ગુરુ ગોબિંદસીંગ સરકારી હોસ્પિટલ જામનગર ભરતી

ગુરુ ગોબિંદસીંગ સરકારી હોસ્પિટલ જામનગર ભરતી: એન.એચ.એમ. પ્રોગ્રામ અંતર્ગત એસ.એન.સી.યુ. માટેની ખાલી જગ્યાઓ હંગામી ધોરણે ભરવા જાહેરાત બહાર પાડવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકશે. આ અંગેની વધુ માહિતી નીચે પ્રમાણે છે. 

સરકારી હોસ્પિટલ જામનગર ભરતી

સરકારી હોસ્પિટલ જામનગર ભરતી

આર્ટિકલનું નામ સરકારી હોસ્પિટલ જામનગર ભરતી
પોસ્ટનું નામ સ્ટાફ નર્સ & ડેટા એન્ટ્રી ઓપરેટર
કુલ જગ્યા 04
અરજી મોડ ઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2023
ઓફિસિયલ વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in

અગત્યની તારીખ

  • આ ભરતીમાં ફોર્મ ભરાવાના શરૂ થયા એની તારીખ 9 નવેમ્બર 2023 છે.
  • આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2023 છે.

પોસ્ટનું નામ

  • સ્ટાફ નર્સ (OBS ICU) 
  • સ્ટાફ નર્સ (SNCU) 
  • ડેટા એન્ટ્રી ઓપરેટર

કુલ જગ્યા

  • સરકારી હોસ્પિટલ જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતીમાં કુલ જગ્યા 4 છે. 
  • જેમાં સ્ટાફ નર્સ (OBS ICU) કુલ 2 જગ્યા છે. 
  • સ્ટાફ નર્સ (SNCU) કુલ 1 જગ્યા છે. 
  • ડેટા એન્ટ્રી ઓપરેટર કુલ 1 જગ્યા છે. 

શૈક્ષણિક લાયકાત

સ્ટાફ નર્સ (OBS ICU) 

  • બી.એસ.સી નર્સિંગ/જી.એન.એમ. કરેલું હોવું જોઈએ. 
  • ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજીયાત છે. 

સ્ટાફ નર્સ (SNCU) 

  • બી.એસ.સી નર્સિંગ/જી.એન.એમ. કરેલું હોવું જોઈએ. 
  • ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજીયાત છે.

ડેટા એન્ટ્રી ઓપરેટર

  • સ્નાતક ઉપરાંત ડિપ્લોમા કમ્પ્યુટર/સર્ટિફિકેટ કોર્ષ કરેલ તથા એમ.એસ. ઓફિસ પ્રેઝન્ટેશન, ઈન્ટરનેટ ઉપયોગ ના જાણકાર. 

પગારધોરણ

  • સ્ટાફ નર્સ (OBS ICU) માટે માસિક ફિક્સ વેતન રૂપિયા 13,000/- મળવા પાત્ર રહેશે. 
  • સ્ટાફ નર્સ (SNCU) માટે માસિક ફિક્સ વેતન રૂપિયા 13,000/- મળવા પાત્ર રહેશે.
  • ડેટા એન્ટ્રી ઓપરેટર માટે માસિક ફિક્સ વેતન રૂપિયા 12,000/- મળવા પાત્ર રહેશે.

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચના

  • ઉમેદવારની ફક્ત https://arogyasathi.gujarat.gov.in પર આવેલી અરજી સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરિયર, સાદી ટપાલ કે રૂબરૂ દ્વારા મળેલ અરજીઓ સ્વીકારવામાં રહેશે નહિ.
  • સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે.
  • અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
  • ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહિ. 
  • વયમર્યાદા વધુમાં વધુ 40 વર્ષ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ