નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં ભરતી
| આર્ટીકલનું નામ | ગીર સોમનાથ જિલ્લામાં પરીક્ષા વગર સીધી ભરતી |
|---|---|
| પોસ્ટ | વિવિધ |
| કુલ જગ્યા | 35 |
| ફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ | 30 ઓક્ટોબર 2023 |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 04 નવેમ્બર 2023 |
| ઓફિસિયલ વેબસાઈટ | https://arogyasathi.gujarat.gov.in |
અગત્યની તારીખ
આ ભરતીમાં અરજી કરવા માટેની તારીખ નીચે પ્રમાણે છે.
- આ ભરતી માં વિવિધ પોસ્ટ પર અરજી કરવા માટે ફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ 30 ઓક્ટોબર 2023 છે.
- આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 04 નવેમ્બર 2023 છે.
પોસ્ટનું નામ
- ડી.પી.એમ.સી.સી. (જીલ્લા કક્ષાએ)
- સ્ટાફ નર્સ/સ્ટાફ બ્રધર
- મેડિકલ ઓફિસર NP-NCD/NPPC
- મેડિકલ ઓફિસર HWC
- ફિઝિયોથેરાપિસ્ટ NPHCE
- કાઉન્સેલર NP-NCD
- ડેટા એન્ટ્રી ઓપરેટર NP-NCD
- STLS (તાલુકા કક્ષાએ)
- કોમ્યુનિટી હેલ્થ ઓફિસર
- ફિમેલ હેલ્થ વર્કર NUHM
- લેબ. ટેક્નિશિયન GUHP
- ફિમેલ હેલ્થ વર્કર GUHP
- ન્યુટ્રીશન આસિસ્ટન્ટ (ફક્ત મહિલા ઉમેદવાર) NHM
- ન્યુટ્રીશન આસિસ્ટન્ટ (ફક્ત મહિલા ઉમેદવાર)
- લેબ. ટેકનિશિયન (ટી.બી.યુનીટ)
- જિલ્લા ફાઇનાન્સ આસી. અર્બન DUHU
શૈક્ષણિક લાયકાત
ડી.પી.એમ.સી.સી. (જીલ્લા કક્ષાએ)
- કોઈપણ શાખામાં ગ્રેજ્યુએટ
- ડિપ્લોમા/સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન
- અંગ્રેજી અને ગુજરાતી ટાઈપિંગ તથા એમ.એસ. ઓફિસનું જ્ઞાન હોવું જોઈએ
- વય મર્યાદા વધુમાં વધુ 40 વર્ષ
સ્ટાફ નર્સ/સ્ટાફ બ્રધર
- ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ની માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી બીએસસી અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ની માન્યતા પ્રાપ્ત માંથી ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મીડવાઈટનરી નો કોર્ષ
- બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલ/બોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવેલું ફરજિયાત છે.
- વયમર્યાદા વધુમાં વધુ 40 વર્ષ
મેડિકલ ઓફિસર NP-NCD/NPPC
- MBBS (ઊંચી લાયકાતને પ્રાધાન્ય આપવામાં આવશે)
- મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજિયાત છે.
- વયમર્યાદા વધુમાં વધુ 40 વર્ષ
મેડિકલ ઓફિસર HWC
- MBBS (ઊંચી લાયકાતને પ્રાધાન્ય આપવામાં આવશે)
- મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજિયાત છે
- વયમર્યાદા વધુમાં વધુ 40 વર્ષ
ફિઝિયોથેરાપિસ્ટ NPHCE
- ધોરણ 12 પાસ
- ફિઝિયોથેરાપીમાં સ્નાતકની ડીગ્રી
- વયમર્યાદા વધુમાં વધુ 40 વર્ષ
કાઉન્સેલર NP-NCD
- ધોરણ 12 પાસ
- સામાજિક વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી/કાઉન્સિલિંગ/આરોગ્ય શિક્ષણ/માસ કોમ્યુનિકેશનમાં ડિગ્રી/ડિપ્લોમા
- વયમર્યાદા વધુમાં વધુ 40 વર્ષ
ડેટા એન્ટ્રી ઓપરેટર NP-NCD
- યુનિવર્સિટી માંથી કોઈપણ વિષયમાં સ્નાતક સાથે ડિપ્લોમા/ સર્ટીફીકેટ ઇન કમ્પ્યુટર એપ્લિકેશનનો હોવો જોઈએ સાથે એમએસ ઓફિસનું જ્ઞાન હોવું જોઈએ
- વયમર્યાદા વધુમાં વધુ 40 વર્ષ
STLS (તાલુકા કક્ષાએ)
- ગ્રેજ્યુએટ અથવા ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી અથવા ઇકવીવેલેન્ટ ફ્રોમ ગવર્મેન્ટ રિક્નાઈસ્ડ ઇન્સ્ટિટયૂટ
- પરમેનેન્ટ ટુ-વ્હીલર ડ્રાઇવિંગ લાઇસન્સ
- સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્પ્યુટર (ઓછામાં ઓછો 2 મહિના)
- વયમર્યાદા વધુમાં વધુ 40 વર્ષ
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર
- BAMS/B.Sc Nursing/GNM ની સાથે SIHFW વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાંથી સર્ટીફીકેટ કોર્સ ઇન કોમ્યુનિટી હેલ્થ કરેલ અથવા
- CCCH નો B.Sc Nursing થા પોસ્ટ બેઝીક B.Sc Nursing ના કોર્ષમાં જુલાઈ 2020 થી સામિલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઈ 2020 કે ત્યારબાદ પાસ થયેલા હોય તેવા B.Sc નર્સિંગ ઉમેદવારો
- વયમર્યાદા વધુમાં વધુ 40 વર્ષ
ફિમેલ હેલ્થ વર્કર NUHM
- 12 પાસ
- સરકાર માન્ય સંસ્થા માંથી હેલ્થ વર્કર અથવા એ.એન.એમ.નો કોર્ષ
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ (ANM)
- આ જગ્યા માત્ર સ્ત્રી ઉમેદવાર માટે જ છે
- કમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતું પ્રમાણપત્ર
- વયમર્યાદા વધુમાં વધુ 40 વર્ષ
લેબ. ટેક્નિશિયન GUHP
- 12 પાસ
- બીએસસી (માઇક્રોબાયોલોજી અથવા કેમેસ્ટ્રી) એમએસસી (ઓર્ગેનિક કેમેસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી)
- સરકાર માન્ય સંસ્થામાંથી લેબોરેટરી ટેકનિશિયનનો કોર્ષ
- લેબોરેટરી કામગીરીના અનુભવની પ્રાધાન્ય
- વયમર્યાદા વધુમાં વધુ 40 વર્ષ
ફિમેલ હેલ્થ વર્કર GUHP
- 12 પાસ
- સરકાર માન્ય સંસ્થા માંથી હેલ્થ વર્કર અથવા એ.એન.એમ.નો કોર્ષ
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ (ANM)
- આ જગ્યા માત્ર સ્ત્રી ઉમેદવાર માટે જ છે
- કમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતું પ્રમાણપત્ર
- વયમર્યાદા વધુમાં વધુ 40 વર્ષ
ન્યુટ્રીશન આસિસ્ટન્ટ (ફક્ત મહિલા ઉમેદવાર) NHM
- એમ એસ સી એસ સી ફૂડ એન્ડ ન્યુટ્રીશન/બીએસસી બીએસસી ફૂડ એન્ડ ન્યુટ્રીશન/એમ એ હોમ સાયન્સ ન્યુટ્રીશન/ બી.એ હોમ સાયન્સ ન્યુટ્રીશન
- કોમ્પ્યુટરનો પાયાનું જ્ઞાન તેમજ ગુજરાતી અને અંગ્રેજી તેમજ ન્યુટ્રીશનને લગતા રાજ્યકક્ષા/જિલ્લા કક્ષા કે એન.જી.ઓ.નો અનુભવ
- વયમર્યાદા વધુમાં વધુ 40 વર્ષ
લેબ. ટેકનિશિયન (ટી.બી.યુનીટ)
- 12 પાસ
- બીએસસી (માઇક્રોબાયોલોજી અથવા કેમેસ્ટ્રી) એમએસસી (ઓર્ગેનિક કેમેસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી)
- સરકાર માન્ય સંસ્થામાંથી લેબોરેટરી ટેકનિશિયનનો કોર્ષ
- લેબોરેટરી કામગીરીના અનુભવનીને પ્રાધાન્ય
- વયમર્યાદા વધુમાં વધુ 40 વર્ષ
જિલ્લા ફાઇનાન્સ આસી. અર્બન DUHU
- ગ્રેજ્યુએટ કોમર્સ
- ડિપ્લોમા/સર્ટિફિકેટ ઈન કોમ્પ્યુટર એજ્યુકેશન, ટેલી અકાઉન્ટ, કમ્પ્યુટરની જાણકારી (ગુજરાતી/અંગ્રેજી) તથા ઓછામાં ઓછું એક વર્ષનું એકાઉન્ટિંગ નો અનુભવ
- વયમર્યાદા વધુમાં વધુ 40 વર્ષ
લાયકાત અને કુલ જગ્યા
| પોસ્ટનું નામ | કુલ જગ્યા | પગારધોરણ |
|---|---|---|
| ડી.પી.એમ.સી.સી. (જીલ્લા કક્ષાએ) | 01 | 13,000 |
| સ્ટાફ નર્સ/સ્ટાફ બ્રધર | 03 | 13,000 |
| મેડિકલ ઓફિસર NP-NCD/NPPC | 02 | 60,000 |
| મેડિકલ ઓફિસર HWC | 01 | 70,000 |
| ફિઝિયોથેરાપિસ્ટ NPHCE | 01 | 15,000 |
| કાઉન્સેલર NP-NCD | 01 | 12,000 |
| ડેટા એન્ટ્રી ઓપરેટર NP-NCD | 01 | 12,000 |
| STLS (તાલુકા કક્ષાએ) | 01 | 18,000 |
| કોમ્યુનિટી હેલ્થ ઓફિસર | 10 | 25,000 + 10,000 ઈન્સેન્ટિવ |
| ફિમેલ હેલ્થ વર્કર NUHM | 04 | 12,500 |
| લેબ. ટેક્નિશિયન GUHP | 01 | 11,000 |
| ફિમેલ હેલ્થ વર્કર GUHP | 02 | 11,000 |
| ન્યુટ્રીશન આસિસ્ટન્ટ (ફક્ત મહિલા ઉમેદવાર) NHM | 01 | 13,000 |
| ન્યુટ્રીશન આસિસ્ટન્ટ (ફક્ત મહિલા ઉમેદવાર) | 04 | 13,000 |
| લેબ. ટેકનિશિયન (ટી.બી.યુનીટ) | 01 | 13,000 |
| જિલ્લા ફાઇનાન્સ આસી. અર્બન DUHU | 01 | 13,000 |
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં પસંદગીની પ્રક્રિયા 11 માસના કરાર આધારિત કરવામાં આવશે 11માસ પછી કરાર પૂર્ણ થતાં ઉમેદવાર આપોઆપ છૂટાં થયેલ ગણાશે.
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ
- ઉમેદવારની ફક્ત https://arogyasathi.gujarat.gov.in પર આવેલી અરજી સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરિયર, સાદી ટપાલ કે રૂબરૂ દ્વારા મળેલ અરજીઓ સ્વીકારવામાં રહેશે નહિ.
- આરોગ્ય સાથી ઓન લાઇન પોર્ટ્સમાં રજીસ્ટ્રેશન અને લોગીન કરીને ફોર્મ ભરવાનું રહેશે.
- ઉમેદવારોએ તેમના ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
- અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય ગણવામાં આવશે.
- ઉમેદવાર એક કરતા વધારે અરજી કરી શકશે નહીં.
ઓફિસિયલ વેબસાઈટ :
https://arogyasathi.gujarat.gov.in

0 ટિપ્પણીઓ