15 મી ઓગસ્ટ | 15 મી ઓગસ્ટ નિબંધ ગુજરાતી | 15 મી ઓગસ્ટ નિબંધ | 15 મી ઓગસ્ટ વિશે શાયરી | 15 August nibandh in Gujarati | 15 August Gujarati nibandh: 15 મી ઓગસ્ટ 1947 ના રોજ આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુકત થયો. આ દિવસને સ્વાતંત્ર્ય દિન તરીકે આપણાં દેશમાં ઉજવવામાં આવે છે. 15 મી ઓગસ્ટ નિબંધ જે ધોરણ 3,4,5,6,7,8,9,10,11,12 માટે ઉપયોગ બનશે.
15 મી ઓગસ્ટ ગુજરાતી નિબંધ
15 મી ઓગસ્ટ! સ્વાતંત્ર્ય દિન સેકડો વર્ષોની અનેક પ્રકારની ગુલામીથી મુક્ત થવાનો પ્રવિત્ર તહેવાર.
મહાન ક્રાંતિકારીઓ અને શહિદોને શ્રદ્ધાંજલિ આપવાનો પવિત્ર તહેવાર. 15મી ઓગસ્ટએ આપણો રાષ્ટ્રીય તહેવાર છે.
પંદરમી ઓગસ્ટ 1947 સુધી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોએ આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો. લોકોનો ગૃહઉધોગ ભાંગી પડ્યો હતો. પરિણામે આપણાં દેશમાં હજારો કારીગરો બેકાર બન્યાં હતાં. અંગ્રેજોના જોરજુલમથી પ્રજા ત્રાસી ગઈ હતી.
ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુકત કરવા માટે ગાંધીજીએ અનેક સત્યાગ્રહઓ કર્યા હતા. આ લડતમાં પ્રજાએ પણ પુરો સાથ સહકાર આપ્યો. ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ, ભગતસિંહ, પ્રફુલ્લ ચાકી જેવા યુવાનોએ હસતાં હસતાં બલિદાન આપ્યું.
અંગ્રેજો આપણાં દેશમાં ઘણાં વર્ષો સુધી શાસન કર્યું અને પોતાની હુકુમત ચલાવી. તેમણે ભારતની પ્રજા પર ઘણાં અત્યાચારો કર્યાં. ખેડૂતો પર અનેક વેરાઓ નાખ્યાં. એટલું જ નહી તેણે મીઠાં પર પણ ટેક્સ લગાડ્યો. ગાંધીજી અને તેમના સાથીઓ દ્વારા મીઠાંના સત્યાગ્રહ દ્વારા મીઠાં પરનો ટેક્સ નાબુદ થયો.
વલ્લભભાઈ પટેલ, બાબાસાહેબ આંબેડકર વગેરે જેવા અનેક મહાન ક્રાંતિકારીઓ એ દેશને આઝાદી અપાવવા માટે તેમણે અમુલ્ય ફાળો આપ્યો છે. અનેક દેશભક્તોએ પોતાનું બલિદાન આપ્યાં.
૧૫મી ઓગસ્ટના દિવસે શાળાઓમાં તિરંગો લહેરાવવામાં આવે છે. વિવિધ સરકારી ઓફિસોમાં, સરકારી શાળામાં તિરંગો લહેરાવવામાં આવે છે. આઝાદીની ખુશીમાં મિઠાઈ વહેંચવામાં આવે છે. આપણાં વડાપ્રધાન લાલ કિલ્લા પર તિરંગો લહેરાવે છે. આ દિવસે તમામ શહિદોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે દેશભક્તિના ગીતો ગવાય છે. અને પરેડનું પણ આયોજન કરવામાં આવે છે. આ તહેવાર નાના-મોટા સૌ ઉલ્લાસથી મનાવે છે.
આપણો દેશ અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થયો છે પણ ભ્રષ્ટાચાર માંથી નહિ. આજે ભારત દેશમાં કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ કાર્ય એવું નથી જ્યાં ભ્રષ્ટાચાર ન થતો હોય. ભ્રષ્ટાચારને લીધે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તકલીફનો સામનો કરવો પડે છે. દેશ આઝાદ હોવા છતાં ઘણી જગ્યાએ સ્ત્રીઓ સ્વતંત્રથી ફરી શકતી નથી. આપણો દેશ આઝાદ થયો છે પણ આબાદ થયો નથી.

0 ટિપ્પણીઓ