મકરસંક્રાંતિ નિબંધ ગુજરાતી | મકરસંક્રાંતિ વિશે નિબંધ | Makarsankranti Essay in Gujarati | મકરસંક્રાંતિ Essay in Gujarati | મકરસંક્રાંતિ વિશે માહિતી | ગુજરાતીમાં નિબંધ | Makarsankrtanti Information In Gujarati
મકરસંક્રાંતિ નિબંધ ગુજરાતી
આપણે અનેક ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. આપણા એકધારા અને કંટાળા થી ભરેલા જીવનમાં તહેવારો આપણને આનંદ અને તાજગી બક્ષે છે. તહેવારોને લીધે આપણા પરસ્પરના સબંધોમાં મીઠાશ આવે છે. ધાર્મિક તહેવારો આપણને ધર્મપરાયણ જીવન જીવવાની પ્રેરણા આપે છે. રાષ્ટ્રીય તહેવારો આપણી રાષ્ટ્રભાવનાને અને પ્રબળ બનાવે છે.
મકરસંક્રાંતિ પર નિબંધ
Makarsankranti Nibandh Gujarati: ભારત દેશએ વિવિધ તહેવારોનો દેશ છે જેમાં વિવિધ ધર્મના લોકો વિવિધ તહેવારોની ઉજવણી ધૂમધામથી કરતા હોય છે. ભારત દેશમાં ઉજવાતા વિવિધ તેહવારોમાં આજે આપણે મકરસંક્રાંતિ વિશે ટૂંકમાં નિબંધ પ્રસ્તુત કર્યો છે. જે તમને ખૂબ જ ઉપયોગી થશે.
મકરસંક્રાંતિ ક્યારે ઉજવવામાં આવે છે?
મકરસંક્રાતિ આબલવૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે. તે 14મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. તેથી એને મકરસંક્રાંતિ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે.
મકરસંક્રાંતિની તૈયારી
દિવાળી પછી તરત જ ઉતરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે. શહેરોમાં પતંગ બનાવનારા અને દોરી રંગનારા કારીગરો રાત દિવસ પ્રવૃત્તિમાં લાગી જાય છે. પતંગરસિયાઓ તો ઉત્તરાયણના દિવસની રાહ જોયા વિના કેટલાક દિવસ અગાઉથી જ પતંગ ઉડાડવા લાગે છે. મકરસંક્રાંતિ ની આગલી રાતે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. સૌ મન મૂકીને પતંગ દોરીની ખરીદી કરે છે. જાણે યુદ્ધની તૈયારી કરવાની હોય તેમ સૌ મોડી રાત સુધી પતંગોને કન્ના બાંધવામાં વ્યસ્ત હોય છે.
મકરસંક્રાતિના દિવસની ઉજવણી
મકરસંક્રાતિના દિવસે વહેલી સવારથી જ ઉત્સવ ધાબે જઈને પતંગ ચગાવે છે. અકાશમાં જાણે પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. પતંગ કપાતા લોકો 'કાંટા....' 'કાંટા....' 'લપેટ....' 'લપેટ....' એવી બૂમો પાડે છે. અને ધાબા પર માનવમહેરામણ ઉભરાય છે. સ્પીકરનો ઘોંઘાટ વાતાવરણને ગજવી મૂકે છે. પતંગ રસિયાઓ દિવસ પર પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ લૂંટે છે. કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતા પતંગ લૂંટવામાં વધારે રસ પડે છે. કેટલાક છોકરાં પતંગ પકડવા જતા ધાબા પરથી નીચે પડી જાય છે અને ઈજા પામે છે. કેટલાક લોકો રસ્તા પર પતંગ પકડવા માટે ઊંધું ઘાલીને દોડતા વાહનો સાથે અથડાય છે. ક્યારેક જાનહાની પણ થાય છે. વળી, કોઈક વાર માંજો પાયેલી દોરી વડે વાહનચાલકના ગળામાં ઊંડો ઘસરકો થઈ જતા વાહનચાલેકે હોસ્પિટલની મુલાકાત લેવી પડે છે.
ઉતરાયણનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે. આ દિવસે ગાયોને બાજરીની ઘુઘરી અને ઘાસ નીરવવામાં આવે છે. લોકો તલના લાડુમાં સિક્કા મૂકીને ગુપ્તદાન કરે છે. આ રિવાજ ગુપ્તદાનનો મહિમા દર્શાવે છે. આ દિવસે લોકો શેરડી, બોર અને તલસાંકળી ખાય છે. કેટલાક ઠેકાણે ઊંધિયા-જલેબી ની ઉજાણી રાખવામાં આવે છે.
કેટલાક લોકો રાતે ટુક્કલ ચગાવે છે. અંધારી રાતે ટમટમતા તારલા વચ્ચે ટુક્કલના દીવડાઓનો પ્રકાશ રાત્રિની શોભામાં અતિવૃદ્ધિ કરે છે.
આજકાલ મોટાં શહેરમાં પતંગ હરીફાઈનું પણ આયોજન કરવામાં આવે છે. દેશ-વિદેશના પતંગરસિયાઓ તેમાં ભાગ લે છે. વળી, અહીં પતંગોની વિવિધતા પણ જોવા મળે છે. મોટા અને વિવિધ રંગરૂપઆકારના પતંગો આકાશમાં ચગતા જોઈને આપણું મન લલકારી ઊઠે છે:
આમ, મકરસંક્રાંતિ સૌને નિર્ભેળ આનંદ આપનારો તહેવાર છે.
ઉપસંહાર
મકરસંક્રાંતિના તહેવારોમાં લોકો ખૂબ મજા કરે છે તેમજ ગીતો સાંભળીને અને પતંગ ચગાવીને આનંદ મેળવે છે. પરંતુ પતંગ ચગાવતી વખતે ઘણા નિર્દોષ પક્ષીઓ પોતાની જાન ગુમાવી દે છે. આથી પતંગ ચગાવતી વખતે ખૂબ જ કાળજી પૂર્વક ધ્યાન રાખવું જોઈએ કે જેથી નિર્દોષ પક્ષીઓની કોઈપણ નુકસાન ન થાય. તેમજ ઈજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવી જોઈએ કે જેથી તેની જાન બચી શકે.

0 ટિપ્પણીઓ