RMC Recruitment | રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફિલ્ડ વર્કરની સીધી ભરતી

RMC Recruitment: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફિલ્ડ વર્કરની જગ્યા પર ભરતી: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફિલ્ડ વર્કરની જગ્યા પર તાજેતરમાં ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તેમાં અરજી કરી શકશે. આ ભરતીમાં અરજી માટેની યોગ્ય લાયકાત, ઉંમર મર્યાદા, પગારધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ વગેરે વિશે આ લેખમાં માહિતી મેળવીશું. આ માહિતી તમારા મિત્રો સુધી શેર કરો. 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સીધી ભરતી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફિલ્ડ વર્કરની જગ્યા પર ભરતી


સતાવાર વિભાગ રાજકોટ મહાનગરપાલિકા
સતાવાર વિભાગપોસ્ટનું નામ રાજકોટ મહાનગરપાલિકાફિલ્ડ વર્કર
સતાવાર વિભાગઅરજી મોડ રાજકોટ મહાનગરપાલિકાઓનલાઇન
સતાવાર વિભાગઅરજી કરવાની શરૂઆતની તારીખ રાજકોટ મહાનગરપાલિકા12 ઓક્ટોબર 2023
સતાવાર વિભાગઅરજી કરવાની છેલ્લી તારીખ રાજકોટ મહાનગરપાલિકા26 ઓક્ટોબર 2023
સતાવાર વિભાગઓફિસિયલ વેબસાઇટ રાજકોટ મહાનગરપાલિકાwww.rmc.gov.in

અગત્યની તારીખ

  • આ પોસ્ટ પર અરજી કરવાની શરૂઆતની તારીખ 12 ઓક્ટોબર 2023 છે. 
  • અરજી કરવાની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર 2023 છે. 
  • ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ 26/10/2023 સુધી છે. 

કુલ જગ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફિલ્ડ વર્કરની જાહેર કરવામાં આવેલ ભરતીમાં કુલ 27 જગ્યા છે. જેમાં કેટેગરી પ્રમાણે અલગ - અલગ જગ્યાઓ છે. 

લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે નીચે પ્રમાણેની લાયકાત હોવી જરૂરી છે. 
  • એસ.એસ.સી. (S.S.C.) પાસ અને માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્ષ પાસ/સરકાર માન્ય આઈ.ટી.આઈ. માંથી એચ.એસ.આઈ. (H.S.I) ટ્રેડ પાસ હોવું જરૂરી છે. 

વયમર્યાદા

આ અરજી માટે વયમર્યાદા 18 થી 33 વર્ષ સુધી છે. 

પગારધોરણ

પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂપિયા 16,624 આપવામાં આવશે. પાંચ વર્ષની સંતોષકારક સેવા પછી જરૂરીયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ IS - 1 રૂપિયા 14,800 થી 47,100 આપવા અંગે વિચારણા કરવામાં આવશે. 

પસંદગી પ્રક્રિયા

આ પોસ્ટ પર અરજી કરેલ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા મેરિટના આધારે, લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. 

અરજી ફી

  • આ ભરતીમાં અરજી માટે બિનઅનામત કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા 500 અરજી ફી ચુકવવાની રહેશે. 
  • જયારે અન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા 250 અરજી ફી ચુકવવાની રહેશે.

અરજી કેવી રીતે કરવી? 

  • સૌપ્રથમ ઉમેદવારે ઓન લાઇન અરજીમાં પોતાની સંપુર્ણ વિગત સેવ કરવાની રહેશે. આમ કરવાથી અરજદારની અરજીનો રેફરન્સ નંબર જનરેટ થશે જે અરજદારે યાદ રાખવાનો રહેશે.
  • રેફરન્સ નંબરનો ઉપયોગ કરી અરજદારે પોતાનો સ્કેન કરેલ ફોટોગ્રાફ તેમજ સીગ્નેચર અપલોડ કરવાનો રહેશે.
  • ઉમેદવારે અરજી સેવ કર્યા બાદ ઉમેદવારે પોતાની અરજી કન્ફર્મ કરવી. ત્યાર પછી જ અરજી માન્ય ગણાશે અને ઓનલાઈન પેમેંટ કરી શકશે. 
  • રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ફી પેમેંટમાં જઈ, તમારો એપ્લીકેશન નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખીને સર્ચ પર ક્લીક કરવુ. 
  • જેથી ફી પેમેન્ટ ગેટ- વે પરથી માત્ર ઓનલાઈન પેમેંટ કરી શકશે. અને ઓન લાઈન પેમેંટ થયા બાદ તુરત્ત એપ્લીકેશનની પ્રીન્ટ કાઢી શકાશે.

અરજી કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો: www.rmc.gov.in

અમારો હેતુ આપના સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતી અંગે વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઇટ www.rmc.gov.in પરથી મેળવી શકશો. 

ટેલિગ્રામ માં જોડાવા માટેની લીંક: https://t.me/evigyanclasses

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ