જ્ઞાનસાધના સ્કોલરશીપ
| આર્ટિકલનું નામ | જ્ઞાનસાધના સ્કોલરશીપ |
|---|---|
| સત્તાવાર વિભાગ | શિક્ષણ વિભાગ |
| સ્કોલરશીપની રકમ | 22,000 થી 25,000/- |
| પરિક્ષાની તારીખ | 31 માર્ચ 2024 |
| પસંદગી પ્રક્રિયા | પરિક્ષા દ્વારા |
| ઓફિસિયલ વેબસાઇટ | www.sebexam.org |
પાત્રતા
જ્ઞાનસાધના સ્કોલરશીપમાં પરિક્ષા ફોર્મ ભરવા નીચે દર્શાવેલ પાત્રતા હોવી જરૂરી છે.
- વિદ્યાર્થી ધોરણ 1 થી 8 સળંગ સરકારી કે ગ્રાન્ટેડ સ્કુલમાં અભ્યાસ કરી હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતો હોવો જોઈએ.
- RTE 2009 તે હેઠળ રચાયેલ 25% ની મર્યાદામાં ખાનગી શાળામાં ધોરણ 1 થી 8 મા અભ્યાસ કરેલ હોવો જોઈએ અને હાલમાં ધોરણ 8 મા અભ્યાસ કરતો હોવો જોઈએ.
પરિક્ષા ફોર્મ ક્યારે ભરાશે?
જ્ઞાનસાધના સ્કોલરશીપની પરિક્ષા આપવા માટે ફોર્મ ભરવાની તારીખ હજી જાહેર કરવામાં આવી નથી, પણ શિક્ષણ વિભાગ દ્વારા આ પરિક્ષાની તારીખ ઓફિસિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. આ પરિક્ષાની તારીખ જાહેર થતાં સ્કુલ દ્વારા વિદ્યાર્થીને જાણ કરવામાં આવશે.
પરિક્ષાની તારીખ
જ્ઞાનસાધના સ્કોલરશીપ પરિક્ષા રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા 31 માર્ચ 2024 ના રોજ લેવામાં આવશે.
કસોટીનું માળખું
આ પરિક્ષામાં વિદ્યાર્થીની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. આ કસોટીનું માળખું નીચે મુજબનું રહેશે.
- આ કસોટીનું પ્રશ્ન પત્ર કુલ 120 ગુણનું રહેશે અને સમય 150 મિનિટ રહેશે.
- આ કસોટીના પ્રશ્ન પત્રની ભાષા ગુજરાતી/અંગ્રેજી બંને રહેશે.
- આ કસોટીમાં વિદ્યાર્થી ગુજરાતી/અંગ્રેજી જે ભાષા પસંદ કરે તે ભાષામાં પરિક્ષા આપી શકશે.
- MAT બૌદ્ધિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્નો અને તેના 40 ગુણ રહેશે.
- SAT બૌદ્ધિક યોગ્યતા કસોટીના 80 પ્રશ્નો અને તેના 80 ગુણ રહેશે.
સ્કોલરશીપની રકમ કેટલી મળે?
- આ યોજના હેઠળ કુલ 25,000/- વિદ્યાર્થી જે મેરિટમાં આવે તેને મળવા પાત્ર રહેશે.
- જેમાં ધોરણ 9 અને 10 માં વાર્ષિક રૂપિયા 22,000/- મળવા પાત્ર છે.
- ધોરણ 11 અને 12 માં વાર્ષિક રૂપિયા 25,000/- મળવા પાત્ર છે.
આવકમર્યાદા
આ સ્કોલરશીપના ફોર્મ ભરવા માટે સરકારી કે ગ્રાન્ટેડ સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે કોઈ આવકમર્યાદા નથી પરંતુ RTE મા અભ્યાસ કરતાં વિદ્યાર્થી માટે RTE મા નક્કી કરેલ આવકમર્યાદા કરતાં વધુ ન હોવી જોઈએ.
જ્ઞાનસાધના સ્કોલરશીપમાં પસંદગી પ્રક્રિયા
- સૌપ્રથમ જ્ઞાનસાધના સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું હોય છે.
- ત્યારબાદ પરિક્ષા આપવાની હોય છે જે રાજ્ય પરિક્ષા દ્વારા 31 માર્ચ 2024 ના રોજ લેવામાં આવશે.
- ત્યારબાદ રિઝલ્ટને આધારે કટ ઓફ જાહેર કરવામાં આવશે અને કટ ઓફ ના આધારે મેરિટ બહાર પાડવામાં આવશે.
- ત્યારબાદ પસંદગી પામેલા વિદ્યાર્થીઓએ ઓનલાઇન પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે.
- ત્યારબાદ જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવે છે.
- ત્યારબાદ ફાઈનલ સિલેક્શન મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે.
ઓફિસિયલ વેબસાઇટ: www.sebexam.org

0 ટિપ્પણીઓ