નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા આવી નવી ભરતી: તાજેતરમાં આરોગ્ય વિભાગ દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ પોસ્ટ માટે અરજી માંગવામાં આવી છે. આ પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી સબમીટ કરી શકે છે. આજે આપણે આ લેખમાં કેમ અરજી કરવી, અરજી માટેની લાયકાત, ઉંમર, પગાર ધોરણ વગેરે વિશે વિશેષ માહિતી મેળવીશું.
મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા આવી ભરતી
| આર્ટીકલનું નામ | મહેસાણા આરોગ્ય વિભાગ ભરતી |
|---|---|
| આર્ટીકલનું નામભરતી સંસ્થા | મહેસાણા આરોગ્ય વિભાગ ભરતીઆરોગ્ય વિભાગ |
| આર્ટીકલનું નામઅરજી મોડ | મહેસાણા આરોગ્ય વિભાગ ભરતીઓનલાઇન |
| આર્ટીકલનું નામફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ | મહેસાણા આરોગ્ય વિભાગ ભરતી14 ઓક્ટોબર 2023 |
| આર્ટીકલનું નામફોર્મ ભરવાની છેલ્લી તારીખ | મહેસાણા આરોગ્ય વિભાગ ભરતી20 ઓક્ટોબર 2023 |
| આર્ટીકલનું નામઅરજી કરવા માટેની લીંક | મહેસાણા આરોગ્ય વિભાગ ભરતીhttps://arogyasathi.gujarat.gov.in/ |
અગત્યની તારીખ
મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ વિવિધ પોસ્ટ પર અરજી કરવા માટેની તારીખ નીચે પ્રમાણે છે.
- ઓનલાઇન અરજી કરવાની શરૂઆત ની તારીખ 14 ઓક્ટોબર 2023 છે.
- અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2023 છે.
જગ્યાનું નામ
આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતીમાં વિવિધ પોસ્ટ પર કુલ 36 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- ફાર્માસિસ્ટ
- મીડ વાઈફરી
- ડિસ્ટ્રિક્ટ ડેટા મેનેજર
- કોમ્યુનિટી હેલ્થ ઓફિસર
- મેડિકલ ઓફિસર
- એકાઉન્ટ
- આયુષ તબીબી
- ઓડિયોલોજીસ્ટ
- ઓડિયો મેટ્રિક આસિસ્ટન્ટ
- પેરા મેડિકલ વર્કર
શૈક્ષણિક લાયકાત
ફાર્માસિસ્ટ
- સરકાર માન્ય સંસ્થામાંથી બેચલર/ડિપ્લોમા ફાર્મસી કરેલ હોવું જોઈએ. ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું ફરજિયાત હોવું જોઈએ. કોમ્પ્યુટરનો બેઝિક કોર્સ કરેલો હોવો ફરજિયાત છે.
મીડ વાઈફરી
- ડિગ્રી ઓફ બેઝિક બી એસ સી નર્સિંગ, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાં પાસ કરેલ હોવું જોઈએ. ગુજરાત સરકારશ્રીના નિયમ મુજબ કમ્પ્યુટરનો બેઝિક કોર્સ કરેલો હોવો જોઈએ. પાંચ વર્ષ સરકારી સંસ્થાનો અનુભવ હોવો જોઈએ અથવા
- ડિગ્રી ઓફ પોસ્ટ બેઝિક બી એસ સી નર્સિંગ, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાં પાસ કરેલ હોવું જોઈએ. ગુજરાત સરકારશ્રીના નિયમ મુજબ કમ્પ્યુટરનો બેઝિક કોર્સ કરેલો હોવો જોઈએ. પાંચ વર્ષ સરકારી સંસ્થાનો અનુભવ હોવો જોઈએ અથવા ડિપ્લોમા ઇન નર્સિંગ અને મીડ વાઈફફરી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અથવા
- ગુજરાત કાઉન્સિલ માન્ય સંસ્થામાં પાસ કરેલ હોવું જોઈએ. ગુજરાત સરકારશ્રીના નિયમ મુજબ કમ્પ્યુટરનો બેઝિક કોર્સ કરેલો હોવો જોઈએ.
- પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન નર્સિંગ અને મીડ વાઈફરી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાં પાસ કરેલ હોવું જોઈએ. ગુજરાત સરકારશ્રીના નિયમ મુજબ કમ્પ્યુટરનો બેઝિક કોર્સ કરેલો હોવો જોઈએ પાંચ વર્ષ સરકારી સંસ્થાનો અનુભવ હોવો જોઈએ.
ડિસ્ટ્રિક્ટ ડેટા મેનેજર
- પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન કોમ્પ્યુટર સાયન્સ સાથે ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જરૂરી છે અથવા બીઈ ઇન આઇટી ઇલેક્ટ્રોનિક્સ.
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર
- MBBS, GNM, B.Sc નર્સિંગ ની સાથે SIHFW વડોદરા તથા IIPH ગાંધીનગર દ્વારા CCCH પાસ કરેલ બોન્ડેડ ઉમેદવારોને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
- CCCH નો B.Sc નર્સિંગ તથા પોસ્ટ બેઝિક B.Sc નર્સિંગ ના કોર્સમાં જુલાઈ 2020 થી સામેલ કરેલ હોય જુલાઈ 2020 કે ત્યારબાદ પાસ થયા હોય તેવા બીએસસી નર્સિંગ પાસ થયેલા ઉમેદવાર.
મેડિકલ ઓફિસર
- એમબીબીએસ
- ગુજરાત મેડિકલ કાઉન્સિલ બોર્ડ માં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.
એકાઉન્ટન્ટ(પ્રા.આ.કે/અર્બન પ્રા.આ.કે)
- ગ્રેજ્યુએટ ઇન કોમર્સ વિથ ડિપ્લોમા/સર્ટીફીકેટ ઇન કમ્પ્યુટર એપ્લિકેશન કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર નોલેજ હોવું જોઈએ. સારું ટાઈપિંગ અને ગુજરાતી તેમજ અંગ્રેજીમાં ડેટા એન્ટ્રી ની સ્કિલ હોવી જોઈએ ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
એકાઉન્ટન્ટ (તાલુકા કક્ષાએ)
- ગ્રેજ્યુએટ ઇન કોમર્સ વિથ ડિપ્લોમા/સર્ટીફીકેટ ઇન કમ્પ્યુટર એપ્લિકેશન કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર નોલેજ હોવું જોઈએ. સારું ટાઈપિંગ અને ગુજરાતી તેમજ અંગ્રેજીમાં ડેટા એન્ટ્રી ની સ્કિલ હોવી જોઈએ ઓછામાં ઓછો બે થી ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
આયુષ તબીબી
- BAMS/BHMS/BSAM સરકાર માન્ય માન્ય કોલેજ કે યુનિવર્સિટીમાંથી કરેલ હોવું જોઈએ.
- ગુજરાત હોમિયોપેથિક આયુર્વેદિક કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ કમ્પ્યુટરનો બેઝિક કોર્સ કરેલો હોવો જોઈએ.
ઓડિયોલોજીસ્ટ
- ઓડિયોલોજી માં બેચલર અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી RCI માન્ય ઇન્સ્ટિટયૂટ માંથી બીએસસી( speech એન્ડ hearing)
ઓડિયો મેટ્રિક આસિસ્ટન્ટ
- RCI માન્ય ઇન્સ્ટિટયૂટ માંથી 1 એક વર્ષ ડિપ્લોમા ઇન hearing, lalanguage and speech
પેરા મેડિકલ વર્કર
- હાઈ સ્કુલ કે હાયર સેકન્ડરી PMW ટ્રેનિંગ નું સર્ટિફિકેટ અથવા હેલ્થમાં MSW/B.Sc. ત્રણ વર્ષના અનુભવ સાથે કોમ્પ્યુટર નું નોલેજ હોવું જરૂરી છે
વયમર્યાદા અને જગ્યા
આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે નીચે પ્રમાણેની વયમર્યાદા અને કુલ જગ્યા ભરતી કરવામાં આવશે.
| પોસ્ટનું નામ | વયમર્યાદા | પોસ્ટની જગ્યા |
|---|---|---|
| પોસ્ટનું નામફાર્માસિસ્ટ | વયમર્યાદા40 વર્ષ | પોસ્ટની જગ્યાUPHC-03, RBSK - 10 |
| પોસ્ટનું નામમીડ વાઈફરી | વયમર્યાદા40 વર્ષ | પોસ્ટની જગ્યા04 ફક્ત મહિલા ઉમેદવાર માટે |
| પોસ્ટનું નામડિસ્ટ્રિક્ટ ડેટા મેનેજર | વયમર્યાદા40 વર્ષ | પોસ્ટની જગ્યા01 |
| પોસ્ટનું નામકોમ્યુનિટી હેલ્થ ઓફિસર | વયમર્યાદા40 વર્ષ | પોસ્ટની જગ્યા04 |
| પોસ્ટનું નામમેડિકલ ઓફિસર | વયમર્યાદા45 વર્ષ | પોસ્ટની જગ્યા- |
| પોસ્ટનું નામએકાઉન્ટન્ટ (પ્રા.આ.કે/અર્બન પ્રા.આ.કે) | વયમર્યાદા45 વર્ષ | પોસ્ટની જગ્યા- |
| પોસ્ટનું નામઅકાઉન્ટન્ટ (તાલુકા કક્ષાએ) | વયમર્યાદા45 વર્ષ | પોસ્ટની જગ્યા01 |
| પોસ્ટનું નામઆયુષ તબીબ | વયમર્યાદા40 વર્ષ | પોસ્ટની જગ્યાPHC-02, RBSK M-04, F-01 |
| પોસ્ટનું નામઓડિયોલોજિસ્ટ | વયમર્યાદા45 વર્ષ | પોસ્ટની જગ્યા01 |
| પોસ્ટનું નામઓડિયો મેટ્રિક આસિસ્ટન્ટ | વયમર્યાદા45 વર્ષ | પોસ્ટની જગ્યા01 |
| પોસ્ટનું નામપેરા મેડિકલ વર્કર | વયમર્યાદા45 વર્ષ | પોસ્ટની જગ્યા01 |
પગારધોરણ
મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં વિવિધ પોસ્ટ પર નીચે પ્રમાણેનું પગારધોરણ રહેશે.
| પોસ્ટનું નામ | પગારધોરણ |
|---|---|
| પોસ્ટનું નામફાર્માસિસ્ટ | પગારધોરણરૂપિયા 13,000 |
| પોસ્ટનું નામમીટ વાઈફરી | પગારધોરણરૂપિયા 30,000 + ઇન્સેટીવ |
| પોસ્ટનું નામડિસ્ટ્રિક્ટ ડેટા મેનેજર | પગારધોરણરૂપિયા 22,000 |
| પોસ્ટનું નામકોમ્યુનિટી હેલ્થ ઓફિસર | પગારધોરણરૂપિયા 25,000 + વધુમાં વધુ 10,000 સુધી ઈન્સેટીવ |
| પોસ્ટનું નામમેડિકલ ઓફિસર | પગારધોરણરૂપિયા 70,000 |
| પોસ્ટનું નામએકાઉન્ટન્ટ (પ્રા.ઇ.કે/અર્બન પ્રા.આ.કે) | પગારધોરણરૂપિયા 13,000 |
| પોસ્ટનું નામએકાઉન્ટન્ટ (તાલુકા કક્ષાએ) | પગારધોરણરૂપિયા 13,000 |
| પોસ્ટનું નામઆયુષ તબીબ | પગારધોરણરૂપિયા 25,000 |
| પોસ્ટનું નામઓડિયોલોજિસ્ટ | પગારધોરણરૂપિયા 15,000 |
| પોસ્ટનું નામઓડિયો મેટ્રિક આસિસ્ટન્ટ | પગારધોરણરૂપિયા 13,000 |
| પોસ્ટનું નામપેરા મેડિકલ વર્કર | પગારધોરણરૂપિયા 11,000 |
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં પસંદગીની પ્રક્રિયા 11 માસના કરાર આધારિત કરવામાં આવશે 11માસ પછી કરાર પૂર્ણ થતાં ઉમેદવાર આપોઆપ છૂટાં થયેલ ગણાશે.
અરજી કેવી રીતે કરવી?
- સૌથી પહેલા નીચે આપેલી લીંક પર ક્લિક કરી જાહેરાત ડાઉનલોડ કરો.
- આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈને રજિસ્ટ્રેશન કરો.
- આઈડી પાસવર્ડ ની મદદથી લોગીન કરો અને તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો ત્યાં એપ્લાય નામના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં બધી માહિતી ભરીદો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢો.
અરજી કરતાં પહેલાં સંપૂર્ણ માહિતી સત્તાવાર વેબસાઈટ પર જઈને જાણી લેવી.
અગત્યની લિંક:
https://arogyasathi.gujarat.gov.in/
ટેલિગ્રામ માં જોડાવા માટેની લીંક: https://t.me/evigyanclasses

0 ટિપ્પણીઓ