ઝવેરચંદ મેઘાણી | ઝવેરચંદ મેઘાણી pdf | Zaverchand Meghani Gujarati Information: ઝવેરચંદ મેઘાણી વિશે માહિતી જે તમને ધોરણ 9,10,11,12 તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.
ભક્તો કસુંબીનો રંગ
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ
ઝવેરચંદ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી : જન્મ
ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ, 1896મા ચોટીલા ગામે થયો હતો.
ઝવેરચંદ મેઘાણી : અભ્યાસ
ગુર્જર ગિરાના નજાકતને માણનારા, કાઠીયાવાડી લોકબોલીની નિકટતાને પામનાર, ધરતીની ધૂળમાંથી મોતી શોધનારા ઝવેરી એટલે ઝવેરચંદ મેઘાણી. દાઠા, પાળીયાદ, બગસરા વગેરે સ્થળે શ્રી ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શિક્ષણ પૂરૂં કર્યું હતું. ભણવામાં હોશિયાર શ્રી મેઘાણીએ નાનપણથી જ સહુનું ધ્યાન ખેંચેલુ.
વર્ષ 1912મા મેટ્રિક ત્યારબાદ 1913મા ભાવનગર કોલેજમાં જોડાયા હતા. 1916મા અંગ્રેજી તથા સંસ્કૃત વિષય સાથે બી. એ. થયા.
ઝવેરચંદ મેઘાણી: પુસ્તક અને સાહિત્ય રચના
કુરબાનીની કથાઓ આ તેમનું પ્રથમ પુસ્તક હતું. સૌરાષ્ટ્રના ગામડે-ગામડે, ડુંગરે-ડુંગરે, ઘરે-ઘરે ફરીને લોકમુખે સચવાયેલું લોકસાહિત્ય એકત્ર કર્યું. તેમની આ સંશોધન સાહિત્યની બહુમૂલ્ય સેવા હતી. જેના આધારે તેમણે ડોશીમાની વાતો, રઢિયાળી રાત, હાલરડાં અને ચુંદડી જેવા ઘણા સંગ્રહો તૈયાર કર્યા હતા.
વર્ષ 1928મા લોકસાહિત્યના સંશોધક મેઘાણી રણજીતરામ સુવર્ણચંદ્રક ના પ્રથમ અધિકાર બન્યાં. અને સમગ્ર ગુજરાતના સાહિત્ય જગતમાં છવાઈ ગયા. વર્ષ 1931મા મહાત્મા ગાંધીને ગોળમેજી પરિષદમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું, પરંતુ ગાંધીજી હાજર થઈ શક્યા નહિ ત્યારે મેઘાણીએ એક કવિતા લખી.
"છેલ્લે કટોરો ઝેરનો આ,પી જજો બાપુ! સાગર પીનારા! અંજલી નવ ઢોળજો બાપુ!"
આમ, મેઘાણી રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાયા. કસુંબીનો રંગ, શિવાજીનું હાલરડું વગેરે તેમની લોકપ્રિય અને જાણીતી રચનાઓ છે. 1946મા 'માણસાઈના દીવા' જેવા શ્રેષ્ઠ પુસ્તક માટે તેમને મહીડા પારિતોષિક પ્રાપ્ત થયું. 1947મા 'સોરઠી સંતવાણી' ને નામે સોરઠી ભજન સાહિત્યના સંશોધનનું પ્રથમ પુસ્તક તૈયાર કર્યું.
અવસાન
સાહિત્ય તરફ સમાજને અભિમુખ કરનાર લોકપ્રિય કવિએ તા. 9 માર્ચ 1947ના રોજ સદાને માટે વિદાય લીધી.
ખબર છે આટલી કે મોતની હાકલ પડી છે."

0 ટિપ્પણીઓ