે છે. જેના લીધે તે વિદેશમાં સરળતાથી વિવિધ સુવિધાઓ મેળવી શકે છે.
પાસપોર્ટ બનાવવા કેટલા દિવસો લાગે છે?
પાસપોર્ટ બનાવવા માટે સામાન્ય રીતે 10 થી 20 દિવસનો સમય લાગે છે. પરંતુ તત્કાલ પાસપોર્ટ ત્રણ થી સાત દિવસમાં તૈયાર થઈ જાય છે.
પાસપોર્ટ બનાવવા માટેની ફી
પાસપોર્ટ બનાવવા માટે જરૂરી ફી નીચે મુજબ છે.
- ઓનલાઇન એપ્લિકેશન માટે રૂપિયા 3,500 અને બુકલેટ માટે રૂપિયા 4000 જેટલી ફી થાય છે.
પાસપોર્ટ બનાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ
- ઉંમરનો પુરાવો
- આધાર પુરાવો
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- પાનકાર્ડ
- આધારકાર્ડ
- પાસબુક
- ઓળખ પુરાવો
ઓનલાઇન પાસપોર્ટ તૈયાર કરવા માટેની રીત
સૌ પહેલા ફોનમાં એમ પાસપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો.
હવે તેમાં રજીસ્ટ્રેશન કરો અને તમારા ઘરની નજીકની ઓફિસ પસંદ કરો.
હવે એપ્લિકેશનમાં ફોર્મ ભરવાનો વિકલ્પ ઓપન થશે આ ફોર્મ માં તમામ વિગતો ભરો.
ત્યારબાદ ઇમેલ એડ્રેસ દ્વારા ફોર્મ નું વેરિફિકેશન કરો. વેરીફીકેશન બાદ હોમ પેજ પર જાવ ક્યાં ફ્રેશ પાસપોર્ટ નામનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
પછી તમને થોડા દિવસોમાં વેરીફીકેશન માટે બોલાવવામાં આવશે.
ટેલિગ્રામ માં જોડાવા માટેની લીંક: https://t.me/evigyanclasses




0 ટિપ્પણીઓ