અમદાવાદ આંગણવાડી ભરતી, અમદાવાદ જિલ્લામાં 287 પદ પર ધોરણ 10 અને 12 પર ભરતી

અમદાવાદ આંગણવાડી ભરતી: Ahemadavad Angadvadi bharti 2023: રાજ્યમાં નાના બાળકો માટે આંગણવાડીઓ ચલાવવામાં આવે છે. રાજ્યની આંગણવાડીઓમાં સમયાંતરે ભરતીઓ કરવામાં આવે છે. જેમાં અમદાવાદ જિલ્લામાં આંગણવાડી તેમજ તેડાગરની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીની વિગતવાર વધુ માહિતી નીચે પ્રમાણે છે. 

અમદાવાદ આંગણવાડી ભરતી

અમદાવાદ આંગણવાડી ભરતી

આર્ટિકલનું નામ અમદાવાદ આંગણવાડી ભરતી
પોસ્ટનું નામ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર
જિલ્લાનું નામ અમદાવાદ
કુલ જગ્યા 287
ભરતી મોડ ઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2023
ઓફિસિયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in

અગત્યની તારીખ

  • આ ભરતીમાં ફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ 8 નવેમ્બર 2023 છે. 
  • આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2023 છે. 

પોસ્ટનું નામ

  • આંગણવાડી કાર્યકર
  • આંગણવાડી તેડાગર

કુલ જગ્યા

આ ભરતીમાં કુલ જગ્યા 287 જગ્યાઓ છે જેમાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની જગ્યાઓ નીચે પ્રમાણે છે. 
  • આ ભરતીમાં આંગણવાડી કાર્યકરની કુલ જગ્યા 127 છે. 
  • આ ભરતીમાં આંગણવાડી તેડાગરની કુલ જગ્યા 160 છે. 

ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા, મેરિટ જોવા, સિલેક્શન કરવા માટે ઓફિસિયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in છે. ઓનલાઇન ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા છે. 
  • સૌપ્રથમ આ ભરતીમાં અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in પર જવું. 
  • ત્યાર પછી તેમાં ઓનલાઇન એપ્લાય ઓપ્શન પર ક્લિક કરવું. 
  • તેમાં અમદાવાદ જિલ્લો સિલેક્ટ કરો. 
  • ત્યારબાદ તેમાં સામે આપેલ એપ્લાય બટન પર ક્લિક કરો. 
  • ત્યારબાદ સૌ પ્રથમ તેમાં તમારી જરૂરી વિગતો ભરી રજીસ્ટ્રેશન કરો. 
  • ત્યારબાદ લોગીન થાવ અને તમારી જરૂરી વિગતો ભરો અને શૈક્ષણિક લાયકાતો ની વિગતો પણ ભરો. 
  • ત્યારબાદ શૈક્ષણિક પ્રમાણપત્રોને વ્યવસ્થિત સ્કેન કરી અપલોડ કરો. 
  • તમારી અરજી ની ફરીથી ચકાસો જો કાંઈ ભૂલ હોય તો સુધારો અને ત્યારપછી કન્ફર્મ બટન પર ક્લિક કરો. 
  • ત્યારબાદ અરજીની પ્રિન્ટ કાઢો અને ભવિષ્ય માટે સાચવી રાખો. 

ભરતી અંગેની જરૂરી સુચનાઓ

  • મહિલા ઉમેદવાર જે-તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગે મામલતદાર શ્રી દ્વારા ઈશ્યુ કરેલ જનસેવા કેન્દ્રનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે. 
  • અરજી કરવાની છેલ્લી તારીખને કટ-ઓફ ડેટ ગણવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ ઉમેદવારની ઉંમર, શૈક્ષણિક લાયકાત વગેરે પૂર્ણ થયેલા હોવા જોઈએ. 
  • અરજી કરતાં મહિલા ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં 18 વર્ષ પૂર્ણ થયેલ હોવી જોઈએ તેમજ 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 
  • આંગણવાડી કાર્યકરને માસિક વેતન રૂપિયા 10,000/- અને આંગણવાડી તેડાગરને માસિક વેતન રૂપિયા 5,500/- મળવા પાત્ર રહેશે. 
  • અરજી કરવાની ઓફિસિયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in છે વધુ માહિતી ઉપરોક્ત વેબસાઇટ પરથી મેળવી લેવી. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ